________________
૩૦૬
જીવસમાસ એકલા પરમાણ રૂપે થાય છે ત્યારે પરમાણુનું ફરી પરમાણ રૂપે થવામાં જઘન્યથી એક સમયનું અંતર થાય છે જ્યારે તે જ પરમાણુ(અન્ય) પરમાણુ વગેરે બીજા દ્રવ્ય સાથે જોડાઈને અસંખ્યાત કાળ રહીને ફરી પરમાણુપણાને પામે છે. ત્યારે ઉત્કૃષ્ટથી અસંખ્યાતકાળનું અંતર થાય છે કહ્યું છે કે, “હે ભગવંત ! પરમાણુને કાળથી કેટલા વખતનું અંતર હોય છે? હે ગૌતમ! જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી અસંખ્યાત કાળ. બે પરમાણુ રૂ૫ બે પ્રદેશે જેમાં છે. તે ઢિપ્રદેશ સ્કંધ, તે દ્ધિપ્રદેશ સ્કંધ જે ત્રિપ્રદેશ વગેરેની શરૂઆતમાં છે માટે દ્વિપ્રદેશ વગેરે સ્કંધને જઘન્યથી એક સમયને અને ઉત્કટથી અનંતકાળને અંતરકાળ છે તે કાળ આ પ્રમાણે થાય છે. અહીં વિવક્ષિત કઈક એક દ્ધિપ્રદેશ વગેરે કંધથી એક ખંડ તૂટીને અથવા બીજા દ્રવ્ય સાથે જોડાયા પછી દ્ધિપ્રદેશ વગેરે ભાવનો વિશ્રા પરિણામ વડે ત્યાગ કર્યો છતે ફરી એક સમય પછી તે જ છોડી દીધેલ દ્ધિપ્રદેશ વગેરે સ્કંધના પરિણામને પ્રાપ્ત કરવામાં જઘન્યથી એક સમયનું અંતર પ્રાપ્ત થાય છે. જ્યારે જે તે જે દ્ધિપ્રદેશ વગેરે સ્કંધ ટૂકડે ટૂકડા થઈને બીજા દ્રવ્યો સાથે સંગ વિગ વગેરે ભાવને અનુભવ કરતા અનંતકાળ ફરીને પાછો તે જ પરમાણુઓ વડે તે જ વિવલિન ભાવને જ પ્રાપ્ત કરે છે. ત્યારે ઉત્કૃષ્ટથી અનંતકાળનું અંતર સિદ્ધ થાય છે.
બીજા આચાર્યો અધ્યાહાર કર્યા વગર પરમાણુ દ્રવ્યને પણ ઉત્કૃષ્ટથી અનંતકાળના અંતરની વ્યાખ્યા કરે છે તે બરાબર નથી પરમાણુને ફરી પરમાણું રૂપે થવામાં ઉત્કૃષ્ટ અંતર અસંખ્યાત કાળનું જ છે એમ વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ વગેરે આગમાં અને અનેક સ્થાનોમાં પ્રતિપ
પુદ્ગલાસ્તિકાય સિવાયના બાકીના ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, કાળ રૂપ અ ને અંતરકાળ નથી કારણકે સ્વરૂપના ત્યાગ કર્યા પછી ફરી તે સ્વરૂપની પ્રાપ્તિને તેઓમાં અસંભવ છે એ કઈ કાળ નથી કે જે કાળમાં ધર્માસ્તિકાય વગેરે પિતાના સ્વરૂપને છેડી ફરી કાળાંતરે તે ભાવને સ્વીકારે છે જેથી તેના વડે, અંતરકાળ વિચારી શકાય. અનાદિ અનંત પરિણામિક ભાવ વડે તેઓની વિદ્યમાનતા હોય છે(૨૬૪)
આ પ્રમાણે અજવેનું પણ યથાયોગ્ય અંતર વિચાર્યું તેમ કરવાથી છે અને અજી આશ્રયી અંતરવિચારકાળ પણ વિચારાયે. તે વિચારવાથી છઠું અંતરદ્વાર પૂર્ણ થયું.
અંતરદ્વાર પૂર્ણ