________________
જીવસમાસ पल्लाऽसंखियभागो अविरय सम्मा य देसविरया य ।
कोडिसहस्सपुहुत्तं पमत्त इयरे उ संखेज्जा ॥१४६॥ ગાથાર્થ : અવિરત સમ્યગદ્રષ્ટિ તેમજ દેશવિરતિભા પ૯પમના અસંખ્યાત ભાગ
પ્રમાણ છે. પ્રમત્ત કેડીસહસ્ત્ર પૃથવ છે. અને અપ્રમત્ત સંખ્યાતા પ્રમાણ
છે. (૧૬) : ટીકાર્થ : અવિરત સમ્યગૃષ્ટિ, દેશવિરતિ, અમન અને અમને સામાન્યપણે સર્વલેક આશ્રયી ધ્રુવ હેવાથી કોઈપણ સમયે એને વ્યવહેદ થતું નથી અર્થાત કાયમ હોય છે જ. આથી એમની અહીં વિચારણા કરાય છે. પ્ર. કપપણ સમયે આ દરેક ગુણઠાણે કેટલાં જ પ્રાપ્ત થાય છે? @ અવિરત સમ્યગદ્રષ્ટિ જઘન્યથી ક્ષેત્ર પ્રત્યે પમના અસંખ્યતમાં ભાગમાં રહેલા પ્રદેશ
પ્રમાણ હોય છે. ઉત્કૃષ્ટથી પણ એટલાજ પ્રમાણમાં પણ અસંખ્યાતના અસંખ્યાત ભેદ છે માટે જઘન્યથી ઉત્કૃષ્ટ અસંખ્યાતગુણ જાણવું. દેશવિરત પણ એટલાજ
પ્રમાણમાં પણ અવિરત સમ્યગદ્રષ્ટિને પોપમને અસંખ્યાતને ભાગ મેટો : જાણ અને આને નાનો ભાગ જાણવે.
' પૂર્વમાં કહેલ છે અર્થ જેને એવા પ્રમત્તસંતે સામાન્યથી પંદર કર્મભૂમિમાં પણ જઘન્યથી કેટી સહમૃત્વ અને ઉત્કૃષ્ટથી પણ કેટી સહસ્ત્ર પંથકૃત્વ હોય છે
શકત્વ એટલે “બે થી નવની સંખ્યા એ પ્રમાણે સિદ્ધાંતની સત્તા છે. તેથી જઘન્યપણે બે હજાર કોડથી ઉપર ઉત્કૃષ્ટથી પણ નવહજાર ક્રોડ સુધી પ્રમત્ત સંતે હોય છે એમ કહ્યું છે. બીજાઓ એટલે પૂર્વમાં કહેલ શબ્દાર્થ વાળ અપ્રમત્ત સંયન્ત સંખ્યાતા મળે છે. પણ પ્રમતસિયતોથી તે થોડા જ છે. (૧૪૬)
' - હવે અપૂર્વકરણ, અનિવૃત્તિ બાદર, સૂક્ષસંપાય રૂપ ત્રણ-ગુણઠાણામાં મેહનીય કર્મના ઉપશમકે અને ક્ષેપકે જ હોય છે. બીજા નહીં ઉપશાંત મેહગુણઠાણામાં તે મેહનીય કર્મ જેનું ઉપશાંત થયું હોય તે જ હોય છે. ક્ષીણહિ ગુણઠાણે ક્ષીણમહી આત્માઓ જ હોય, બીજા નહીં. એ પ્રમાણે આગળ ગુણઠણાના વિચારમાં નિર્ણય કર્યો છે. આથી અહીં અપૂર્વકરણથી ક્ષીણ ગુણઠાણા સુધીના પાંચ ગુણઠાણ એમાં જે છેવદ્રવ્ય છે. તેઓનું પ્રમાણ મેહઉપશમક, ઉપશાંત મેહ, મેહક્ષપક અને ક્ષૌણમાહ પ્રમાણ દ્વારા વિચાર કરવાની ઈચ્છાથી ઉપશમક અને ઉપશાંત મેહનું જે પ્રમાણ છે તે કહે છે.
एगाइय भयमिज्जा पवेसमेणं लु जाव चपन्ना । उवसामगोवसंता अद्धं पइ. जाव संखज्जा ॥१४७॥