________________
જીવસમાસ
ગુણ પર્યાયથી રહિત એવા જીવની વિવક્ષા કરાય તે દ્રવ્યજીવ, અથવા અનુપયોગી જીવ તે દ્રવ્યજીવ અનુપયોનો થમ એવા પ્રકારનું શાસ્ત્રવચન હોવાથી. જેમકે ઔદારિક વગેરે શરીર દ્રવ્યની સાથે જીવનુ એકબીજાની અંદર વ્યાપકતાના કારણે દ્રવ્યની મુખ્યતા વડે વિવક્ષા કરાતી હાવાથી દ્રવ્ય સ્વરૂપ જીવ દ્રવ્યજીવ, જેમ ભાગીપુરુષને ભ્રુગપુરૂષ કહેવાય છે તેમ ઔદારિક વગેરે પુદ્ગલવાળા શરીરધારી જીવ પણ દ્રવ્યજીવ કહેવાય છે. ઔદિચક વગેરે ભાવસહિત જ્ઞાનાદિ ગુણુ ચુક્ત જે જીવ તે ભાવજીવ. અહિં કહ્યું છે કે—
जत्थ य ज जाणिज्जा निक्खेवं निक्खवे निखसे । जत्य वि य न जाणिण्जा चउक्कय निक्खिवे तत्थ ॥
"
જ્યાં આગળ જેટલા નિક્ષેપા નિક્ષેપી શકાય (ત્યાં) તેટલા સવ નિંક્ષેપા જાણવા. (કરવા) જ્યાં આગળ વિશેષ નિક્ષેપા ન જણાય (ક્રરાય) ત્યાં ચાર નિક્ષેપા તા કરવા જ. આ વચનથી વસ્તુમાં નિક્ષેપાએ ઘણા પ્રકારે પણ સભવે છે, જેમકે નામ, સ્થાપના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભવ, ભાવ, એમ સાત પ્રકારે અવધિજ્ઞાનના નિક્ષેપા થાય છે.
નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભવ, ભાવ, પર્યાંય એમ લેક વિષયક આઠ પ્રકારે નિક્ષેપા થાય છે.
નામ, સ્થાપના, દ્રવ્ય, આધ, ભવ, તદ્ભવ, ભાગ,‘સયમ, યશકીતિ, જીવિત એમ દસ પ્રકારે પણ નિક્ષેપા થાય છે.
જ્યાં મતિદુ લતા વગેરે કારણોથી ઘણા પ્રકારના નિક્ષેપા ન જણાય તે ત્યાં આગળ પણુ નામ, સ્થાપના દ્રવ્ય, અને ભાવરૂપ ચાર નિક્ષેપા કરવા જ. કારણ કે તે દરેક જગ્યાએ વ્યાપક તથા સુપ્રસિદ્ધ છે. તેથી અહિં પણ ચાર નિક્ષેપા જ બતાવ્યા.
હવે ઘણા પ્રકારના નિક્ષેપા બતાવવા માટે ગાથાનુ ઉત્તરપદ કહે છે, કાઈક પદ્મામાં ઘણા પ્રકારના યથાયોગ્ય પાંચ, છ, સાત પ્રકારે પણ નિક્ષેપા કરવા. કેવી રીતે કરવા ? નિક્ષેપ કરવા યોગ્ય પદાર્થને આશ્રયીને આધાર, ક્ષેત્ર, કાળ વગેરે નિક્ષેપા કરવા. પ્રસ્તુત વિષયમાં ક્ષેત્ર પર્યાય પ્રધાન જીત્ર તે ક્ષેત્રનીવ, આયુષ્ય વગેરેથી જ્ઞાનીય, ચક્રવતી વગેરે મોનનીય, ગણધર વગેરે સુચમનોવ, વગેરે પોતાની બુદ્ધિવડે કહેવા....(૩) જીવસમાસેાની નિક્ષેપ દ્વાર વડે કરી વ્યાખ્યા કહી, નિરુક્તિ તેા નીતિનીવિષ્યતિ વગેરે વડે આગળ ખતાવી છે. હવે છ અનુયાગ દ્વાર બતાવતા કહે છે.
किं, कस्स, केण कत्थ व केवचिरं कइ विहो उ भावोत्ति छह अणुओगदारेहिं सव्वभावाऽणुगंतव्वा ॥४॥ ગાથા—શું? કોણે ? શેના વડે ? કયાં આગળ? કેટલા વખત ? કેટલા પ્રકારના ભાવે? આ પ્રમાણે છ અનુયોગ દ્વારો વડે સ` જીવાતિભાવા જાણવા.. (૪)