________________
ગુણવિભાગ કાળ
૨૭૯ . तिणि अणाइ अर्णता तीयद्धा खलु अणाइया सेता ।
साइ अणंता एसो समओ पुण वट्टमाणद्वा ॥२४१॥ ગાથાર્થ : ત્રણ દ્રવ્યો અનાદિ અનંતકાળની સ્થિતિવંત છે. કાળદ્રવ્ય ત્રણ પ્રકારે છે.
તેમાં અનાદિસાંત, સાદિ અનંત, અને વર્તમાનકાળ સમય ૫ છે. (૨૧) ટીકાર્થ : ધર્માસ્તિકાય, અધર્માસિસકાય, આકાશાસ્તિકાય, કાળ અને પુદ્ગલો એમ પાંચ અજીદ્રવ્ય છે. એએમાં દ્રવ્યાર્થરૂપે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશસ્તિકાય રૂપે ત્રણે અજીવ દ્રવ્યનો આદિ અનંતકાળ છે. અનાદિ કાળથી તે દ્રવ્ય સામાન્ય રૂપે પ્રવૃત્ત થયેલા છે. ભવિષ્યકાળમાં કેઈક વખત પણ તેને વ્યવછેદ નથી કાળદ્રવ્ય સામાન્યથી આ જ યુક્તિ વડે અનાદિ અનંત જ છે. પણ વિશેષથી વિચારતા તેના ત્રણ ભેદે છે. ભૂતકાળ, ભવિષ્યકાળ અને વર્તમાનકાળ અદ્ધા શબ્દ સીલિંગને જણાવનાર કાળવાચી અવ્યય છે. તેથી અતિત એજ "અદ્ધા છે તે અતત અદ્ધા, એટલે ભૂતકાળ. તે અતીતકાળ રૂ૫ અતિ અદ્ધા જ અનાદિ સાંત છે. જેની આદિ એટલે શરૂઆત નથી તે અનાદિ.
જે અંત સાથે રહેલ છે તે સાંત એટલે જેને અંત હોય છે. તે, જણાવનારના જણાવવાના કાળની સમય મર્યાદાને સ્વીકારી અતીતકાલની અતીત અદ્ધાની મનાય છે. તેથી તે અતીત અદ્ધા અનાદિકાળથી ચાલી રહેલ હોવાના કારણે તેનું અનાદિપણું છે. અને વર્તમાન સમય સુધી જ તે હોવાથી તેનું સાન્તપણું છે.
વર્તમાન સમય પછી જ પ્રવર્તશે તે એષ્યકાળ. (ભવિષ્યકાળ) તે એષ્યઅદ્ધા સાદિ અનંતકાળની છે. કેમકે તે વર્તમાન સમય પછી તેની પ્રવૃત્તિ છે માટે સાદિપણું અને આગળ તેને અંત નથી માટે અનંતપણુ છે. એષ્યકાળ એટલે ભવિષ્યકાળ કહેવાય. પ્રજ્ઞાપકની પ્રરૂપણાની વિતે તે છે અપેક્ષા જે હમણું જ વર્તમાન એ જ અદ્ધા છે તે વર્તમાન અદ્ધા તે ફક્ત એક સમય રૂપ જ છે. વીતેલા સમયે અતીત અદ્ધામાં મળેલ છે અને આવનારા સમય એવ્ય અદ્ધામાં મળેલા છે માટે તે સિવાયને બાકી રહેલ એકજ સમયરૂપ વર્તમાન અદ્ધા કહેવાય છે. (૨૪૧)
હવે પુદ્ગલ રૂપ અને સ્થિતિકાળ કહે છે.
कालो परमाणुस्स य दुपएसाईणमेव खंधाणं । समओ जहण्णमियरो उस्सप्पिणीओ असंखेज्जा ॥२४२॥