________________
અંતર અભાવકાળ
ટીકાર્થ : જ્યારે દરેક સમયે જઘન્યથી એક વગેરે અને ઉત્કૃષ્ટથી બત્રીસ સિદ્ધ થાય તે સતત આઠ સમય સિદ્ધ થવાને કાળ થાય છે. જ્યારે તેત્રીસથી લઈ અડતાલીસ સુધી દરેક સમયે સિદ્ધ થાય તે સાત સમય સુધી થાય છે. જ્યારે ઓગણપચાસથી લઈ સાઠ સુધી સિદ્ધ થાય તે છે સમય સુધી, જ્યારે એકસઠથી લઈ તેર સુધી સિદ્ધ થાય તે પાંચ સમય સુધી, જયારે તેતેરથી લઈ ચર્યાસી સુધી સિદ્ધ થાય તે ચાર સમય સુધી, જ્યારે પંચ્યાએંશી લઈ છનું સુધી સિદ્ધ થાય તે ત્રણ સમય સુધી જ્યારે સત્તાથી લઈ એકસેબે સુધી સિદ્ધ થાય તે બે સમય સુધી, જ્યારે જધન્ય વગેરેમાં એક ત્રણ વગેરે, અને ઉત્કૃષ્ટથી એક સમયમાં એક આઠ એકી સાથે સિદ્ધ થાય ત્યારે તે એક જ સમયે જેને સિદ્ધ પ્રાપ્તિનો કાલે છે. તે પછી જરૂર સમય વગેરેને અંતરને સંભવ છે. એ સર્વ વાત પહેલા પણ કહી ગયા છીએ છતાં પણ શિષ્યના અનુગ્રહ માટે ફરી ફરી વાર કહ્યું છે આ પ્રમાણે સિદ્ધોની નિરંતર સિદ્ધિ આઠ સમય સુધીની બત્રીસ સુધીના છની જ હોય છે. અહીં પણ આજ વાતને નિર્દેશ છે. જે તેત્રીસ વગેરેથી અડતાલીસ વગેરે સુધીના સાત વગેરે સમય પર્વતની નિરંતર સિદ્ધિ કહીં છે તે પ્રસંગોપાત કહી છે. આ ગાથામાં બત્રીસ વગેરે ઉત્કૃષ્ટપદે સિદ્ધ થનારની જ સંખ્યા લીધી છે. જઘન્ય સંખ્યા તે સ્વયં જાણી લેવી. આઠ વગેરે સમયને સંગ્રહ આ ગાથાથી જાણવે.
'अट्ठय सत्तय छप्पय चेव चत्तारि तिन्नि दो एक ।
बत्तीसाइ पएसु समया भणिया जहास ख ॥१॥ આઠ, સાત, છ, પાંચ, ચાર, ત્રણ, બે, એક સમયને પક્ષ કહ્યા જ નથી અને આઠ વગેરે સમયમાં યથાનુક્રમે જે બત્રીસ વગેરે આઠ પદો કહ્યા છે તે આ ગાથાથી સંગ્રહીત થયા છે જઘન્ય વગેરે પદે તે આઠે સમયમાં એક, બે વગેરે રૂપે સિદ્ધ થાય છે તે સહેલાઈથી જાણી શકાય છે. વધુ વિસ્તારથી સર્યું. આ ગાથા પ્રક્ષેપ છે પૂર્વના ટીકાકારેએ એની કઈ સાક્ષાત્ વ્યાખ્યા કરી નથી. અને ગ્રંથની બીજી પ્રતમાં પણ દેખાતી નથી. ફક્ત સંગ્રડની ઈચ્છાવાળાને ઉપયોગી હોવાથી એની વ્યાખ્યા કરી છે. (ર૪૯)
આ પ્રમાણે જે જીવસ્થાનકમાં જેટલા કાળ સુધી ઉપપાતુ અને ઉદ્વર્તનનું અંતર નથી હતું તે કાળ અહીં બતાવ્યું છે. હવે નરક વગેરે ગતિઓમાં ઉત્પાદ અને ઉદ્વર્તનને જેટલું અંતરકાળ સંભવે છે. તે બતાવે છે.