________________
જીવસમાસ
(૯) અનિવૃત્તિ બાદર સંપરાય :-અનિચઠ્ઠિ અહિં આગળ પણ એક દેશ વડે સંપૂર્ણ પદ એ ન્યાયે અનિવૃત્તિ બાદર સંપરાય જાણવું. અહીં આગળ એકી સાથે પ્રવેશ કરેલા ઘણું જીનાં અધ્યવસાય સ્થાનની વિલક્ષણતાને અભાવ હોવાથી અનિવૃત્તિ કહેવાય છે. નહિં કે પાછા ફરવા રૂપ નિવૃત્તિ સમજવી. સમકાળે આ ગુણસ્થાનકમાં પ્રવેશ કરેલા એક જીવને પહેલા વગેરે સમયમાં જે અધ્યવસાય સ્થાને હોય છે, તે જ અધ્યવસાય સ્થાને સમકાળે પ્રવેશેલા બીજા જીને પણ હોય છે.
રાતિ-વત્તિ -એટલે જેના વડે સંસારમાં રખડાય તે સંપૂરાય કહે કે કષાદય બને એકજ છે. સૂક્ષ્મસંપાયની અપેક્ષાએ જ્યાં જેઓને કષાયની વિશેષતા છે તે બાદર સંપરય, અનિવૃત્તિ અને બાદર સંપાય રૂપ જે આત્માઓ અનિવૃત્ત બાદર સંપાય કહેવાય તે છ બે પ્રકારે છે. ક્ષપક અને ઉપશામક. પ્રશ્નઃ- ક્ષેપક આત્માઓ મેહનીયની ૨૦ પ્રકૃતિઓ, સ્વાદ્વિત્રિક અને તેર નામકર્મની
પ્રકૃતિએને ક્ષય કેવી રીતે કરે છે? ઉત્તર- પહેલા પ્રત્યાખ્યાનાવરણ તથા અપ્રત્યાખ્યાનાવરણ, આઠ કષાયનો ક્ષય કરવાને આરંભ કરે છે. તે અડધા ખપે ત્યાં વચ્ચે જ વિશુદ્ધિના કારણથી થિણદ્વિત્રિક (નિદ્રા નિદ્રા, પ્રચલા અને થિણદ્ધિ) અને નામકર્મની નરકગતિ, નરકાનુપૂર્વી, તિર્યંચગતિ, તિર્યંચ-આનુપૂર્વી, એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચૌરિન્દ્રિય, (જાતિ ચતુષ્ક) આતપ, ઉદ્યોત, સ્થાવર, સાધારણ, સુક્ષમ આ તેર પ્રકૃતિએ એમ બન્ને મળી ૧૬ પ્રકૃતિઓ ખપાવીને બાકી રહેલા આઠ કષાયે ખપાવે છે, તે પછી નપુંસકવેદ, તે પછી સ્ત્રી વેદ ત્યારબાદ હાસ્યાદિષટક તે પછી પુરૂષવેદ તે પછી સંજવલન ક્રોધ, ત્યારબાદ સંજવલન માન ત્યારબાદ સંજવલન માયા ખપાવે છે. એ પ્રમાણે મેડનીયની ૨૦ પ્રકૃતિઓ ક્ષય કર્યા પછી બાદર લેભને પણ ક્ષય કરે છે. સુમ લોભ તે સુક્ષ્મ સં૫રાય ગુણસ્થાનકે ક્ષય કરે છે. દર્શન સપ્તક તે પહેલાં અવિરતથી અપ્રમત્ત સુધીમાં ક્ષય કરેલ છે. એ પ્રમાણે ક્ષપકશ્રેણીની ક્રિયા બતાવી.
જે ઉપશામક છે તે આ જ વીસ પ્રવૃત્તિઓને આગળ કહેવામાં આવતી વિધિપૂર્વક ઉપશમાવે છે.
૧૦ સુક્ષ્મ સં૫રાય–અહીં આગળ પણ એક પદ વડે સંપૂર્ણ પદ જણાય એ ન્યાયાનુસાર સુદુમાયથી સુમસં૫રાય જણાય છે. સં૫રાય એટલે કિટ્ટી રૂપ કરેવ લોભ કષાયને ઉદય જેમાં હોય તે સૂફમ-સંપાય અને સૂક્ષ્મ સંપરામાં રહેલા આત્માઓ સૂક્ષ્મ-સંપાયી.
સૂમસં૫રાયીઓ પણ શપક અને ઉપશામક એમ બે પ્રકારે છે. ક્ષેપકે અનિવૃત્ત બાદર ગુણસ્થાનકે સૂમ કિટ્ટિ રૂપ કરેલ લેભને અહીં ક્ષય કરે છે. અને ઉપશામક તેને લેભને) ઉપશમ કરે છે.