________________
ભાવ પ્રમાણ
૧૬પ જઘન્ય પરિત અસંખ્યાત થાય છે. વગેરે સ્વયં જાણી લેવું. સૂત્રકારે તે કહ્યું નથી સંખ્યાતાનું સ્વરૂપ કહે છે તે સારી રીતે જાણી શકાય છે. (૧૩૯)
આ પ્રમાણે શ્રુતસંખ્યા અને ગણનસંખ્યા એમ સંખ્યાના ભેદે કહ્યા હવે તેના નિષેધરૂપ ને સંખ્યાને કહે છે.
नो संखाणं नाणं देसण चरणं नयाप्रमाणं च ।
पंच चउ पंच पंच य जहाणुपुव्वीए नायव्वा ॥१४०॥ । ગાથાથે જ્ઞાન, દર્શન, ચારિત્ર અને નય પ્રમાણ એમ ને સંખ્યાના ચાર ભેદ છે.
અને તે દરેકના પાંચ, ચાર, પાંચ અને પાંચ એમ અનુક્રમે ભેદો જાણવા (૧૪૦) ટીકાથ: સંખ્યા પ્રમાણ એટલે સંખ્યા નિષેધ રૂપ જે પ્રમાણ તે સંખ્યા ભાવ પ્રમાણ. તે સંખ્યા પ્રમાણ, જ્ઞાન, દર્શન, ચારિત્ર અને નયપ્રમાણ એમ ચાર પ્રકારે છે. આ જ્ઞાન વગેરે ચારેના પણ યથાનુક્રમે પાંચ, ચાર, પાંચ અને પાંચ એમ ભેદ જાણવા. મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન પર્યવજ્ઞાન કેવળજ્ઞાન એમ જ્ઞાનના પાંચ ભેદ પહેલા જ્ઞાન દ્વારમાં કહ્યા છે. | દર્શનના ચક્ષુદર્શન, અચક્ષુદર્શન અવધિદર્શન અને કેવલદર્શન રૂપ ચાર ભેદ દર્શન દ્વારમાં જણાવ્યા છે.
સામાચિક, છેદો પસ્થાપનીય, પરિહારવિશુદ્ધિ, સુમપરાય, યથાખ્યાત એ ચારિત્રના પાંચ ભેદે સંયમ દ્વારમાં વર્ણવ્યા છે.
ગમ, સંગ્રહ, વ્યવહાર, ત્રાજુસૂત્ર અને શબ્દ એમ પાંચ પ્રકારે નયો છે. નય એટલે પદાર્થના બેધ વિષય તરફ એકાંશે લઈ જાય કે પ્રાપ્ત કરાવે છે. અથવા જેઓ વડે પદાર્થની એક અંશ વિષયક બોધને પ્રાપ્ત કરાવાય કે લઈ જવાય, અથવા વસ્તના એકાંશિક બોધ સ્વરૂપ કહેવાય. અનંત ધર્મોવાળી વસ્તુમાં એક અંશ અધ્યવસાય રૂપ તે નર્યો છે. તે ન નૈગમ વગેરે છે, કહ્યું છે કે – નિગમ, સંગ્રહ, વ્યવહાર, ઋજુસૂત્ર, શબ્દ સમઢિ અને એવભૂત એ મૂળ નયે જાણવા.
જેમાં સામાન્ય છે અને વિશેષે પણ છે, વગેરે પ્રકારે વડે પરસ્પર એકબીજાથી નિરપેક્ષ પણે સામાન્ય વિશેષ વગેરેને આવકારવાની બુદ્ધિરૂપ જે એક ગમ નહીં પણ વધુ છે. | ગમે એટલે પદાર્થને બંધ જેને, એવી આ નિરૂક વિધિ વડે જ કારનો લેપ થવાથી નગમ નય કહેવાય છે. સામાન્ય વિશેષાત્મક પણે, અનુગદ્વારમાં કહેલ નિલયન, પ્રસ્થક, અને ગામના ઉદાહરણ વગેરે પ્રકારે વડે કહેલ ઘણું સ્વરૂપે પદાર્થને સ્વીકારવા તત્પર જે નય તે નગમનાય છે.