SearchBrowseAboutContactDonate
Page Preview
Page 309
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૨ જીવસમાસ પછી નરક, તિર્યંચ, દેવ, નર રૂપ સંસારી ચાર ગતિઓમાં તેમજ સંસારી ચાર ગતિ સિવાય સિદ્ધગતિમાં પણ જાય છે. પંચેંદ્રિય તિર્યંચ સંજ્ઞી અને અસંજ્ઞી એમ બે પ્રકારે છે. તેમાં સંઘની પંચેન્દ્રિય નરક તિર્યંચ, મનુષ્ય અને દેવગતિ રૂપ ચારે ગતિમાં ઉત્પન્ન થાય છે. ફક્ત દેવગતિમાં એમની જે વિશેષતા છે. તે કહે છે, સંજ્ઞા પચેંદ્રિય તિર્ય દેવગતિમાં ભવનપતિ, વ્યંતર, તિષિએમાં સર્વ સ્થાને ઉત્પન્ન થાય છે. પરંતુ વૈમાનિકેમાં આઠમા સહસ્ત્રાર દેવલોક સુધી જ ઉત્પન્ન થાય છે. આગળ આનત વગેરે દેવલેકમાં ઉત્પન્ન થતા નથી. કારણ કે તેવા પ્રકારની યોગ્યતાને અભાવ હોવાથી. અસંજ્ઞી પંચેંદ્રિય તિર્યંચ પણ નરક વગેરે ચારે ગતિમાં ઉત્પન થાય છે. ફક્ત નરક અને દેવગતિમાં ઉત્પન્ન થવામાં જે એમની વિશેષતા છે, તે કહે છે, જેમને સંપૂર્ણ પાંચે ઈદિયે છે તે સક્રિય અણી પંચેન્દ્રિય સંમૂર્ણિમ તિર્યંચે નારકમાં ઉત્પન્ન થાય થાય તે ધર્મા નામની પહેલી નરકમાં જ ઉત્પન્ન થાય છે. પણ બીજી વગેરે નરકમૃથ્વીઓમાં ઉત્પન્ન થતા નથી. પહેલી નરકમાં પણ ઉત્કૃષ્ટથી પપના અસખ્યાતમાં ભાગ પ્રમાણ આયુષ્યમાં જે ઉત્પન્ન થાય છે અધિક આયુમાં નહિં. દેવગતિમાં પણ ભવનપતિ અને વ્યંતરમાં જ ઉત્પન્ન થાય છે. પણ જ્યોતિષી કે વૈમાનિકમાં નહીં, તેમાં પણ આગળની જેમ પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ આયુષ્યમાં જ ઉત્પન્ન થાય છે પણ વધારેમાં નહીં. (૨૪૮) . સંજ્ઞા અને અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યની ગતિ કહી. હવે બાકીના એકેદ્રિય વગેરે તિય ક્યાં ઉત્પન્ન થાય છે તે કહે છે. तिरिएसु तेऊवाऊ सेसतिरिक्खा य तिरिय मणुएसु । तमतमया सपलपसूमणुयगइ आणयाइया ॥२४५॥ ગાથાર્થ : તેઉકાય અને વાયુકાય, (એકેન્દ્રિય તિર્યંચો). તિયમાં જ ઉત્પન્ન થાય. બાકીના તિય તિર્યંચ અને મનુષ્યમાં, તમાતમા નારકના નારકે પરોઢિય તિર્યંચમાં અને આનત વગેરે દે મનુષ્યો તિર્યંચામાં ઉત્પન્ન થાય (૨૪૫ ટીકાથી તેઉકાય, વાયુકાય અને એકેદિય તિય ચામાં જ ઉત્પન્ન થાય છે પણ બીજી ગતિમાં ઉત્પન થતા નથી. અનિકાય અને વાયુકાયની એક તિર્યંચગતિ જ ઉત્પત્તિનું સ્થાન છે. બાકી દેવ, નારક મનુષ્ય રૂ૫ ત્રણ ગતિમાં મેં જી ઉત્પન્ન થતા જ નથી. ઉપર કહ્યા સિવાયના બાકી રહેલ, પૃથ્વીકાય, અપૂકાય, વનસ્પતિકાય રૂપ એકેદ્ધિ તથા ઈદ્રિય, તેઈદ્રિય, અને ચઉરિંદ્રિ રૂપ વિકલેંદ્રિયે તિર્યંચ અને મનુષ્યમાં જ ઉત્પન્ન થાય છે. પણ દેવ નારકમાં ઉત્પન્ન થતા નથી.
SR No.005751
Book TitleJivsamas
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year1986
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy