________________
સમાસ
दस चोडस य जिणवरे चोडस गुणजाणए नमंसिता ।
चोदस जीवसमासे समासओऽणुक्कमिस्सामि ॥१॥ ગાથાર્થ : ૧૪ ગુણસ્થાનકેના જ્ઞાતા એવા ૨૪ જિને નમસ્કાર કરીને ૧૪ પ્રકારના
જીવના સંગ્રહને સંક્ષેપમાં હું કહીશ. (૧) ટીકાર્ય–દશ અને ચૌદ બરાબર ચોવીશ તીર્થકરને નમસ્કાર કરી, સમસ્ત જીવારિતકામાં રહેલ અનંત જીવોના સંગ્રહરૂપ ૧૪ જીવસ્થાનક તે જીવ-સમાસો કે જેનું સ્વરૂપ આગળ કહેવાનું છે તેને સિદ્ધાંતરૂપી સાગરમાં કહેવાયેલા ની અપેક્ષાએ સંક્ષેપમાં કહીશ.
આ પ્રકરણમાં જીવસમાસ એટલે ૧૪ ગુણસ્થાનકે જાણવા, તેમાં મિથ્યાત્વ, સાસ્વાદના વગેરે ભેદેથી સર્વજને સંગ્રહ થાય છે. અને આજ અર્થને જણાવવા માટે કરી
જોકસ ગુણના” એ પ્રમાણે વિશેષણ તીર્થકરનું કર્યું. બાકી તીર્થકરે તે સકલ વસ્તુ સમુદાયને જાણે જ છે તે પછી વોશ TUTI (મિથ્યાત્વાદિ ૧૪ ગુણસ્થાનકેના જ્ઞાતા) વિશેષણ વડે શું? માટે જ આ પ્રકરણમાં ૧૪ ગુણસ્થાનક રૂપ જે જીવેને સંગ્રહ છે, તે હું કહીશ. તે ગુણસ્થાનકે સારી રીતે, સંપૂર્ણપણે અને વિશેષતાપૂર્વક તે તીર્થકરો જાણે જ છે, હું તે તેમના કહેવા પ્રમાણે સંક્ષેપથી કંઈક અંશમાં કહીશ એ પ્રમાણે જણાવવા માટે આ વિશેષણ ગ્રડણ કર્યું છે. એમ નક્કી થયું.
ફક્ત ગુણસ્થાનકમાં રહેલા અને તે ગુણસ્થાનક કહેતી વખતે વચ્ચે આવેલા સૂક્ષમ એકેન્દ્રિય, બાદર–એકેન્દ્રિય, બેઈદ્રિય, તેઈદ્રિય, ચઉરીન્દ્રિય, અસંજ્ઞી પંચેદ્રિય, સંજ્ઞીપચંદ્રિય પર્યાપ્ત અને અપર્યાપ્ત રૂપે ૧૪ ગુણસ્થાનકે પણ અહિં કહેવામાં આવશે એમ જાણવું.
અહિં ગાથાના અડધા પદ વડે વિઘસમુદાયના નાશ માટે તીર્થંકર-નમસ્કાર કર્યો. જ વણનાર એ અભિધેય પર, અને તે ચૌદ છવસમાસેનું કહેવું તે પ્રયોજન છે, અભિધેય અને પ્રયોજન પ્રત્યક્ષ કહો છતે (અભિધેય) પ્રકરણ અને (અભિધેય) પ્રજનથી સાધ્ય સાધન સ્વરૂપ સંબંધ સ્વાભાવિક જણાય છે. માટે માથામાં સ્પષ્ટ કહ્યો નથી. કહ્યું છે કે,
शास्त्र प्रयोजनं चेति सम्बन्धस्याश्रयावुभौ ।
तदुक्तयन्तर्गतस्तस्मादू भिन्नो नोक्तः प्रयोजनात् ॥ શાસ્ત્ર (અભિધેય) અને પ્રયોજન એ અને સંબંધના જ આશ્રયરૂપ છે માટે શાસ અને પ્રજને કહી દેવાથી તે સંબંધ કહેવાઈ જાય છે, માટે પ્રયજનથી અલગ સંબંધ કહ્યો નથી. આ કારણથી અભિધેય વગેરે જોવાથી બુદ્ધિમાને શાસ્ત્રમાં પ્રવૃત્તિ કરે છે કે
उक्तार्थ ज्ञातसम्बन्धं श्रोतुं श्रोता प्रवर्तते । .. . शास्रादौ तेन वक्तव्यः सम्बन्धः सप्रयोजनः॥१॥ .