________________
ગુણવિભાગ કાળ
૨૭૩ ત્રણ સમય ન્યૂન સુલકભવ ગ્રહણના કાળ રૂપ જ જાણવું. કેમકે અંતમ્ હૂર્તના અનેક ભેદ છે. માટે કોઈપણ જાતને વિરોધ નથી. કષા સામાન્યથી કષાય મોહનીયકર્મોદય રૂપ જ અહીં ગ્રહણ કરવા સામાન્યથી સકષાયીપણું ફક્ત કપાય શબ્દ રૂપે અહીં જાણવું. તે આગમમાં સ્થિતિકાળની અપેક્ષાએ ત્રણ ભાગમાં રહેલ છે. તે આ પ્રમાણે, “હે ભગવંત! સકષાયીઓ, સકષાયી રૂપે કાલથી કેટલે વખત હોય છે?
હે ગૌતમ ! સકષાયી ત્રણ પ્રકારના કહ્યું છે. તે આ પ્રમાણે અનાદિ અનંત, અનાદિ સાંત, અને સાદિ સાંત. તેમાં જે સાદિ સાંત છે. તેઓના જઘન્યથી અંતમુહર્ત અને ઉત્કૃષ્ટથી દેશના અર્ધપુદ્ગલ પરાવર્ત કાળ છે. તેમાં અહીં મિથ્યાત્વને પહેલો ભાંગે અભને, બીજો ભાગ અનાદિ મિથ્યાત્વી ભવ્યને, અને ત્રીજો ભાંગે ઉપશાંત વીતરાગ અવસ્થામાં અકષાયી થઈને પડતા ફરી સકષાયી થઈ અંતમુહૂર્ત રહ્યા પછી ફરીથી ઉપયશ્રેણને સ્વીકાર કરી અકષાયી થાય ત્યારે તે જીવને જઘન્યથી અંતર્મુહૂર્ત પ્રમાણ સકષાયીપણુ આવે છે. જેમાં ઉપશાંત વીતરાગ અવસ્થાને સ્વીકાર કરી પતિત થયા પછી સકષાયી થઈ અપાઈ પુદ્ગલ પરાવર્ત સુધી સંસાર સાગરમાં ભમી ફરી અકષાયી થાય તેને ઉત્કૃષ્ટ પણે સકષાયી પણાને કાળ જાણવો. ચાલુ વિચારાતી ગાથામાં તે સકષાયીપણુને જઘન્યકાળ ત્રીજા ભાંગીને જાણ. બાકીનાને કાળ તે ઉપલક્ષણથી જાતે જાણી લેવું કેમકે ચાલુ ગાથામાં જ અંતમુહૂર્ત સ્થિતિના ગુણને કાલ જ કહેવાનું અહીં ગ્રહણ કર્યું છે. ગાથામાં કહેલ “જ્ઞાનમંતોમદત્તાતો' એ પદ કાગ વગેરે દરેક પદ સાથે જોડવું તે જ અહીં જોડાયું છે. (૨૩૫)
આ પ્રમાણે અંતર્મુહૂર્ત સ્થિતિવાળા ગુણને સંગ્રહ કરી કહ્યું. છે હવે જઘન્યથી એક સમયની સ્થિતિવાળા મગ વગેરે ગુણેને સંગ્રહ કરી કહે છે.
मणवइउरलविऊब्बिय आहारय कम्मजोग अणरित्थी ।
संजम विभाग विभंग सासणे एगसमयं तु ॥२३६॥ ગાથાર્થ : મગ, વચનગ, ઔદારિક કાયોગ, ક્રિય કાયાગ, આહારક કાગ
કામણુકાયયેગ, નપુંસકવેદ, વેદ, સંયમના પાંચ પ્રકારમાં દરેકને, સાસ્વાદ
નને જઘન્યકાળ એક સમય છે(ર૩૬) ટીકાર્થ : “જઘન્યથી એ પદ આગળની ગાથામાંથી લઈ અહીં સંબંધ કરે. યોગ શબ્દ પણ “રામ ગો” પદમાં કહેલ છે. ત્યાંથી બીજા પદેની સાથે યથાયોગ્ય પણે જેડ. તેમાં મનેયોગ જઘન્યથી એક સમય હોય છે. તે આ રીતે - કઈક ગર્ભજ પંચેન્દ્રિય મન પર્યાપ્તિ વડે પર્યાપ્ત થઈ એક સમય જીવી પછી તરત મરણ પામે છે. ૩૫