________________
વિભાગ છઠ્ઠો
અંતરદ્વાર પ્રકરણ ૧ લું
ઉપપાતસ્થાન હવે “સંતાપક્ષના ગાળામાં જણાવેલ અંતર લક્ષણ રૂપ છડું દ્વાર કહે છે જે અહીં દ્વારમાં કહેવાનું છે. તેની પ્રતિજ્ઞા કરવા માટે અંતરના સ્વરૂપને કહે છે.
जस्स गमो जस्स भवे जेण य भावेण विरहिओ वसइ ।
जाव न उवेइ भावो सो चेव तमंतरं हवइ ॥२४३॥ ગાથાર્થ : જેની જે ભવમાં ઉત્પત્તિ થઈ હોય અને જે ભાવ વડે વિરહિત થઈ ત્યાં
રહે છે તે જ જ્યાં સુધી તે ભાવને ફરી ન પામે તે તેનું અંતર કહેવાય. ટીકાર્થ : જે મરેલા મનુષ્ય વગેરેને બીજા ભવમાં જતા જે નરકગતિ કે તિર્યંચગતિ વગેરેમાં ગમન એટલે ઉત્પત્તિ છે તે અહિં આ દ્વારમાં કહેવાશે, અને એનું અંતર સ્વરૂપ પણ કહેવાશે. તે અંતર એટલે શું? જે જીવ વડે પૂર્વમાં અનુભવેલ નારક વગેરેના પર્યાયથી રહિત થઈ બીજા મનુષ્ય વગેરે પર્યાયમાં વસે અને પૂર્વમાં અનુભવેલ તે ભાવને ફરી જ્યાં સુધી ન પામે ત્યાં સુધી વચ્ચે જે કાંઈ અંતરાલ કાળ થાય છે તે અંતરકાળ કહેવાય છે. તેને અંતરકાળ જાણવે. જેમ કેઈક જીવ નાક પર્યાયને અનુભવી ત્યાંથી નિકળીને નારકપર્યાય રહિત અનtતકાળ મનુષ્ય વગેરે પર્યામાં રહી તેના અંતે મોક્ષને પ્રાપ્ત ન કરેલ હોવાથી તે જીવને નારકપર્યાય જરૂર થાય છે. તે જીવને નરકગતિ સિવાય બીજે ફરતા જે તેને કાળ થયે તે તે રૂપ તેને અંતરકાળ જાણે. ઉપલક્ષણથી અહીં ગતિ, ઉપપાત, વિરહ વગેરે રૂપ અંતર કહેવાશે. (૨૪૩)
અંતરકાળ કહેવામાં ઉપકારક હોવાથી, કયા જીવની કઈ ગતિમાં ઉત્પત્તિ છે તે અહિં કહેશે.
सव्वागइ नराणं सन्नि तिरिकखाण जा सहस्सारो ।
धम्माए भवणवंतर गच्छइ सयलिदिय असण्णी ॥२४४॥ ગાથાર્થ : મનુષ્યની પરલોકમાં સર્વગતિઓ હોય છે. સંજ્ઞી તિય સહસ્ત્રાર દેવક
* સુધી, અસંજ્ઞી પંચંદ્રિયની ધર્માનારક અને ભવનપતિ વ્યંતરમાં ગતિ છે.
ટીકાર્થ : મનુષ્યની પરલેક ગયે છતે બધીયે ગતિ થાય છે. તે મનુષ્ય મર્યા છે. ૩૬