________________
જીવસમાસ ગાથા -આ યવમધ્યવરે એક અગુલ, છ અંગુલને એક પાત, બે પાદની એક
વંત, બે વેતને એક હાથ થાય છે. (૯૯). ટીકાર્યુઃ આઠ યવમધ્ય વડે એક અંશુલ થાય છે, આ એક અંગુલ એ જ ઉત્સુધાંશુલ કહેવાય છે. એ છ અંગુલ વડે એટલે છ આંગળના વિસ્તારવાળો એક પગ એટલે પગના તળિયાને મધ્યભાગ થાય છે. પગને એક ભાગ પગ જ કહેવાય છે. એવા એ પગ ભેગા કરીએ ત્યારે બાર આંગળ પ્રમાણુની એક વેંત થાય છે. બે વેંત વડે એક હાથ થાય છે. મૂળ ગાથામાં “જગુરુ વિસ્થા જળ' વગેરે જે કહ્યું છે તેમાં નિ શબ્દ વડે હાથને પર્યાયવાચી શબ્દ જાણે. બે હાથ પ્રમાણુ એક કુક્ષીનું માપ જાણવું. કુક્ષ શબ્દ ગાથામાં ન કહેલ હોવા છતાં પણ અધ્યાહારથી જાણો કેમકે અહીં (ગા. ૯૨) મૂળ ગાથામાં પહેલા કહેલ હેવાથી તેમજ આગમમાં કહેલ છે. (૯) આથી આગળ શું છે? તે કહે છે.
नऊहत्थं पुण घणुयं दुन्नि सहस्साई गाउयं तेसिं ।
चतारि गाउया पुण जोयणमेगं मुणेयव्वं ॥१०॥ ગાથાર્થ : ચાર હાથને એક ધનુષ્ય થાય છે. બે હજાર ધનુષનો એક ગાઉ થાય,
ચાર ગાઉન એક યોજન જાણ. (૧૦૦) ટીકા : ચાર હાથ કે બે કુક્ષી પ્રમાણે એક ધનુષ થાય છે બંનેમાં એક જ અર્થ હોવાશી સમાનતા છે. તે બે હજાર ધનુષને એક ગાઉ થાય છે. ચાર ગાઉન એક સેજન જાણવે. આ જનને મૂળ ગાથામાં (ગા.૯૨) ઉપન્યાસ ન કર્યો હોવા છતાં પણ ગાડતા કહેવા વડે જણાતું હોવાથી, આગમમાં કહેલ હોવાથી, તેમજ ઉપયોગી હોવાથી કહ્યો છે. (૧૦)
ગાઊ પછી મૂળ ગાથા (ગા. ૯૨) માં જે કે શ્રેણી પ્રતર વગેરે ક્ષેત્ર પ્રમાણના વિભાગ રૂપે બતાવ્યા હોવા છતાં પણ આ ઉત્સધાંગુલથી બનેલ પ્રમાણના વિચારમાં તેની વ્યાખ્યા નથી કરતા. કારણ કે હમણું તે અપ્રસ્તુત છે. તેની નારક વગેરેની અવગાહના માપવામાં જરૂર રહેતી નથી. અહીં ફક્ત નારક વગેરેની અવગાહનાના વિષયરૂપ ઉત્સધાંગુલ પ્રમાણથી જ અહિં કહે છે. તેની અવગાહના માપવામાં જન સુધીના માપ જ વપરાય છે. આથી જરૂરીઆતવાળા માપની જ વ્યાખ્યા કરી. શ્રેણી વગેરે તેમાં વપરાતા ન હોવાથી તેમજ અપ્રસ્તુત લેવાથી તેની વ્યાખ્યા કરતા નથી. આગળ ઉપર તેની પણ વ્યાખ્યા કરીશું.
આ પ્રમાણે ઉભેધાંગુલ અને તેનાથી બનેલ વેંત વગેરે ક્ષેત્રપ્રમાણુ કહ્યું. હવે ક્રમ પ્રાપ્ત પ્રમાણુગુલ અને તેનાથી બનેલ વેત વગેરે ક્ષેત્રપ્રમાણને કહે છે,