________________
જીવાવ્ય પ્રમાણ
૧૦૩
ગાથા : ઉપશામકા જ્યારે ઉપશમશ્રેણીમાં પ્રવેશ કરે ત્યારે એકથી લઇ યાવત્ ચાપ્પન સુધી જવા હાય છે સ`પૂર્ણ ઉપશશ્રેણીના કાળ આશ્રચી ઉપશમકે અને ઉપશાતમાહીઓ સખ્યાતા જીવા હેાય છે. (૧૪૭)
ટીા : અહીં માહનીયકમ ના ઉપશામકે અને ઉપાંતમાહીએ કોઈક વખત હાય છે અને કાઇક વખત ન પણ હોય, કારણકે ઉપશમ શ્રેણીના અતરના સભવ છે. જ્યારે તેએ હોય છે. ત્યારે એક વગેરેથી લઈ ઉપશામકા તથા ઉપશાંતમાહી બન્ને પ્રવેશને આશ્રયી બે, ત્રણ, ચારથી ચેાપ્પન સુધી હાય છે. એટલે ઉપશમ શ્રેણીમાં એકી સાથે એકસમયમાં પ્રવેશને આશ્રયી અમજવું. સિદ્ધાંતમાં નિયમ છે કે, એકથી લઇ ચેમ્પન સુધીજ જીવા એક સમયમાં ઉપશમશ્રેણી સ્વીકારે છે, વધારે નહીં, આ અપૂર્ણાંકરણુ, અનિવૃત્તિખાદર · સ ́પરાય, સૂક્ષ્મસ'પરાય ગુડાણે રહેલ જીવા ઉપશામક કહેવાય છે. ઉપશાંતમાહ ગુણઠાણે રહેલા ઉપશાંતમાહી કહેવાય છે. આ પ્રમાણે એક સમયે એકી સાથે પ્રવેશને આશ્રયી ચેપ્ટન જીવા કહ્યા છે હવે જુદા જુદા સમયે પ્રવેશેલા જીવા આશ્રી કહે છે.
અહીં' અદ્ધા શબ્દ વડે ઉપશમશ્રેણીની શરૂઆતથી અતસુધીના જે શ્રેણીકાળ તે જાણવા. તે કાળ અસખ્યાત સમય રૂપ અંતર્મુહૂત પ્રમાણુ સમજવા. ઉપશમ શ્રેણી અંતમુ ત પછી નિર્ તર હોતી નથી. તેથી આ અંતર્મુહૂત રૂપ ઉપશમ શ્રેણીના કાળને વિચારતા ઉપશામકા અને ઉપશાંતે એકબીજા સમયેામાં પ્રવેશેલા હોય ત્યારે ઉત્કૃષ્ટથી સખ્યાતા પ્રમાણ થાય છે. તે આ પ્રમાણે.
આંતર્મુહૂત પ્રમાણુકાળ વાળી ઉપશમશ્રેણીમાં એકજ સમયે એકીસાથે એક વગેરેથી લઈ ચાપન સુધી જીવે પ્રવેશ કરે, બીજા સમયે પણ એટલાજ જીવા પ્રવેશે, ત્રીજા સમયે પણ એટલાજ, એ પ્રમાણે જુદાજુદા સમયે પ્રવેશેલા સ થાય લઈ એ તે સંપૂર્ણ ઉપશમશ્રેણી કાળમાં કર્મ ભૂમિમાંથી કોઈક વખત ઉત્કૃષ્ટ પણે સખ્યાતા ઉપશામકા અને સંખ્યાતા ઉપશાંત માહીએ મળે. તે પછી ઉપશમશ્રેણીને નિરતર અભાવ હોય છે. પ્ર. : જો અંતર્મુહૂત પ્રમાણવાળી ઉપશમશ્રેણીના કાળમાં અસ ંખ્યાતા જીવા થાય છે તે દરેક સમયમાં જો એકેક જીવ પ્રવેશ કરે તા પણુ અસખ્યાતા જીવા થાય છે. તા પછી એકી સાથે ચેપન પ્રવેશ કરે તે અસખ્યાતા કેમ ન થાય ?
ઉ. : તમે કહ્યું એ પ્રમાણે જો અસંખ્યાતા દરેક સમયમાં તેઓને પ્રવેશ થતા હોય તા થઈ શકે, પણ એ પ્રમાણે નથી. કોઈ કોઈ સમયેામાં જ તેમના પ્રવેશના સંભવ ડાય છે. એ પ્રમાણે અતિશય જ્ઞાનીઓએ જોયું છે. ગજ મનુષ્યા પણ અસંખ્યાતા હોવાના અસંભવ છે. તેમાં ચારિત્રવ તે અસખ્યાતા વિશેષથી અસ’ભવે છે. અને ઉપશમશ્રણી ચારિત્રવત ગર્ભજ મનુષ્ય વગર ખીજાને હાતી નથી. વધુ વિસ્તારથી સયુ.