________________
જીવસમાસ
(૧૦) પૃથ્વી, અપ, તેજસ, વાયુ, વનસ્પતિ, એઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચરિન્દ્રિય, પ'ચન્દ્રિય અતિન્દ્રિય ભેદથી ૧૦ પ્રકારે જીવસમાસ.
(૧૧) એકેન્દ્રિય, એઇન્દ્રિય, તેઇન્દ્રિય ચઉરિન્દ્રિય પંચેન્દ્રિય એ પાંચ પર્યાપ્તા અને પાંચ અપર્ચામા અને અનિન્દ્રિય એમ ૧૧ ભેદથી ૧૧ પ્રકારના જીવસમાસ, (૧૨) પાંચ જ્ઞાન, ત્રણ અજ્ઞાન, અને ચક્ષુ, અચક્ષુ, અવધિ અને કેવલ એમ સાકાર અનાદાર ઉપયાગ વડે ૧૨ પ્રકારને જીવસમાસ,
(૧૩) પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ અને ત્રસકાય એ છ પર્યાપ્તા અપર્યાપ્તા અને અકાયી એમ ૧૩ પ્રકારે જીવસમાસ થાય.
તથા મ
(૧૪) મિથ્યાત્વ, સાસ્વાદન વગેરે ૧૪ ગુણસ્થાનકોથી ૧૪ પ્રકારે જીવસમાસ. (૧૫) સૂક્ષ્મ એકેન્દ્રિય, ખાદર એકેન્દ્રિય, એઇન્દ્રિય, તેન્દ્રિય ચલરિન્દ્રિય, અસી પ'ચેન્દ્રિય, સન્ની પંચેન્દ્રિય એમ સાત પર્યાપ્તા અને સાત અપર્યંમા અને સિધ્ધા એમ ૧૫ પ્રકારે જીવસમાસ,
(૧૬) ચાર પ્રકારે મનેયાગ, ચાર પ્રકારે વચનયાગ અને સાત પ્રકારે કાયયોગ અને અચાગી એમ સોળ પ્રકારે જીવસમાસ થાય.
એ પ્રમાણે એક એકની વૃદ્ધિ કરતા ઘણા જીવસમાસા થાય છે. આથી ચૌદ સમાસનું વિશેષણ પ્રથમ ગાથામાં ગ્રહણ કર્યું છે. અને આ જીવલેઢામાંથી ૧૪ જીવશેદાની જ વ્યાખ્યા હું કરીશ. ગાથામાં તુ છે તે જકાર અર્થમાં છે. તે તુ થી ચૌદ જ જીભે એવા અર્થ ઘટે છે.
પ્ર. ! એ કે અહી' ખીજા પણ જીવભેદો છે. તેા તે જીવલેને ત્યાગ શા માટે? અને ચોદ જીભેદની જ વ્યાખ્યા શા માટે?
૭. : આ ચૌદ જીવભેદો ઘણા પ્રકારની વિચારણાના વિષય રૂપ હાવાથી, વિશિષ્ટ પ્રકારના શિષ્યાની બુદ્ધિના વિકાસમાં હેતુરૂપ હોવાથી અને વિશેષ પ્રકારે ઉપયોગી હોવાના કારણથી ગ્રહણ કર્યા છે.