________________
૨૯૫
અંતરદ્વાર જ છે. સર્વાર્થસિદ્ધ છોડીને ચાર અનુત્તર વિમાન દેવોનું ઉત્કૃષ્ટ અંતરકાળ ગ્રંથકાર જાતે જ કહે છે. વિજય વગેરે ચાર અનુત્તર વિમાનમાંથી ચ્યવીને મનુષ્યમાં ઉત્પન્ન થયેલ દેવ મનુષ્યમાં ભમીને મોક્ષને ન મેળવેલ એવો બે સાગરેપમ પ્રમાણુ ઉત્કૃષ્ટકાળ પછી ફરીથી વિજય વગેરે વિમાનેમાં ઉત્પન્ન થાય છે.
સર્વાર્થસિદ્ધ વિમાનમાં અંતરને વિચાર જ નથી. કેમકે ત્યાંથી વેલ તે જ ભવમાં અવશ્ય મુકિતમાં જાય છે. આ અંતરકાળ આ ગ્રંથકારના મતે છે.
વ્યાખ્યા પ્રજ્ઞપ્તિમાં તે ભવનપતિ વગેરેથી લઈ સહસ્ત્રાર સુધીના દેશમાંથી ચવીને કઈક જીવ અહીં તિર્યમાં ઉત્પન્ન થઈ અંતમું જીવીને ફરી પિતાના દેવસ્થાનમાં ઉત્પન્ન થનારને જઘન્યથી અંતર્મુહૂર્તનું અંતર કહ્યું છે. જે મનુષ્ય જઘન્યથી અંગુલપૃથકત્વની અવગાહનાવાળા માસપૃથત્વ પ્રમાણ આયુષ્યવાળા હોય તેઓ જ ઈશાન સુધીના દેમાં ઉત્પન્ન થાય છે. એનાથી ઓછી અવગાહન કે આયુવાળા ઉત્પન્ન થતા નથી. જે સનત્કુમારથી અનુત્તરવિમાન સુધીના દેવેમાં ઉત્પન્ન થનારા મનુષ્ય જઘન્યથી હસ્તપૃથત્વ અવગાહનાવાળા અને વર્ષ પૃથક્ત્વના આયુવાળા જ ઉત્પન્ન થાય છે. એનાથી ઓછા આયુવાળા નહીં, આથી જ તિર્યંચને આશ્રયી સહસાર સુધીના દેવમાં જઘન્યથી અંતમુહૂર્ત અંતર ત્યાં આગળ કહ્યું છે. આનતથી અનુત્તરવિમાન સુધીના દેવમાંથી આવેલા દેવે મનુષ્ય જ થાય છે, અને મનુષ્ય જ તે દેવેમાં ઉત્પન્ન થાય છે. આથી આનત વગેરેથી અનુત્તરવિમાન સુધીના દેવોમાંથી અવીને અહીં વર્ષ પૃથત્વ જીવી ફરી પોતાના જ દેવસ્થાનમાં ઉત્પન્ન થનાર મનુષ્યને આશ્રયી ભગવતીસૂત્રમાં જઘન્યથી વર્ષ પૃથત્વનું અંતર કહ્યું છે. આ પ્રમાણે ભગવતીમાં જણાવેલ અભિપ્રાય મુજબ સહસ્ત્રાર સુધીના દેવા માં જઘન્યથી અંતર્મુહૂત તેનું અંતરકાળ છે. અને તે પછી આના વગેરેમાં 'સર્વ સામાન્ય પણે દરેક સ્થાને વર્ષ પૃથક્વનું અંતરકાળ છે. આ ગ્રંથમાં તે કઈક દેવલોકમાં અંતમુહૂર્ત, કેઈકમાં નવદિવસ, કેઈકમાં માસપૃથત્વ કેઈકમાં વર્ષ પૃથત્વને અંતરકાળ કહ્યો છે. તેમાં કાંઈ સમજણ પડતી નથી. કારણ કે તે અંતર કેવલી ગમ્ય હોવાથી. (૨૫૪)
હવે દેવગતિમાં જ દેવોને ઉપપાત અને ઉદ્વર્તનાને વિરહકાળનું અંતર કહે છે.
नवदिण वीसमुहुत्ता वारस दिण दस मुहुत्तया हुंति । अधं तह बावीसा पणयाल असीइ दिवससय ॥२५५॥ संखेज मास वासा सया सहस्साय सयसहस्सा य । दुसु दुसु तिसु तिसु पंचसु अणुत्तर पल्लऽसंखइमा ॥२५६॥