________________
૧૫
જીવસમાસ
વગેરેથી સાતમી સુધીની કોઇપણ પૃથ્વીમાં ઉત્પન્ન થાય. ત્યાં ઉત્પન્ન થયા પછી સમ્યક્ત્વને પામે તા તેઓની ઉત્કૃષ્ટથી સાગરોપમ વગેરે એટલે તેત્રીસ સાગરોપમ સુધીની પોતપોતાની સ્થિતિ સુધી મિથ્યાત્વ રહે છે. એ પ્રમાણે સમ્યક્ત્વ પણ ઉત્કૃષ્ટ કાળ આશ્રયીને મિથ્યાત્વ પ્રમાણે જ સાગરોપમ વગેરેની ભસ્થિતિ પ્રમાણ કાળ કહેવા ફક્ત કોઈક નરકામાં ભસ્થિતિથી દેશેાન ભવસ્થિતિ કહેવી જે નરક પૃથ્વીએમાં સમ્યક્ત્વની ઉત્પત્તિ પહેલા નિષેધ કરી છે તે નરક પૃથ્વીમાં મિથ્યાત્વ સાથે ગયેલાને ઉત્પન્ન થયેલાને સમ્યફ્ત્વ અપર્યાપ્ત અવસ્થામાં નથી હતુ. પરંતુ પર્યાપ્તાવસ્થામાં સમ્યક્ત્વ પ્રાપ્ત થાય છે આથી અપર્યાપ્ત કાળની ન્યૂનતા ભવસ્થિતિની જાણવી.
સાતમી નરક પૃથ્વીમાં પણ અઠ્ઠાવીસની સત્તાવાળા કોઇક જીવ પર્યાપ્ત અવસ્થામાં સમ્યક્ત્વને પામે પરંતુ ઉતના સમયે અતનુ પાતાનું આયુષ્ય ખાકી રહે ત્યારે તે સમ્યકૃત્વ છેાડી દે છે કેમકે તેમને તીય ચામાં જ ઉ૫પાત છે, માટે તેમનામાં સમ્યક્ત્વ ઉત્પત્તિના નિષેધ છે આથી સાતમી પૃથ્વીમાં તેત્રીસ સાગરાપમ રૂપ ઉત્કૃષ્ટ સમ્યકૃત્વની ભવસ્થિતિ કંઇક માટા દેશોના ભાગ વડે ન્યૂન જાણવી.
નરક પૃથ્વીમાં સમકિત યુક્ત ઉત્પન્ન થાય અને ચ્યવે તે નરક પૃથ્વીમાં સમક્તિની પોતાના સંપૂર્ણ આયુ પ્રમાણુ ઉત્કૃષ્ટ ભસ્થિતિ જાણવી. આ પ્રમાણે મિથ્યાત્વની અને સમ્યકૃત્વની નરક ગતિમાં ઉત્કૃષ્ટ સ્થિતિ કહી. હવે એ એની જ નુકગતિમાં જઘન્ય સ્થિતિ કહે છે. સર્વે નરક પૃથ્વીમાં મિથ્યાત્વની અને સમકિતની અપરા એટલે જઘન્ય સ્થિતિ દરેકની અંતમુ તની જ હોય છે. તે આ પ્રમાણે -કોઈક સભ્યદ્રષ્ટિ નાક મિથ્યાત્વને પામી ત્યાંજ અંતર્મુહત રહી ફરી સમ્યક્ત્વને પામે છેતે આ પ્રમાણે –મિથ્યાત્વની જધન્યથી અંતર્મુહૂત ની સ્થિતિ છે જે કોઇપણ પૂર્વભવના મિથ્યાત્વને લઇ નરકમાં ઉત્પન્ન થાય અને અંતર્મુહૂત પછી સમ્યક્ત્વને પામે તે નારકને પણ આજ સ્થિતિ પ્રાપ્ત થાય છે. નરકત આશ્રર્યોને તેના મિથ્યાત્વની પણ અંતમુહૂત સ્થિતિ છે. માટે જે મિથ્યાદ્રષ્ટિ નારક સમ્યકૃત્વને પામી અંતરત પછી ફરી મિથ્યાત્વને પામે છે. તેને આશ્રયી સમ્યક્ત્ ની જધન્ય સ્થિતિ અંતર્મુહૂત પ્રમાણ હોય છે.
ભવનપતિ વગેરે દેવામાં મિથ્યાત્વ, સમ્યક્ત્વની ઉત્કૃષ્ટ સ્થિતિ એમની ઉત્કૃષ્ટ લવસ્થિતિ પ્રમાણે છે પણ દેશેાન નથી હાતી તે આ પ્રમાણે ભવનપતિ વગેરેથી લઇ નવ ત્રૈવેયક સુધીના દેવામાં ઘણા મિથ્યાત્વ યુક્ત દેવા મરણાંત સુધી હોય છે આથી એ દેવને જેને જેટલી પેાતાની ઉત્કૃષ્ટ એકત્રીસ સાગરોપમ સુધીની ભવસ્થિતિ હોય તે ઉત્કૃષ્ટ મિથ્યા ત્વની સ્થિતિ સાથે સમાન થાય છે. એ પ્રસિધ્ધ છે. અનુત્તર વિમાનામાં તે મિથ્યાદ્રિ બિલ્કુલ હોતા નથી,