________________
૧૩૦
વિસમોસ अंगल विहत्थि रयणी कुच्छी धणु गाऊयं च सेढी य ।
पयरं लोगमलोगो खेत्तपमाणस्स पविभागा ॥ ९२ ॥ ગાથાથી આગળ વંત, હાથ, કુક્ષી, ધનુષ, ગાઉ, શ્રેણી, પ્રતર, લોક અલોક આ સર્વે ટીકાર્ય વિભાગ નિષ્પન ક્ષેત્ર પ્રમાણના પ્રવિભાગે એટલે ભેદો થાય છે. (૯૨)
હવે સૂત્રકાર જાતે જ આ ભેદનું વિસ્તારથી નિરૂપણ કરવાની ઈચ્છાથી અંગુલસ્વરૂપને નિર્ણય કરે છે.
तिविहं च अंगुलं पुण ऊस्सेहंगुल पमाण आयं च ।
एक्ककं पुण तिविहं सूई पयरंगुल घणं च ॥१३॥ ગાથાર્થ –ઉત્સધાંગુલ, પ્રમાણાંગુલ, અને આત્માગુલ એમ અંશુલ ત્રણ પ્રકારે છે. તથા
દરેક અંગુલના પણ સૂચિ અંગુલ, પ્રતરાંગુલ ઘનાંગુલ એમ ત્રણ પ્રકાર છે. (૯૩) - ટીકાથઃ જજ વગેરે ધાતુઓ ગતિ અર્થ માં છે અને ગતિ અર્થવાળ ધાતુઓ જ્ઞાનામાં પણ વપરાય છે આથી સંજો-કમાન્તો તે વાળ અને ચંદ્ર જે પ્રમાણથી પદાર્થો જણાય તે અંગુલ કહેવાય છે, તે પ્રસિદ્ધ છે. તે અંગુલ ઉત્સધાંગુલ, પ્રમાણાંગુલ અને આત્માગુલ એમ ત્રણ પ્રકારે છે.
ઉત્સધાંગુલ–એટલે અનંતા સૂમપરમાણુ રૂપ પુદ્ગલેના સમુદાયને સમાગમ થવાથી એક વ્યવહારિક પરમાણુ થાય છે વગેરે ક્રમપૂર્વક ઉછૂય એટલે આગમમાં તેમજ અહીં આગળ કહેવાતા સ્વરૂપપૂર્વક વૃદ્ધિ પામતા પુગલ સમુહ તે ઉત્સધ, તેથી. કહેલ સ્વરૂપવાળા ઉત્સધથી ઉત્પન્ન થયેલ અંગુલ તે ઉત્સધાંગુલ. અથવા નારક વગેરેના શરીરની ઊંચાઈના પ્રમાણ નિર્ણય કરવારૂપ જે વિષયવાળું અંગુલ તે ઉસૈધાંગુલ. તે અહીં આગળ કહેવાતા નિયમ મુજબ ઉત્સધાંગુલના પ્રમાણથી ચારગણુ કે હજારગણું પ્રમાણથી ઉત્પન્ન થયેલ તે પ્રમાણુગુલ, અથવા પ્રમાણપ્રાપ્ત અંગુલ તે પ્રમાણગુલ. એનાથી બીજું કઈ મોટું અંગુલ નથી. માટે આજ પ્રમાણ પ્રાપ્ત અંગુલ છે. જો કે આજ અવસર્પિણી કાળમાં સમસ્ત લેક વ્યવહાર તેમજ રાજ્ય વગેરેની વ્યવહારના પ્રથમ પ્રણેતા રૂપે પ્રમાણભૂત યુગાદિદેવ શ્રી ઋષભદેવ અથવા ભરત ચક્રવર્તિ જેવા પુરૂષનું અંગુલ તે . પ્રમાણગુલ.
જે કાળમાં ભારત સગર વગેરે શાસ્ત્રોક્ત પ્રમાણવાળા મનુષ્ય હોય તેઓને આત્મા (શરીર) લે. તે આત્માઓનું અંગુલ તે આત્માઅંગુલ આ ત્રણે પ્રકારના અંગુલેને પણ દરેકના સૂટ્યગુલ, પ્રતરાંગુલ, ઘનાંગુલ, એમ ત્રણ પ્રકારો છે.
તેમાં લંબાઈથી એક આંગળ પહોળી અને એક પ્રદેશ જાડી એક આકાશ પ્રદેશની શ્રેણું શુચી અંગુલ કહેવાય છે. એ વાસ્તવિક પણે અસંખ્યય પ્રદેશ સૂચીરૂપે હોવા છતાં