________________
અંતરદ્વાર
૩૦૫ સમય, ઉત્કૃષ્ટથી આવશ્યક સૂત્રમાં વિજયા રિપ હો વારમ વચન બારદિવસને વિરહ કાળ કહ્યો છે, જ્યારે ગ્રંથકારે ચૌદ દિવસને લખ્યું છે તેને ભાવાર્થ અમે નથી જાણતા –સર્વવિરતે પણ પૂર્વ પ્રતિપન્ન સંખ્યાતા હંમેશા હોય છે. પ્રતિપદ્યમાનને જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી પંદર અહોરાત્રીને વિરડકાળ છે. (૨૨)
આ પ્રમાણે જીવગત કેટલાક ભાવને અંતરકાળ સંક્ષેપમાં કહીને હવે સર્વગુણોને વિરહકાળ કહેવાની અશકયતા વિચારીને સંક્ષેપમાં કહે છે.
भवभाव परिरीणं कालविभाग कमेणऽणुगमित्ता ।
भावेण समुवउत्तो एणं कुज्जऽतराणुगमं ॥२६३॥ ગાથાર્થ : ભવ, ભાવની પરવૃતિને કાળ વિભાગ ક્રમપૂર્વક જાણીને એકાગ મનવાળ થઈ
આ પ્રમાણે અંતરકાળને અનુગમ કરે (૨૬૩) ટીકાર્થ નારક વગેરેના જન્મરૂપ ભ, ઔદાયિક વગેરે ભાવે તે ભાવભાવની પરાવૃત્તિઓ એટલે વિવક્ષિત એકમાંથી બીજામાં ગતિરૂપ તેનું કાલદ્વાર વગેરે દ્વારા કહેવાયેલકાળના વિભાગને એટલે અલગ અલગ કાળના સ્વરૂપને આગમમાં કહેલ કમપૂર્વક જાણીને ભાવ એટલે એકાગ્ર મનવાળી થઈને આગળ કહ્યા પ્રમાણે ન કહેલ જીવના ભાવને કરે. શું કરે? અંતરકાળને અનુગ એટલે વ્યાખ્યા કરે, આનું તાત્પર્ય આ પ્રમાણે છે કેઈક ભવમાંથી બીજા ભવમાં જવારૂપ અને કઈક ભાવમાંથી બીજા ભાવમાં જવા રૂપ પરવૃત્તિ એટલે કાળે થાય છે તે પરાવૃત્તિને કાળ વિભાગ જાણી ને ઉપલક્ષણથી વેશ્યા, વેદ, કષાય, જ્ઞાન, દર્શન વગેરેની પરાવૃત્તિને પણ કાળ સ્વરૂપ આગમાનુસારે જાણું આગળ ન કહેલ પદાર્થોને પણ ઉપર કહ્યા પ્રમાણે સિદ્ધાંતથી પરિકર્મિત બુદ્ધિવાળા એ અંતરને એટલે વિરડકાળની વ્યાખ્યા કરવી. (૨૬૩)
આ પ્રમાણે જેને આશ્રયી અંતરકાળ વિચાર્યું હવે તેના વિપક્ષ રૂપે અને અંતરકાળ વિચારે છે.
परमाणु दवाणं दुपएसाईणमेव खंधाणं ।
समओ अणंतकालोति अंतर नत्थि सेसाणं ॥२६४॥ ગાથાર્થ : દ્ધિપ્રદેશ વગેરે ધ રુપ દ્રવ્યો અને પરમાણુને જઘન્ય અંતરકાળ એક
સમય અને ઉત્કૃષ્ટથી અનંતકાળ છે બાકીના દ્રસ્થાને અનનકાળ નથી (ર૬૪) ટીકાર્યું : એક એક છૂટા પડેલ પુદ્ગલરૂપ પરમાણુ દ્રવ્યને જઘન્યથી અંતરકાળ એક સમય છે. ઉત્કૃષ્ટથી અસંખ્યાતા કાળ છે આનું તાત્પર્ય આ છે જ્યારે એક પરમાણુ કઈક બીજા પરમાણુ કે ઢયણુક, વ્યણુક વગેરે દ્રવ્ય સાથે એક સમય જોડાઈને ફરી જી ૩૯