________________
૧૪૨
જીવસમાસ
તે સમયરૂપ કાળ પરમ એટલે અત્યંત સંક્ષિપ્ત એટલે સૂક્ષ્મ રૂપે છે. અથવા સર્વ અલપરૂપે છે. જેનાથી બીજી કોઈ અ૫કાલની માત્રા નથી. પરંતુ તે સમય જ સર્વાલ્પકાળમાત્રા છે. આથી જ તે વિભાગરહિત છે. કારણકે અત્યંત સૂક્ષમ હોવાથી કેવલીઓની બુદ્ધિ વડે પણ છેદતા દાતા (કાળને) ભેદ, અંશ, વિભાગ થતું નથી. તેથી તે અવિભાગી છે. જો તેને પણ વિભાગ થાય તે તે સમયનું પરમ નિરૂદ્ધપણું ન રહે. માટે સર્વ સૂક્ષ્મ શરહિત કાલ વિશેષ તે સમય એમ નક્કી થયું.
આ સમયે અત્યંત કમળ બે કમળના પાંદડાઓને એકબીજા પર ગોઠવી તીક્ષણ સેય વડે ભેદતા એક પાંદડેથી બીજે પાંદડે જતા અસંખ્યાતા સમયે વીતે છે. સાડીના ફાડવા વગેરે દ્રષ્ટાંતે આદિ અહીં ઘણું વક્તવ્ય છે તે અનુગ દ્વારથી જાણવું.
તે અસંખ્યાતા સમયથી એક આવલિકા થાય છે. અસંખ્યાતાના અસંખ્યાતા ભેદ થાય છે, તે અહીં જ કહેશે. તેમાં જેટલા પ્રમાણવાળા અસંખ્યાતા વડે આવલિકામાં અસંખ્યાતા સમયે થાય છે, તે અહીં પણ આગળ અમે કહીશું. તે સંખ્યાતિ આવલિકા વડે એક ઉચ્છવાસ એટલે ઊંચો શ્વાસ થાય છે, ઉપલક્ષણથી નીચે શ્વા એ પણ સંખ્યાતી આવાલિકાથી જ થાય છે એમ જાણવું, ઉચ્છવાસથી ઉપલલિત નિઃશ્વાસ ઉચ્છવાસ નિ:શ્વાસ : એ બંનેમાં પણ સંખ્યાતી આવલિકાઓ હોય છે, એમ માનવું (૧૬)
આ શ્વાસોશ્વાસ અવિશેષરૂપ જે તે ન લેવે પરંતુ વિશિષ્ટ જ લે. અને તે શ્વાસે શ્વાસને પ્રાણ કહેવાય છે. તે પ્રાણ બતાવી રહ્યા છે. '
हट्ठऽणगल्लुस्सासा एसो पाणुत्ति सन्निओ एको ।
पाणू य सत्त थोवो थवा सत्तेव लवमाहु ॥१०७॥ ગાથાર્થ : આનંદીત, નિરિગી યુવાન સંબંધી જે ધાસોધાસ તે એક પ્રાણ કહેવાય છે.
સાત પ્રાણુનો એક સ્તક થાય છે. અને સાત સ્તકનો એક લવ કહેવાય છે. (૧૦૭)
ટીકાર્ય -આનંદિત, ઘડપણથી અપીડિત એટલે યુવાન અને ભૂતકાળ કે વર્તમાન કાળમાં રોગથી ન ઘેરાએલ એવા પુરૂષ સંબંધી જે શ્વાસોશ્વાસ તે એક પ્રાણ કહેવાય છે. ગાથામાં કહેલ સત્તાન પદ પરથી પદના એક દેશ વડે સંપૂર્ણ પદ જણાય છે એ ન્યાયે શ્વાસનિઃશ્વાસ એમ સંપૂર્ણ પદ જાણવું. પણ સંજ્ઞા વડે સર્વજ્ઞ એમ વ્યવહાર કર્યો છે કેટલાક પvમાને ૩ અલાક્ષણીક છે એમ કહે છે માટે પ્રાણ એમ કહેવું. રોગ ઘડપણ વગેરેથી અસ્વસ્થ પુરૂષના શ્વાસે શ્વાસ ઝડપી ધીમા વગેરે રૂપ અસ્વાભાવિક ગતિવાળા હોવાથી હૃષ્ટ વગેરે વિશેષણ ગ્રહણ કર્યા છે એમ વિચારવું.
'. આ સાત પ્રાણ ભેગા થવાથી સ્તક કહેવાય છે. સાત સ્તંક મળવાથી તીર્થકર ગણુધરે તેને લવ કહે છે. (૧૦૭)