________________
૧૧૮
જીવસમાસ एवं जीवसमासा बहुभेया वनिया समासेणं ।
एवमिह भावरहिया अजीवदव्वा उ विनेया ॥४॥ ગાથાર્થ આ પ્રમાણે ઘણા ભેદવાળા જીવ સમાસોનું સંક્ષેપમાં વર્ણન કર્યું એ પ્રમાણે
જ ભાવરહિત અજીવ દ્રવ્યો પણ જાણવા (૮૪)
ટીકાથ-પૂર્વમાં કહેલા પ્રકારો વડે સમસ્ત જીના સંગ્રહ રૂપ જીવસમાસનું મિથ્યાષ્ટિ, સાસ્વાદન વગેરે પ્રકારેથી અથવા એકેન્દ્રિય, બેઈન્દ્રિય વગેરે ભેદથી તેમજ ગતિ વગેરે માર્ગણ દ્વારેથી એમ ઘણા ભેદ વડે સંક્ષેપમાં વર્ણન કર્યું છે. કારણ કે વિસ્તારથી તે સિદ્ધાંતસાગરથી જ જાણી શકાય છે. '
જે ઉપર કહેલ રૂપવાળા જીવસમાસે છે તે પછી અજી કેવા પ્રકારના છે? ક્યા લક્ષણવાળા છે ? એ પણ કહે. વિપક્ષનું સ્વરૂપ કહેવાથી જ તેને વિધિ પ્રસ્તુત પદાર્થ પણ સારી રીતે જાણી શકાય છે. એમ શંકા કરી જીવસમાસે કહ્યા છતાં પણ તેનાથી વિપરીત હોવા છતાં નજીકના અજીને પણ પ્રસંગનુસારે પ્રતિપાદિત કરવા માટે પ્રસ્તાવનાથે કહે છે. “ઘમદ” ઈત્યાદિ. જે પ્રમાણે પૂર્વ સ્વરૂપવાળા જીવ દ્રવ્યે જાય, તેમ અજીતદ્રવ્ય પણ આ જગતમાં જાણવા. ગાથામાં તુ શબ્દ = અર્થમાં છે તે અછવદ્ર જાણવાથી આ જ ગ્રંથમાં આગળ તેમજ અન્ય ગ્રંથમાં કાર્યસિદ્ધિની સંભાવના છે. પ્રશ્ન- કેવા પ્રકારના અજીવ દ્રવ્ય જાણવાના છે ? ઉત્તર- ઉપર કહેલ બાર ઉપયોગ લક્ષણ રૂપ જીવના જે પર્યાય છે તે પર્યાય રૂપ ભાવથી
રહિત અછવદ્રવ્ય જાણવા. (૮૪)
તે અજવદ્રવ્યો કયા છે ! એવી શિષ્યની શંકાને દૂર કરવા માટે મૂર્તામૂર્ત ભેદપૂર્વક અજીવ દ્રવ્ય કહે છે.
ते उण धम्माधम्मा आगास अरूविणा तहा कालो ।
खंधा देस पएसा अणुत्तिविय पोग्गला रूवी ॥५॥ ગાથાર્થ-તે દ્રવ્ય ધર્મ, અધમ, આકાશ તથા કાળ એમ ચારેય અરૂપિ છે તથા પુદગલ
દ્રવ્ય સ્કંધ, દેશ, પ્રદેશ અને પરમાણુ એમ ચાર પ્રકારે રૂપી છે. (૮૫) ટીકાથ- જે આગળ ગાથામાં અછવદ્રવ્ય જાણવા ગ્ય છે એમ જણાવ્યું હતું તે અજીવદ્રવ્ય રૂપી અને અરૂપી એમ બે પ્રકારે છે, તેમાં અરૂપી એટલે અમૂર્ત, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને કાળ, એમ ચાર અજીવ દ્રવ્ય અમૂર્ત જાણવા,