________________
જ
જીસમાસ
ટીકાથ : ગાથામાં ચ કાર છે તે ભિન્નક્રમ એટલે વિષયાંતરમાં ઉપર જોડાશે, આગળની (૨૨૩) ગાથામાં કહેલ અવિરત સમ્યક્ત્વી, દેશવિરત અને સચેગી કેવલીએ દરેકના જઘન્યકાળ અંતર્મુહતના જાણવા. ગાથાના છેડે કહેલ મુત્યુત્તતો ના ખર્ચેછળ સાથે સંબંધ કરવા એમના જધન્યકાળ આ પ્રમાણે જાણવા અનાદિ મિથ્યાદ્રષ્ટિ વગેરે કોઇક અવિરત સમકિત પ:મીને અંતર્મુહૂત' પછી ફરી મિથ્યાત્વ પામે એ રીતે અવિરત સમ્યક્ત્વના જઘન્ય અંતમ`ડૂત કાળ જાણવા. અવિરત વગેરે કાઇક એક અંતર્મુહૂત દેશવિરતિને સ્વીકારી ફરી અવિરતપણાને પામે ત્યારે દેશવિરતિને જઘન્યકાળ સિદ્ધ થાય છે. અંતકૃત કેવલીઓને સયોગી કેવલીપણું અંતમુહૂત જ ડૅાય છે. તે પછી યેગિપણાના સ્વીકાર કરી મેક્ષ મેળવે છે. આ પ્રમાણે જુદાજુદા જીવાશ્રયી આઠ ગુણુઠાણામાંથી મિથ્યાર્દષ્ટ, સાસ્વાદની, મિશ્ર, અવિરત સક્તિ, દેશવિરત સયાગી કેવલિ રૂપ છ ગુણઠાણાના એક જીવાશ્રયી પણ જઘન્ય ઉત્કૃષ્ટ રૂપ કાળ વિચાર કહ્યો. પ્રમત્ત, અપ્રમત્ત રૂપ એ ગુણુઠાણાના કાળ આગળ કહેશે. હવે પહેલા ન કહેલ ક્ષપક શ્રેણીમાં રહેલાં અપૂર્વકરણ વગેરે ગુણુઠાણાના જુદા જુદા જીવાશ્રયી અને એક જીવશ્રી જઘન્ય ઉત્કૃષ્ટ રૂપ કાળ કહે છે.
માહનીય કર્માંના ક્ષય કરનારાને ક્ષપક. તેઓ અપૂર્વકરણ, અનિવૃત્તિ ખાદર, સૂક્ષ્મ સૌંપરાય રૂપ ક્ષેપક શ્રેણીમાં રહેલ ત્રણ ગુણુઠાણા-રૂપે જાણવા. અપૂવ કરણે જો કે મેહનીયને ખપાવતા ન હોવા છતાં પણ ખપાવવાને ચેાગ્ય હોવાથી ક્ષપક કહેવાય છે. જેમ રાજ્યને યોગ્ય રાજકુમાર રાજા કહેવાય છે તેમ, તેથી આ ત્રણે ક્ષાની તેમજ અયાગી કેવલી અને સથા ક્ષીણમાહિએની જુદા જુદા જીવાશ્રયી કે એક જીવાશ્રયી પરા એટલે ઉત્કૃષ્ટ અને અપગ્ન એટલે જઘન્ન સ્થિતિ અંતર્મુહૂત જ થાય છે. સંપૂર્ણ ક્ષપકશ્રેણી અંતર્મુહૂત કાળ પ્રમાણ છે આથી તેમાં આવેલ અપૂર્ણાંકરણથી ક્ષીણુમાહ સુધીનાની જઘન્યથી અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂત ની સ્થિતિ સારી રીતે જાણી શકાય છે. અંતર્મુ ત ના ઘણા ભેદ છે. જુદા જુદા જીવાશ્રયી પણ ક્ષપકશ્રેણીના કાળ અંતર્મુહૂત ના જ હોય છે. તે પછી જરૂર અંતર પડે છે, આથી ક્ષપકશ્રેણીમાં રહેલ અપૂર્વકરણ વગેરેની પણ સ્થિતિ અંતર્મુહતની થાય છે.
અયેગિ કેવલી શૈલેશી અવસ્થામાં હસ્વ પાંચ અક્ષર ઉચ્ચારણ માત્ર કાળ પ્રમાણુ હોય છે. શૈલેશી અવસ્થા પણ સતત હોવા છતાં પણ અંતર્મુહૂત પછી નથી હોતી તેથી અયેગી કેવલીએ પણ એક જીવાશ્રયીને કે જુદા જુદા જીવાશ્રયી જઘન્ય અને ઉત્કૃષ્ટથી અંતર્મુહ કાળ પ્રમાણ હોય છે. (૨૨૪)
હવે પ્રમત્ત, અપ્રમત્તનું એક જીવાશ્રિત ઉપશમક અને ઉપશાંતમેાહિનુ' એક જીવશ્રિત અને અનેક જીવાશ્રિત પહેલા ન કહેલ જઘન્ય અને ઉત્કૃષ્ટ કાળ કહે છે.