________________
ર૩૮
જીવસમાસ
ટીકાર્ય : મેટાઈની સામ્યતાથી સાગર એટલે સમુદ્ર સાથે જેએની ઉપમા છે તે સાગરોપમ કાળ પ્રમાણ વિશે છે જે આગળ કહેલ અદ્ધા સાગરેપમ રૂપે છે. તે બે વગેરે સાગરોપમની સૌધર્મ વગેરે દેવલેકમાં યથાનુક્રમે ઉત્કૃષ્ટ સ્થિતિ એમ સામર્થ્યથી જણાય છે. તે આ પ્રમાણે છે સૌધર્મ દેવલેકમાં બે સાગરેપમ ઉત્કૃષ્ટ સ્થિતિ, બે સાગરેપમ, સનત્કુમારમાં સાત સાગરેપમ, માહેન્દ્રમાં સાધિક સાત સાગરોપમ, બ્રહ્મલેષ્માં દશ સાગરોપમ, લાંતકમાં ચીઢ સાગરેપમ, મહાશુકમાં સત્તર સાગરેપમ, સહસ્ત્રારમાં અઢાર સાગરેપમ એના પછી આગળના દસે સ્થાન એક એક સાગરોપમ વધારતા જવું, તે આ પ્રમાણે આનતમાં ઓગણીશ સાગરોપમ, પ્રાણતમાં વીસ, આરણમાં એકવીસ, અશ્રુતમાં બાવીસ વેયક વિમાનના પ્રતમાં દરેકમાં એકેક સાગરેપમ વધારતા નવમા ધૈવેયકના પ્રતરમાં એકત્રીસ સાગરોપમન ઉત્કૃષ્ટ સ્થિતિ છે. અહિં એકએકની વૃદ્ધિ સામાન્ય રૂપે કહી હોવાથી વ્યાખ્યાની વિશેષ પ્રતિપતિથી નવમા રૈવેયક સુધી જે જાણવી. અનુત્તર વિમાનમાં બે સાગરેપમની વૃદ્ધિ પૂર્વક ઉત્કૃષ્ટ સ્થિતિ કહેવી એટલે તેમનામાં તેત્રીસ સાગરેપમ રૂ૫ ઉત્કૃષ્ટ સ્થિતિ આગમમાં અનેક સ્થાનમાં કહી છે. તેમાં પણ સર્વાર્થ સિદ્ધ વિમાનમાં તે જઘન્ય સ્થિતિને અભાવ હોવાથી તેત્રીસ સાગરોપમની અજઘન્ય ઉત્કૃષ્ટ રિથતિ છે. (૨૦૬).
હવે તિર્યંચગતિમાં ભવાયુ કાળ કહેવાની ઈચ્છાથી એકેન્દ્રિોમાં તે સ્થિતિ કહે છે.
बावीस सततिनि य वास सहस्साणि दस य उक्कोसा । पुढवीदगानिलपत्तेय तरुसु तेउ तिरायं च ॥२०७॥
ગાથાર્થ : બાવીસ, સાત, ત્રણ, અને દશ હજાર વર્ષ અનુક્રમે પૃથ્વીકાય, અપકાય,
વાયુકાય અને પ્રત્યેક વનસ્પતિની ઉત્કૃષ્ટ સ્થિતિ છે. તેઉકાયની ત્રણ અહે રાત્રની સ્થિતિ છે, (ર૦૭)
ટીકાર્થઃ બાવીસ વગેરેની સાથે પૃથ્વી વગેરે યથાનુક્રમ જોડવા પૃથ્વી વગેરે એકેન્દ્રિયના સૂમ, બાદર વગેરે અનેક ભેદે સિદ્ધાંતમાં કહેલા છે તેમાંથી અહીં બાદર એકેન્દ્રિયેનું જ ઉત્કૃષ્ટ આયુષ્ય જાણવું. બાદરનું જઘન્ય અને સૂક્ષ્મ વગેરેનું જઘન્ય, ઉત્કૃષ્ટ ભેદ પૂર્વકની સ્થિતિ આગળ કહેશે. તેમાં બાદર પૃથ્વીકાયનું બાવીસ હજાર વર્ષની ઉત્કૃષ્ટ સ્થિતિ છે, બાદર અપકાયના સાત હજાર વર્ષ, બાદર વાયુકાયની ત્રણ હજાર વર્ષ અને બાદર . પ્રત્યેક વનસ્પતિની દશહજાર વર્ષની, બાદર તેજસકાયની ત્રણ અહોરાત્રિની ઉત્કૃષ્ટ સ્થિતિ જાણવી. (૨૦૦૭)