SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ હવે જે અવમાનનું સ્વરૂપ કહ્યું, તેને ક ંઇક વિશેષતાથી કહે છે दंड धणु जुगनालिय अक्खो मुसल होइ चऊहत्थं । दसनालियं चं रज्जुं वियाण अवमाण सण्णा ॥९०॥ સમાસ ગાથા : દંડ, ધનુષ, યુગ, નાલિકા અક્ષ અને મુશલ એ ચાર હાથ હેાય છે. દશનાલિકા પ્રમાણ રજુ અને તે અવમાન સ`જ્ઞાએ જાણવું. (૯૦) ટીકા :-સિદ્ધાંત સાગરમાં સ્થેળ યા તઢેળ વા વગેરે વચનેા વડે હાથ, દડ ધનુષ વગેરે કહ્યું છે. અહી’કોઈ કારણથી ગ્ર ંથકાર ‘હાથ’ કહ્યો નથી. છતાં પણ ઉપલક્ષણથી તેની વ્યાખ્યા જાણવી. તે હાથ આ ગ્રંથમાં જ જેતુ' સ્વરૂપ કહેવાનુ છે, તે ઉત્સુધાંશુલ વડે ચાવીસ આંગળ પ્રમાણ જાણવા. તે હાથ વડે ચાર હાથ પ્રમાણવાળા દંડ, ધનુષ, યુગ, નાલિકા, અક્ષ અને મુશલ એમ છ માપા થાય છે આ છયે અવમાન સ`જ્ઞાવાળા જાણવા એમાં નાલિકા એટલે એક પ્રકારની લાકડી અને અક્ષ ધૂસરી છે, બાકીના તે પ્રસિદ્ધ છે. દસ નાલિકા એટલે ચાલીસ હાથ પ્રમાણુ એક રજ્જુ પ્રમાણ થાય છે આ રજુમાન વિશેષરૂપ અવમાન સંજ્ઞા જાણવી. પ્ર : જો દંડ વગેરે દરેક ચાર હાથ પ્રમાણુ જ છે, વધારે ઓછા નહી. તે પછી કોઇપણ ક્રેડ વગેરે એકને લેવાથી કાર્ય થાય છે તેા ખીજા ભેદ્દા શા માટે લીધા ? ઉ. : સાચી વાત છે પરંતુ વાસ્તુભૂમિ વગેરે માપ ચેાગ્ય વસ્તુમાં લીક રૂઢીથી આ સમાન પ્રમાણવાળાઓમાં અલગ ભેદે વપરાય છે માટે બધા ભેદોને લીધા છે. લેાકમાં વાસ્તુભૂમિ વગેરે હાથથી મપાય છે. ખેતી વગેરેના વિષયરૂપ ખેતર,ચારહાથના વાંસરૂપ દંડવડે, રસ્તાના ગાઉ, યાજન વગેરે જાણવા માટે ધનુષ વડે, ખાડો, કૂવા વગેરે નાલિકાવડે જે ચાર હાથ પ્રમાણ લાકડીરૂપ છે તેનાથી મપાય છે. એમ યુગ વગેરે કોઈક દ્વેશ વગેરેના રિવાજથી નિયત વસ્તુમાં જ વપય છે. કહ્યું. કેઃ ભૂમિપર હાથ, ખેતરમાં દંડ, માગમાં ધનુષ, ખાતામાં નાલિકા વડે અવમાન પ્રમાણ જાણવુ. (૯૦)
SR No.005751
Book TitleJivsamas
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year1986
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy