________________
અતરર
જાણે. અહીં જે દેવલોકમાં જેટલું ઉત્પાદન અંતરકાળ કહો તેટલું જ અંતર કોઈપણ જાતની વિશેષતા વગર આગળ કહેલા સ્વરૂપવાળી ઉદ્વર્તનને પણ જાણવું.
સિદ્ધગતિમાં સિદ્ધને ઉત્પાદને જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી છ મહિનાને વિરડકાળ જાતે જ જાણી લેવે કહ્યું છે કે, “હે ભગવંત! સિદ્ધોને સિદ્ધપણા વડે કેટલા કાળને વિરહ કહ્યો છે? હે ગૌતમ! જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી છ મહિના ઉદ્વર્તનને વિરહકાળ સિદ્ધગતિમાં કહેવો નહીં, કારણ કે ત્યાં મરણને અભાવ છે. (૨૫-૨૫૬)
એ પ્રમાણે નારક વગેરે ગતિ આશ્રયી જીવોને અંતરકાળ બતાવ્યું. હવે ગુણઠાણા રૂપ જીવસમાસોને બતાવે છે.
मिच्छस्स उयहिनामा बे बावही परं तु देसूणा ।
सम्मत्तमणुगयस्स य पुग्गलपरियट्ट . मदधूणं ॥२५७॥ ગાથાર્થ - મિથ્યાત્વને બે છાસઠ સાગરેપમ અને શાન મુહૂર્તને આ સામેના
ગુણઠાણાનો અંતરકાળ કંઈક ઉણુ અર્ધ પુદ્ગલ પરાવર્તાકાળ ઉત્કૃષ્ટ અંતર
જાણવું (ર૭) ટીમર્થ : જેણે મિથ્યાત્વનો ત્યાગ કર્યો છે એવા મિથ્યાદ્રષ્ટિને ફરી મિથ્યાત્વ પ્રાપ્તિમાં ઉત્કૃષ્ટ અંતર કેટલું હોય છે તે કહે છે બે છાસઠ સાગરેપમ (
૧ર) અને દેશોન મુહૂર્ત એટલે અંતર્મહતું પ્રમાણ જાણવું. અહીં 7 શબ્દ અને અર્થમાં લે છે. અને ભિનકમમાં જે. કર્મ પ્રકૃત્તિની ચૂર્ણમાં કહ્યું છે કે “કેઈક મિથ્યાત્વમાંથી સમક્તિમાં ગયે હેય અને છાસઠ સાગરેપમ સમ્યકત્વકાળને ભેગવે. તે પછી અંતમુહર્ત મિશ્રપણાને પામે પછી સમ્યક્ત્વને સ્વીકારી છાસઠ સાગરોપમ સુધી પાલન કરે. તે પછી સિદ્ધ થાય કે મિથ્યાત્વને સ્વીકાર કરે. આમ ઉત્કૃષ્ટથી અંતમુહૂર્ત અધિક બે છાસઠ સાગરેપમ મિથ્યાત્વને અંતરકાળ થાય છે.”
પંચસંગ્રહમાં પણ જીવસમાસ દ્વારમાં ટીકાકારે કહ્યું છે કે, “કેઈક મિથ્યાત્વી સમ્યક્ત્વગુણને સ્વીકારી છાસઠ સાગરેપમ સુધી રહે છે તે પછી સમ્યક્ત્વગુણ મિએ અંતમુહૂર્ત રહી ફરી સમ્યક્ત્વને પામે છે તેમાં છાસઠ સાગરેપમ રહી જે હજુ પણ મિક્ષ ન પામે તે તે જરૂર મિથ્યાત્વને પામે છે,” આ ઉત્કૃષ્ટથી મિથ્યાત્વનું અંતર કાર્મગ્રંથિક અભિપ્રાચે છે. સિદ્ધાંતના મતે તે સમ્યક્ત્વથી મિશગમન આગળ જ નિષેધ કર્યો છે. બીજા આચાર્યો તે મિથ્યાત્વનું ઉત્કૃષ્ટ અંતર અંતર્મુહૂર્ત ન્યૂન બે છાસઠ સાગરેપમાને છે એમ વ્યાખ્યા કરે છે. તે બરાબર લાગતું નથી કારણ બીજા ગ્રંથે સાથે વિરોધ આવે છે. , 'જી. ૩૮