SearchBrowseAboutContactDonate
Page Preview
Page 323
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - - = = = = = = - - - પદ છામાલ ગાથાર્થ : સનતકુમાર વગેરે દેવલોકમાં અનુક્રમે વિદિવસ અને વીસમુદત, બાલિમ દશમુહૂર્ત, સાડીબાવીસ દિવસ, પિસ્તાલીસ દિવસ, એસી દિવસ અને સે દિવસ જાણવા. (૫૫) નવમા અને દશમા દેવલોકમાં સંખ્યાતા માસ, ૧૧ મા અને ૧૨મા દેવલોક સંખ્યાતા વર્ષ, પહેલા વેયક ત્રિકમાં સેંકડે વર્ષ, બીજા ત્રિકમાં હજારવર્ષ, ત્રીજા ત્રિકમાં લાખ વર્ષ અને પાંચ અનુત્તરમાં પાપમને અસંખ્યાત ભાગ. (૨૫૬) ટીકાર્થ : ભવનપતિ, વ્યંતર, તિષકમાં અને સૌધર્મ ઈશાનમાં તિર્યંચ મનુષ્યગતિના જીવો સતત ઉત્પન્ન થાય છે. પરંતુ કેઈક વખત વિરહ પણ પડે છે તે વિરહ કેટલા કાળને થાય છે. તે કહે છે, જઘન્યથી એક સમયને અને ઉત્કૃષ્ટથી વીસ મુહૂર્તને વિરહ કાળ હોય છે. આ અહીં કહ્યું હવા છતાં પણ સિદ્ધાંતમાં પ્રતિપાદન કર્યું હોવાથી જાતે પણ જાણવું કહ્યું છે કે, “હે ભગવંત! અસુરકુમારને ઉપપાતને વિરહળળ કેટલો કહ્યો છે? હે ગૌતમ! જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી વીસ મુહર્ત એ પ્રમાણે સ્વનિતકુમાર સુધી તથા વાણુતર, જ્યોતિષીઓ, સૌધર્મ ઈશાન દેવલેક સુધી જાણવું.” સનતકુમાર કલ્પમાં તિર્થ"ચ-મનુષ્ય ગતિના જીવોને જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી નવ દિવસ અને વીસ મુહૂર્તને ઉત્પાદને વિરડકાળ છે. બધે ઠેકાણે જઘન્યથી એક સમયને વિરહ કાળ જાણવો. ઉત્કૃષ્ટથી અંતરકાળ કહે છે. મહેન્દ્ર દેવલેકમાં બાર દિવસ અને દશમુહૂર્તને ઉત્કૃષ્ટથી ઉપપાતને અંતરકાળ છે. બ્રહ્મ દેવલોકમાં સાડીબાવીસ દિવસ, લતકમાં પીસ્તાલીસ દિવસ, મહાશુકમાં એંસી દિવસ, સડસારમાં સે દિવસ, આનત પ્રાણતમાં સંખ્યાતામાસે, પરંતુ ૧ વર્ષના પહેલાના જાણવા, આરણઅષ્ણુતમાં સે વર્ષના પહેલાના સંખ્યાતા વર્ષે, નીચેના વૈવેયેક ત્રિકમાં હજાર પહેલાના સેંકડે વર્ષ, બીજા રૈવેયકમાં ત્રિકમાં લાખ વર્ષ પહેલાના હજારે વર્ષ, ત્રીજા કૈવેયક ત્રિકમાં સંખ્યાતા લાખ વર્ષ ઉત્કૃષ્ટથી ઉપપાતનું અંતર જાણવું. પાંચે અનુત્તર વિમાનોમાં મનુષ્યગતિમાંથી ઉત્પન્ન થનાર જીવોને ઉત્પાદ જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી પલ્યોપમને અસંખ્યાતમા ભાગનું અંતર થાય છે. આમ પાંચે અનુત્તરોમાં અહીં સામાન્યથી એક સરખું અંતર સ્વરૂપ કહ્યું. પરંતુ સિદ્ધાંતમાં વિશેષથી આ પ્રમાણે કહ્યું છે. વિજય, જયન્ત, જયંત, અપરાજિત દેવોને “હે ભગવત ! ઉપપત વડે કેટલા કાળને વિરહ કહ્યો છે? હે ગૌતમ? જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી અસંખ્યાતકાળ. એમ સર્વાર્થસિદ્ધ દેવોને હે ભગવંત! ઉપપત વડે કેટલે વિરહકાળ હોય? હે ગૌતમ! જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી પ૫મને અસંખ્યાત ભાગ તત્વ કેવલી
SR No.005751
Book TitleJivsamas
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year1986
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy