________________
૧૫
આગ્રહથી તત્કાલીન સર્વ સાધુઓને વલભીપુરમાં બોલાવ્યા. મથુરામાં એથી આગમવાચનામાં આ કંદિલસૂરિએ જે આગમો લખાવેલા તેને વારસે શ્રીદેવર્ધિગણિક્ષમાશ્રમણ પાસે હતે. માધુરી તથા નાગાર્જુની આગમવાચનાના બંને પાઠોને શ્રમણ સંઘે તેમની નિશ્રામાં એકત્ર થઈ તેમની રૂબરૂમાં તપાસ્યા તેમાં આ કંદિલસૂરિની વાચનાના પાઠને કાયમ રાખવામાં આવ્યું અને નાગાજુની વાચનાના પાઠને વાચનાંતર કહી સાથેજ દાખલ કર્યો. આ ઉપરાંત તે બંનેય વાચનાના જે પાઠન્તરે હતા તેને પણ ને, વગેરે સંકેતથી કાયમ જ રાખ્યા છે. આ રીતે તે વખતે આગામે, નિયુક્તિઓ તથા પૂર્વ ધર મહર્ષિ અને તે સિવાયના આચાર્યોએ રચેલ પશિક, તાત્વિક અને કથા સાહિત્યના પ્રત્યે પણ પુસ્તકારુઢ થયા. જીવસમાસ :
આ સમયે કર્મસાહિત્યના અનેક ગ્રન્થ લખાવવામાં આવ્યા. જેમાં કમ્મપયડ, શતકપ્રકરણ, પંચસંગ્રહ ઈત્યાદિ ગ્રંથની સાથે જીવસમાસ પણ લખાવવામાં આવ્યું. સહુ પ્રથમ આ ગ્રંથનું સંકલન આચાર્ય નાગાર્જુનસૂરિના સમયે વલભીમાં જે વાચના થઈ તે વખતે થયું હશે અથવા આ. નાગાર્જુનસૂરિની વલભીમાં જે વાચના થઈ તેની પરંપરાને અનુસરીને આ ગ્રંથ રચાયે હશે તેથી આ ગ્રંથ વલભીય પારસ્પર્ય નિયુકત કહેવાય છે. વર્તમાનમાં જે આગમ ગ્રંથે ઉપલબ્ધ થાય છે. તે આ. ઋન્દિલસૂરિની નિશ્રામાં થયેલ માથુરી વાચનાને અનુસરે છે. આ ગ્રંથ નાગાર્જુનની વાચનાને અનુસરતે હેઈ કેઈ કોઈ સ્થળે માથરી વાચનાથી વિસંવાદ જણાય છે તે છતાં એનપ્રશ્ન, લોકપ્રકાશન આદિ માં મતાંતર તરીકે આ ગ્રંથના સાક્ષિ પાઠો આપ્યા છે તેથી જાણી શકાય છે કે આ ગ્રંથ પૂર્વાચાર્ય પરમ્પરામાં અત્યંત આદરને પામે છે. કર્તા :
૨૮૬ ગાથા પ્રમાણે આ ગ્રંથને આદિ–અંત ભાગ જોતાં તેના કર્તા વિષેને કોઈ નિશ્ચય થતું નથી. તે છતાં આ ગ્રંથની ૨૮૫ મી ગાથા
" बहुभंगदिद्विवाए दिवाणं जिणोवइठाणं ।
धारणपत्तठो पुण जीवसमासस्थउवउत्तो ॥" અને તેની ટીકા
"बहुमंगो' बहुभेदो यो दृष्टिवादस्तस्मिन् बहुभंगदृष्टिचादे सर्वस्मिन्नापम સ્થિ”
એ જોતાં જણાય છે કે આ ગ્રંથ દ્વાદશાંગીમાંથી પૂર્વધર્મહર્ષિએ ઉદધૃત કર્યો હશે આ ગ્રંથ ઉપર ભિન્ન ભિન્ન સ્તંક વૃત્તિઓની રચના થઈ છે.