________________
-
સિધ્ધને ઉત્કૃષ્ટથી સતત ઉપપત આઠ સમય સુધી હોય છે. એમની ઉદ્વર્તના હેતી નથી. કારણકે સિધુત્વ ભાવ હોવાના કારણે અપુનરાવર્તન હોય છે. સિદ્ધોની આઠ સમય સુધી સતત ઉત્પત્તિ ત્યારે જ હેય છે જ્યારે પહેલા સમયે એક, બે થી લઈ વધુમાં વધુ બત્રીસ સિદ્ધ થાય, એમ બીજા સમયે પણ એક, બે થી બત્રીસ સુધી ઉત્કૃષ્ટ પણે સિદ્ધ થાય, એમ ત્રીજા સમયે, ચેથા સમયે પણ, યાવત્ આઠમા સમયે પણ એક, બે થી ઉત્કૃષ્ટ બત્રીસ સિદ્ધ થાય છે. જઘન્યથી તેત્રીસથી લઈ ઉત્કૃષ્ટથી અડતાલીશ સુધી દરેક સમયે છ સિદ્ધ થાય તે ઉત્કૃષ્ટપણે સાત સમય સુધી જ થાય છે. તે પછી નહીં, એક સમય વગેરેને આંતરે પડે છે જે જઘન્યથી ઓગણપચાસ લઈ ઉત્કૃષ્ટપણે સાઠ સુધી જીવે દરેક સમયે સિદ્ધ થાય તે ઉત્કૃષ્ટથી છ સમય સુધી જ સિદ્ધરૂપ પર્યાયની સતત ઉત્પત્તિ પ્રાસથાય છે. તે પછી નહીં, અંતર પડવાનો સંભવ છે જ્યારે એકસઠથી લઈ બેત્તર સુધી દરેક સમયે સતત સિદ્ધ થાય તે ઉત્કૃષ્ટથી પાંચ સમય સુધી જ સતત " ઉપપાત હોય છે તે પછી અંતર પડે છે માટે તેતેરથી લઈ ચર્યાસી સુધી દરેક સમયે જી સિદ્ધ થાય તે ઉત્કૃષ્ટથી ચાર સમય સુધી સતત સિદ્ધ થવાય. પંપાશી થી લઈ છનું, સુધી સિદ્ધ થાય તે ત્રણ સમય સુધી જ સતત સિદ્ધ થાય છે. સત્તાણુથી એક બે સુધી સિદ્ધ થાય તે બે સમય સુધી જ સિદ્ધ હોય છે, જ્યારે એકસે ત્રણ થી લઈ એક આઠ સુધી ઉત્કૃષ્ટપણે સિદ્ધ થાય તે એક સમય સુધી જ સિદ્ધ થાય છે તે પછી સમય વગેરેનું અંતર પડે છે.
બીજા આચાર્યો આ પ્રમાણે વ્યાખ્યા કરે છે. પહેલા સમયે જઘન્યથી એક સિદ્ધ થાય અને ઉત્કૃષ્ટથી બત્રીસ, બીજા સમયે જઘન્યથી એક અને ઉત્કૃષ્ટથી અડતાલીસ, એમ ત્રીજા સમયે ઉત્કૃષ્ટથી સાઠ, ચોથા સમયે ઉત્કૃષ્ટથી બેતેર, પાંચમાં સમયે ચોર્યાસી, છઠ્ઠા સમયે છ નુ સાતમા સમયે એકસો બે, આઠમા સમયે જઘન્યથી એક, બે થી લઈ ઉત્કૃષ્ટપણે એક આઠ સિદ્ધ થાય છે. આ પ્રમાણે છે દરેક સમયે સતત સિદ્ધ થાય તે ઉત્કૃષ્ટથી આઠ સમય સુધી થાય છે.
આ વ્યાખ્યા પ્રજ્ઞાપન વગેરે ગ્રંથે સાથે સુસંગત નથી માટે નિરર્થક છે એમ બહુશ્રુતે માને છે.
હવે ઉપર કહેલ જ બત્રીસ વગેરે ઉત્કૃષ્ટ સિદ્ધપદની સંગ્રહગાથા કહે છે. बत्तीसा अडयाला सही बावत्तरी य बोधव्वा ।
चुलसीई छण्णवइ दुरठिय अठुत्तर सयं च ॥२४९॥ ગાથાર્થ બત્રીસ, અડતાલીસ, સાક, બેતેર, ચોર્યાસી, છજુ, એકસો બે, અને એકસો આઠ
એમ ઉત્કૃષ્ટ પદે આઠ સમયમાં સિદ્ધ થાય છે. (૨૪)