________________
ર૫રં.
સમાસ
1 ટીકાર્થઃ સમ્યક્ત્વને આવરણ કરનાર પુદ્ગલેના ઉદયથી પ્રાપ્ત થયેલ વિપતિ રૂચિરૂપ તે મિથ્યાત્વ તે અભવ્ય રૂપ એક જીવાશ્રયી અનાદિ અનંત રૂપ પહેલે ભંગ થાય છે. અભવ્યને મિથ્યાત્વ અનાદિ કાળથી હોય છે અને ભવિષ્યમાં પણ તે મિથ્યાત્વને અભાવ થવાનું નથી. માટે અનાદિ અનંતકાળ. અનાદિ સાંત રૂપ બીજો ભાંગે અનાદિ કાળથી મિથ્યાદ્રષ્ટિ એવા ભવ્યજીવને હોય છે. અહીં ગાથામાં સપર્યવસિત સાથે અનાદિ જોડવું. અનાદિકાળથી ભવ્યજીવને તે મિથ્યાત્વ છે. અને ભાવિકાળમાં તે મિથ્યાત્વને ભવ્યત્વને અન્યથા અનુપત્તિ હેવાથી અંત થવાને છે. માટે અનાદિ સાંત.
અહીં કેઈક અનાદિ મિથ્યાદ્રષ્ટિ ભવ્યજીવ તથા ભવ્યત્વ પરિપાકના કારણે કદાચ સમ્યક્ત્વને પામી કોઈક કારણથી ફરીથી પતિત થઈ મિથ્યાત્વને પામે ત્યારે તેને તે મિથ્યાત્વની ફરી પ્રાપ્તિ રૂપ શરૂઆત થાય છે. ફરીવાર જ્યારે સમ્યક્ત્વ પ્રાપ્ત કરી મિથ્યાત્વને દૂર કરે ત્યારે તે મિથ્યાત્વને જરૂર અંત થતો હોવાથી તે સાત જ કહેવાય. ઉત્કૃષ્ટથી પણ અપાધં પુદ્ગલ પરાવર્ત સુધીમાં તે જીવને અવશ્ય મુક્તિની પ્રાપ્તિ થાય છે. માટે તે જીવ સંબંધી મિથ્યાત્વ સાંત હોય છે. માટે પ્રતિપતિત સમ્યગદ્વષ્ટિ ભવ્યનું જે મિથ્યાત્વ તે સાદિસાંત રૂપ ચેથા ભાંગામાં હોય છે એમ કહેવાય. સાદિ અનંત રૂપ ત્રીજા ભાગમાં મિથ્યાત્વ હતું જ નથી. પ્રતિપતિત સમ્યગષ્ટિને જ મિથ્યાત્વની શરૂઆત રૂપ સાદિ હોય છે. અને તે મિથ્યાત્વ અપાઈપુદ્ગલ પરાવર્ત સુધીમાં સમ્યક્ત્વ ભાવ વડે નિયમો અંત થાય છે. માટે અપર્યવસિતપણાને સર્વથા અસંભવ છે. ફક્ત . પ્રરૂપણ માત્ર જ આ ભંગ અહીં બતાવ્યો છે. પ્ર : સાદિ સપર્યવસિત મિથ્યાત્વ કેટલે કાળ રહે છે? ઉ. અહીં ગાથા છંદને ભંગ થતું હોવાથી અંતઃ શબ્દ ન કહ્યો હોવા છતાં ભીમ
પરથી ભીમસેન જણાય છે. એ ન્યાયે જઘન્યથી અંતમુહૂર્ત કાળ જાણુ. ઉત્કૃષ્ટથી દેશેન અર્ધપુદ્ગલ પરાવર્ત કાળ સુધી સાદિ સંપર્યવસિત મિથ્યાત્વ રહે છે. જેમ કોઈ અનાદિ મિથ્યાદ્રષ્ટિ સમ્યકત્વ પામીને ફરીથી પતિત થઈ મિથ્યાત્વે અંતમુહૂર્ત કાળ રહી ફરી સમ્યક્ત્વ પામે. એ પ્રમાણે સાદિ સપર્યવસિત મિથ્યાત્વ જઘન્ય કાળ થાય છે. બીજે સમ્યક્ત્વ પામીને ફરી મિથ્યાત્વે જ અરિહંત વગેરેની આશાતના વગેરે ઘણા પાપ કરવા પૂર્વક અપાઈપુદ્ગલ પરાવર્ત કાળ સુધી ભમાં ભમીને પછી અવશ્યમેવ સમ્યક્ત્વને પામે છે. આ પ્રમાણે ઉત્કૃષ્ટ કાળ થાય છે. (૨૨૨)
આ પ્રમાણે જુદાજુદા છવાશ્રયી કાળવિચાર આઠ ગુણસ્થાનકને કહ્યું. તેમાં મિથ્યાત્વ, સાસ્વાદન, મિશ, ગુણઠાણા રૂપ ત્રણ ગુણ સ્થાનકોને એક જીવાશ્રયી કાળવિચાર કર્યો. હવે અવિસ્ત સમ્યગદર્શન દેશવિરત, સગી રૂપ ત્રણ ગુણઠાણાને કાળ કહે છે.