________________
અંતરદ્વાર
૧૪૮ વિશેષરૂપ મરક પૃથ્વીઓમાં ન હોય તે સામાન્ય રૂપ નરકગતિમાં બારમુહૂતને વિરહકાળ કેવી રીતે હોઈ શકશે? જે રેતીના કણીયારૂપ વિશેષમાં તેલ નથી હોતું તે સામાન્યરૂપ રેતીના ઢગલામાં શી રીતે હેઈ શકે ?
ઉ. : તમે જે કહ્યું તે બરાબર નથી. સર્વ નરકગતિમાં સાતે નરક પૃથ્વીને સમૂહ હોય
છે. તેથી તે દરેકમાં જે કાળ ન હોવા છતાં પણ સમુદાયની અપેક્ષાએ બાર મુહૂર્તને વિરહકાળ નગરના દ્રષ્ટાંતથી હોય છે. તે આ પ્રમાણે -કેઈક નગરમાં સાત મેટા મહોલ્લા છે તેમાં એક મહોલ્લામાં જઘન્યથી એક સમયે અને ઉત્કૃષ્ટથી ચોવીસ મુહૂર્ત વીત્યા પછી કોઈ પણ સ્ત્રી જરૂરથી એક પુત્રને જન્મ આપે છે, બીજા મહેલલામાં સાત દિવસે, ત્રીજા મહેલલામાં પંદર દિવસે, એમ સાતમા મહિલ્લામાં જઘન્યથી એક સમયે અને ઉત્કૃષ્ટથી છ મહિના પછી જરૂર કોઈ પણ સ્ત્રી બાળકને જન્મ આપે છે. એ પ્રમાણે હોવાથી જે એક મહેલ લામાં ઉત્કૃષ્ટ સ્થિતિએ બાળક જન્મ્યા હોય તે બીજા કેઈકે મહોલ્લામાં જઘન્ય સ્થિતિએ પણ જનમે. વળી ત્રીજા કેઈક મહિલામાં મધ્યમસ્થિતિએ પણ બાળક જન્મે, એ પ્રમાણે સમસ્ત મહેલાની અપેક્ષાએ જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી બારમુહૂર્તમાં કઈ પણ સ્ત્રી બાળકને જન્મ આપે છે. એ પ્રમાણે નરકગતિમાં પણ વિચારવું પણ જે વિશેષમાં ન હોય તે સમુદાયમાં ન જ હેય, એમ ન માનવું. જેમ દરેક તંતુમાં વસ્ત્ર નથી દેખાતું પણ તે તંતુઓના સમુદાયમાં તે વસ દેખાય છે. અહીં ઘણું કહેવા જેવું છે પણ કહેતા નથી. કેમકે તે બીજા ગ્રંથમાંથી પણ જાણી શકાય તેમ છે.
હવે તિર્યંચગતિ અને મનુષ્યગતિ એમ બે ગતિને આશ્રયીને અંતરકાળ કહે છે. તિર્યંચ ગતિમાં સામાન્યથી, બાકીની ગતિમાંથી ઉત્પન્ન થનારા જીવન ઉપપાત થવાને કાળ જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી બાર મુહૂર્ત પ્રમાણનું અંતર જાણવું એ પ્રમાણે મનુષ્યગતિમાં જાણવું. કહ્યું છે કે :- “હે ભગવંત! તિર્યંચ ગતિ કેટલાકાળ સુધી ઉપપાત વિરહિત પણ હોય છે? હે મૈતમ! જઘન્યથી એક સમય ઉત્કૃષ્ટથી બાર મુહૂર્ત. એ પ્રમાણે મનુષ્યગતિ પણ.” વિશેષ વિચારણામાં તિર્યંચગતિમાં પંચેન્દ્રિય સંજ્ઞી ગર્ભજ અને પરચેદ્રિય અસંશી સમૂર્ણિમ હોય છે. મનુષ્યગતિમાં પણ ગર્ભજ સંજ્ઞી અને અસંજ્ઞા સંમૂર્ણિમ હોય છે. ગર્ભજ પંચેંદ્રિય તિર્યમાં અને ગર્ભજ મનુષ્યમાં બીજ ગતિથી આવીને ઉત્પન્ન થનાર છોને ઉત્પાદનો જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી બારમુહૂર્તને દરેકને અંતરકાળ જાણ. સમૂર્ણિમ પંચેદ્રિય તિર્યમાં જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્તનું અંતરકાળ હોય છે. સંમૂર્છાિમ મનુષ્યમાં અંતરકાળ જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી ચોવીશ મુહૂર્તને અંતરકાળ