________________
આહારકાર
૧૩
અને ચોથા સમયે લેકનાડીથી નિકળી ઉત્પત્તિ સ્થાને ઉત્પન્ન થાય છે. આ પ્રમાણે ત્રણ વિગ્રહ(વળાંક)વાળી ચાર સમય પ્રમાણુ વિગ્રહગતિ છે. અહીં પણ પહેલાંની જેમ પહેલા ત્રણ સમયમાં અનાહારક અને ચોથા સમયે આહારક હોય છે. બીજા મતે વચ્ચેના બે વકના (વળાંક) સમયે અનાહારક અને પહેલા છેલ્લા સમયે આહારક હોય છે.
આ પ્રમાણે આગમમાં છને ભવાંતરાલ ગતિ ચાર પ્રકારની કહી છેઃ ૧. અજુગતિ, ૨. એક વિગ્રડ ગતિ, ૩ દ્વિવિગ્રહગતિ, ૪ ત્રિવિગ્રહગતિ. અન્ય આચાર્યો ચાર વળાંકયુક્ત પાંચ સમયવાળી પણ ગતિને સંભવ છે એમ કહે છે. જ્યારે જીવ ત્રસનાડી બહાર વિદિશામાં રહેલો હોય અને ત્યાંથી બીજી તરફ ત્રસનાડી બહાર વિદિશામાં ઉત્પન્ન થાય ત્યારે પાંચ સમયેવાળી વિગ્રહગતિને સંભવ હોય છે. અહીં પહેલાંના ત્રણ સમયની ગતિ તે ચાર સમયવાળામાં કહી છે તેમજ સમજવી. પછી ચેથા સમયે ત્રસનાડી બહાર નિકળી ઉત્પત્તિસ્થાનની સમશ્રેણીમાં આવે છે અને પાંચમા સમયે ત્રસનાડી બહાર દિશામાં રહેલા ઉત્પત્તિ સ્થાને જાય છે.
અહિં પણ પહેલા ચાર સમયે અનાહારી અને પાંચમા સમયે આહારી; બીજા મતે વચ્ચેના ત્રણ સમયે જ અનાહારી અને પહેલા તથા છેલ્લા સમયે આડારી હોય છે. કહ્યું છે કે “g iી જાનાર” સૂત્રમાં કહેલ વા શબ્દથી કેઈક વખત જ ત્રણ સમય હોય છે એમ જાણવું. તત્વાર્થભાષ્યકારના અભિપ્રાયથી વ શ દ એક અને બે ના વિકલ્પ અર્થને ઊંચે લાવવા (વિકસાવવા માટે છે. અધિક સમયને ત્યાં સ્પષ્ટ નિષેધ છે. આ પાંચ સમયવાળી ગતિ કદાચિતપણે આગમમાં કહી હોવાથી અત્રે નથી કહી. મોટે ભાગે એકેન્દ્રિયની પણ આ પ્રમાણે ઉત્પત્તિ હેતી નથી. આ પ્રમાણે વિગડગત્તિને પ્રાપ્ત થયેલ અનાહારી છ બતાવ્યા. અહિં વિગ્રગતિ સંપ્રાપ્ત છે જ અનાહારી હોય છે એમ ન માનવું, કારણ કે સિદ્ધ વગેરે પણ અનાહારી છે. વિરહગતિમાં જ અનાહારી હોય છે, એમ પણ ન માનવું કારણ કે તેમાં પણ કેટલાક સમયમાં અનાહારીપણું કહ્યું નથી. પ્રશ્ન : તે પછી બધાય વાયે અવધારણવાળ છે એમ શી રીતે જાણવા ? ઉત્તર : અવધારણ સંભવદર્શન અને પરમ(પર) ગ વ્યવછેદ વડે હોય ત્યારે) કરાય છે.
વિગ્રહગતિમાં અનાહારકપણાનું સંભવદર્શન જ થાય છે. માટે અવધારણવાબ જાણવા. જેમ આકાશમાં પક્ષીઓ, પાણીમાં માછલી વગેરેની જેમ. વધુ વિસ્તારથી સર્ણ,
સગી કેવલ કેવલીસમુદ્ધાતમાં ત્રીજા, ચોથા અને પાંચમા સમયે ફક્ત કાર્પણ કાયયોગની અવસ્થામાં અનાહારી હોય છે. એ વાત ફકત આગળ
આ જ ગ્રંથમાં પહેલા વિસ્તારથી કહી છે. છે. ૧૫