________________
તવ્યપરાણ :
૧૨૭ પ્રશ્ન:-આ ઉન્માન માપ ક્યા દ્રવ્યના વિષયમાં વપરાય છે જેથી તેને દ્રવ્ય પ્રમાણમાં ગણે છે? ઉત્તર-સપ્તમી વિભક્તિના ૪ નો વ્યત્યય થવાથી અહિં કાંસા વગેરેમાં એમ સમજવું.
કાંસુ પ્રસિદ્ધ છે, વગેરે શબ્દથી તાંબું, લેખક, કપાસ, ગોળ, ખાંડ વગેરે આ ઉન્માન માનથી મપાતા હોવાથી ઉન્માન પ્રમાણના વિષય છે. એ ઉન્માન આગમમાં “જણ તો પારિ” વગેરે વડે અર્ધક, કર્ષ વગેરે ભાર પર્યત કર્યો છે. તેમાં પલને આઠમે ભાગ અડધે કષ, પલને ચૂંથો ભાગ કર્ષ, પલને અડધે ભાગ અડધેપલ, બે અડધા પેલે એક પેલ, એકસો પંચોતેર પલે એક તુલા, દશતુલાએ અર્ધભાર, વીસતુલાએ ભાર, આ પ્રમાણે વજન વડે મગધ દેશમાં કાંસુ
વગેરે તેલાય છે. આ સર્વ વજન ઉન્માન કહેવાય છે. પ્રશ્ન- જે આગમમાં અર્ધક વગેરે ઉન્માન કહેવાય છે તે પછી કાર્ષિકતુલા વગેરે
એમ શા માટે કહ્યું? ઉત્તરઃ સાચી વાત છે પરંતુ અર્ધ કર્યું વગેરે જાણવાના ઉપાય તરીકે ઉપચારથી તે પણ
પ્રમાણે કહેવાથી દોષ નથી. ઉન્માન પ્રમાણે કહ્યું,
હવે અવમાનનું સ્વરૂપ કહે છે જેના વડે જમીન વગેરે પદાર્થો જાણી શકાય કે માપી શકાય તે પ્રમાણ વિશેષ અવમાન કહેવાય છે. તે અવમાન માનદંડ વગેરે શબ્દથી હાથ, ધનુષ, યુગ રજજુ વગેરે વડે (મપાય) થાય છે. હાથ, દંડ ધનુષ, યુગ વગેરેનું સ્વરૂપ આગળની ગાથામાં વિશેષથી કહીશું.
હવે પ્રતિમાન કહે છે. જેના વડે માપવા ગ્ય સુવર્ણ વગેરેના જેવું, અથવા બીજા પક્ષે પ્રતિયેગીપણાથી પ્રતિતુલ્ય એટલે સમાન જે ગુંજા, કાકણી વગેરે વડે મપાય
તેલાય) તે પ્રતિમાન. તે પ્રતિમાન આગમમાં સુન્ના રાવ નિવાં વગેરે ઘણા ભેદપૂર્વક કહ્યું છે. તેમાં ગુંજા એટલે ચઠી જે લોકપ્રસિદ્ધ છે. સવારણાઠીની એક કાકણી, ત્રણ ભાગમુક્ત એક કાકણી વડે, ત્રણ ભાગ ઓછા એવી બે ગુંજા વડે એકવાલ, ત્રણ વાલને એક કર્મમાષક, બાર કર્મમાષકને એક મંડલક, સેળ કર્મમાષકને એક સુવર્ણ, એ સર્વ પ્રતિમાન કહેવાય છે. પ્રશ્ન:- આ પ્રતિમાન દ્રવ્ય પ્રમાણુના ભેદને કયા દ્રવ્યને જાણવા માટે (ઉપગાય) પ્રવર્તે છે? ઉત્તર : જેના પ્રમાણને જાણવા માટે નાશ) ત્રાજવામાં મૂકાય તે સોનું, ચાંદી, મતી વગેરે
ધરીક (મ) કહેવાય છે. તેઓના વિષયને જાણવા માટે વપરાતું હોવાથી પ્રતિમાનરૂપ દ્રવ્યપ્રમાણુ કહેવાય.
જેના વડે વસ્તુ ગણાય તે ગણિત કે ગણિમ કહેવાય છે તે ગણિત એક બે વગેરેથી લઈ શીર્ષપ્રહેલિકા સુધીની સંખ્યા, જેનું સ્વરૂપ આગળ કહેવાશે.