________________
ચૌદ ગુણ સ્થાન વિવરણ વિકથા ૫ પ્રમાદસ્થાનેમાંથી બધા જ કે કઈ પણ એકને પ્રમાદ વડે સંયમ ગોમાં સીદાય તે પ્રમત્ત અને જે આત્માઓ આ પ્રમાદસ્થાનેથી સીદાતા નથી તે અપ્રમત્ત.
(૮) અપૂર્વકરણ- “એક દેશ પદથી સર્વપદનું ગ્રહણ થાય” એ ન્યાયથી જેમ “ભીમ એ એક દેશપદથી ભીમસેન એમ સંપૂર્ણ પદ જણાય છે. તેમ પુષ્ય પદ પરથી અપૂર્વકરણ સમજવું. જે ગુણસ્થાનકમાં સ્થિતિઘાત, રસઘાત, ગુણશ્રેણી, ગુણસંક્રમ, સ્થિતિબંધ વગેરે પદાર્થોની પહેલીવાર જ નવિન ક્રિયા થાય છે તે અપૂર્વકરણ. તે આ પ્રમાણે
૧ મોટા પ્રમાણવાળી જ્ઞાનાવરણ વગેરે કર્મોની સ્થિતિને અપવર્તન કરણ વડે જેનું ખંડન કરવું એટલે કે અલ્પ કરવી તે સ્થિતિઘાત - ૨ કર્મ પરમાણુમાં રહેલ ચિકાશરૂપ જે રસ છે તેને અપવર્તનો કરણવડે અલ્પ કરે તે રસઘાત. આ સ્થિતિઘાત અને રસઘાત પૂર્વગુણસ્થાનકમાં અલ્પવિશુદ્ધિ હોવાથી અ૫પ્રમાણમાં થાય અને અહિ આગળ વિશેષ પ્રકારે વિશુદ્ધિનું પ્રમાણ હેવાથી પહેલા ન કરેલ એવા અપૂર્વ પ્રકારના આ બન્ને કાર્યો કરે છે.
૩ અપવર્તનાકરણ વડે ઉપરની સ્થિતિના રહેલા કર્મદલીને નીચે ઉતારી તે દલિઓને ઉદય સમયથી લઈ અંતર્મુહુર્તના સમય પ્રમાણે કાળમાં કર્મ પ્રતથી ખપાવવા માટે દરેક સમયે અસંખ્યગુણ વૃદ્ધિ પૂર્વક કર્મદલીકેની જ દરેક શ્રેણીની બેઠવણી તે ગુણશ્રેણી. - તે ગુણશ્રેણ પૂર્વ ગુણસ્થાનકોમાં અવિશુદ્ધ અધ્યવસાયેના કારણે લાંબા સમયે પણ ઘણું કર્મલિકોની અપવર્તના વડે થેડી જ શ્રેણું બનાવી શકાય છે, જ્યારે આ ગુણસ્થાનકમાં વિશુદ્ધિથી પહેલા ન થઈ હોય એમ થોડા ટાઈમમાં ઘણાં કમંદલિકે, ઘણું શ્રેણીની રચના અપવર્તન વડે રચી શકાતી હોવાથી અપૂર્વ ગુણશ્રેણી કહેવાય છે.
૪ અધ્યવસાયની વિશિષ્ટ વિશુદ્ધિના કારણે બંધાતી (સત્તાથી રહિત) અશુભ પ્રકૃત્તિઓના દલિકને દરેક ક્ષણે અસંમેય ગુણવૃદ્ધિ પૂર્વક (સંક્રમાવવા) લઈ જવા તે ગુણસંક્રમ. આ કરણ પણ પૂર્વના ગુણસ્થાનકેથી વિશિષ્ટતર અને અપૂર્વ કરતા હોવાથી અપૂર્વ ગુણસંક્રમ કહેવાય છે.
૫ પૂર્વકાળમાં અવિશુદ્ધિથી કર્મોની જે દીર્ધ સ્થિતિ બાંધી હતી તે સ્થિતિને વિશુદ્ધિની અધિકતાથી અપૂર્વકેટીની અલ્પતા પૂર્વક બાંધવી તે અપૂર્વ સ્થિતિબંધ.
આ પ્રમાણે સ્થિતિઘાત વગેરે પાંચ કરણની અપૂર્વતા અહિં લેવાથી અપૂર્વકરણ સમજવું. આ અપૂર્વકરણ કરનારા આત્માઓ બે પ્રકારે છે. જેઓ મેડનીય કર્મને ક્ષય કરનારા હાય તે ક્ષેપક અને તે જ કર્મને ઉપશમ કરનારા ઉપશામક કહેવાય છે.