________________
જીવસમાસ
સુધી ભર. જ્યારે આ પ્રમાણે પ્રતિશલાકા અને અનવસ્થિત આ ત્રણે પ્યાલા શિખા યુક્ત ભરાય જાય ત્યારે પ્રતિશલાકાને ઉપાડી આગળ પ્રમાણે જ દરેક દ્વીપસમુદ્રમાં એકેક સરસવ નાંખવો. પૂર્ણ થાય ત્યારે મહાશલાકા પ્યાલામાં પહેલા મહાશલાકા રૂપ એક સરસવને દાણે નાખો. તે પછી શલાકા પ્યાલું ઉપાડી પહેલાની જેમ દ્વીપસમુદ્રોમાં સરસવ નાંખે અને પ્રતિશલાકા પ્યાલામાં પ્રતિશલાકા નાખે. તે પછી અનવસ્થિત પ્યાલે લઈ તે પ્રમાણે જ દ્વીપસમુદ્રમાં દાણા નાખે અને શલાકા પ્યાલામાં શલાકા નાખે આ પ્રમાણે અનવસ્થિત પ્યાલે ખાલી કરે અને ભરવા વડે શલાકાઓથી શલાકા પ્યાલાને ભરે. શલાકા પ્યાલાને ખાલી કરે અને ભરે એમ પ્રતિશલાકાથી પ્રતિશલાકા પ્યાલ ભરે. પ્રતિશલાકા પ્યાલાને ખાલી કરવા અને ભરવા પૂર્વક મહાશલાકા વડે મહાશવાકા પ્યાલાને ભરે. જ્યારે આ પ્રમાણે ચારે પ્યાલા સંપૂર્ણ ભરાઈ જાય ત્યારે એક દાણો અધિક એવું ઉત્કૃષ્ટ સંખ્યાતુ થાય છે. આને તાત્પર્યાથે આ પ્રમાણે છે ઉપર કહેલ ચારે પ્યાલાને જે સરસથી ભરીએ છતે જે અનવસ્થિત પ્યાલ, શલાકા પ્યાલે, પ્રતિશલાકા પ્યાલાને ખાલી કરવા કે ભરવા દ્વારા દ્વીપસમુદ્રમાં જેટલો સરવે નંખાય તેટલી સંખ્યા એક અધિક સરસવ વડે ઉત્કૃષ્ટ સંખ્યા થાય છે. આજ ઉત્કૃષ્ટ સંખ્યાત છે. જઘન્ય સંખ્યા બે છે. એક નહીં. કેમકે તે સંખ્યા વ્યવહારમાં અનધિકૃત હોવાથી જઘન્ય અને ઉત્કૃષ્ટ વચ્ચે ત્રણ વગેરે જેટલા સંખ્યા સ્થાને આવે તેટલા બધાયે મધ્યમ સંખ્યા કહેવાય. આગમમાં જ્યાં આગળ અવિશેષરૂપ સંખ્યાનું ગ્રહણ થાય ત્યાં આગળ મધ્યમ સંખ્યા જ જાણવી. આ પ્રમાણે જઘન્ય મધ્યમ અને ઉત્કૃષ્ટ રૂ૫ ત્રણ પ્રકાર સંખ્યાતાના કહી. હવે પહેલા જણાવેલ નવ પ્રકારના અસંખ્યાતા કહે છે.
અહીં જે ઉત્કૃષ્ટ સંખ્યા એક સરસવથી અધિક કહી છે તેમાં જ્યારે એક ઉમેરવામાં આવે ત્યારે જઘન્ય પરિત્ત અસંખ્યાત થાય છે તેની પછી આગળના આ પરિત અસંખ્યાતાના મધ્યમ સ્થાને ઉત્કૃષ્ટ પરિત્ત અસંખ્યાતા થાય ત્યાં સુધી હોય છે: પ્ર : ઉત્કૃષ્ટ પરિત અસંખ્યાત કેટલા પ્રમાણુનું હોય છે ? ઉઃ જઘન્ય પરિત અસંખ્યાતમાં જેટલી સંખ્યા હોય તેટલી દરેક સંખ્યાને જઘન્ય પરિત્ત
અસંખ્યાત રૂપે ગોઠવવી તે પછી પરસ્પર દરેકને ગુણાકાર કરે. તે ગુણાકાર કરવાથી જે સંખ્યા આવે તેમાં એક જૂન સંખ્યાવાળું ઉત્કૃષ્ટ પરિત્ત અસંખ્યાત થાય છે.
અહીં શિષ્ય સહેલાઈથી સમજી શકે તે માટે કંઈક ઉદાહરણ કહે છે. જઘન્ય પરિત અસંખ્યાતામાં વાર વિક પણે અસંખ્યાત સંખ્યા હોવા છતાં પણ અસત કલ્પનાથી પાંચની સંખ્યા ધારીએ તેને પાંચ જ વખત પાંચ પાંચ રૂપ ગોઠવીએ તે આ પ્રમાણે ૫ ૫ ૫ ૫ ૫) તેમાં પહેલી પાંચની સંખ્યાને બીજી પાંચની સંખ્યા સાથે ગુણતા ૨૫ થયા. તે પચીસને ત્રીજા પાંચ સાથે ગુણતા એક પચ્ચીસ થયા. આ