________________
પ્રકરણ-૩
કાળ પ્રમાણ कालेत्ति य एगविहो कालविभामा य हाइ णेगविहो।
समयावलियाइओ अणंत कालोति णायव्वा ॥१०५॥ ગાથા : “કલ એ પ્રમાણે તે એક પ્રકારે છે. અને કાળ વિભાગે કરી અનેક
પ્રકારે છે. તથા સમય આવલિકા વગેરેથી અનંતકાળ જાણ (૧૦૫) ટીકાW : જિનેશ્વરના શાસનમાં દરેક વસ્તુઓ સામાન્ય વિશેષાત્મક છે. તેમાં સામાન્ય રૂપ વિવાથી દરેક વસ્તુ એક રૂપ જ છે, જેમ વન. અને વિશેષરૂપ ધિવક્ષાવડે દરેક વસ્તુ અનેક રુપે છે, જેમ વન, ધવ ખેર, પલાશ, શાલ, તાલ, તમાલ વગેરે અનેક પ્રકારના પિતાનામાં રહેલા ઝાડોના ભેદ વડે અનેક પ્રકારે છે. એ પ્રમાણે અલગ અલગ સમય આવલિકા વગેરે રૂપે પિતાનામાં રહેલા અનેક ભેદના સમુદાયપ, જેને શબ્દાર્થ પહેલા કહી ગયા છે તે કાળ પણ “કાળ' એમ સામાન્ય વિવક્ષાથી એક પ્રકારે છે. જ્યારે તે કાળની પણ વિભાગરૂપભેદેની વિવક્ષા કરીએ ત્યારે તે અનેક પ્રકારે થાય છે. તે અનેક પ્રકાર શી રીતે થાય છે તે કહે છે. સમય અને આવલિકા છે જેની શરૂઆતમાં તે પ્રાણ, તેંક, લવ વગેરે કે જેનું સ્વરૂપ તત કહેવાશે. પ્ર.: આ કાળ છે, તે સાન્ત છે કે અનંત છે? ઉ. : આ કાળ સામાન્ય રૂ૫ વિવક્ષાથી અનંત છે. એટલે અંત વગર અને ઉપલક્ષણથી
અનાદિ છે. એ કાળ ભૂતકાળમાં ન હતું એમ નથી, વર્તમાનકાળમાં નથી એમ નથી, ભવિષ્યમાં ન હશે એવું પણ નથી. (૧૫) હવે કાળનું અનેક પ્રકારપણું બતાવે છે. काला परमनिरुध्धा अविभागी तं तु जाण समओति ।
तेऽसंखा आवलिया ता संखेज्जा य ऊसासो ॥१०६॥ ગાથાર્થ જાળને અત્યંત સૂક્ષ્મ અને વિભાગ રહિત ભાગને તું સમય તરીકે જાણ. તે
અસંખ્યાતા સમયથી એક આવલિકા થાય છે, અને સંખ્યાતિ આવલીકા વડે
એક વાસવાસ થાય છે. (૧૬) ટીકાર્ચ -પિતાના ઉત્પન્ન થવા વડે જે સારી રીતે આવલિકા વગેરે સર્વ પ્રકારના કાળ વિશેને પ્રાપ્ત થાય છે કે વ્યાપે છે તે સમય અથવા સારી રીતે પદાર્થોને સ્થિતિ વિશિષ્ટપણે જેના વડે જાણી શકે તે સમય. તે સમયને હે શિષ્ય તું જાણુ એ પ્રમાણે શિષ્યને સંબધન કર્યું છે.