SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૨ જીવસમાસ કહેવાય છે. આ વિગ્રહગતિમાં પહેલા સમયે પૂર્વના શરીરને છોડ્યું હોવાથી અને આગળના શરીરને પ્રાપ્ત ન કર્યું હોવાથી અનાહારક થાય છે. એ પ્રમાણે પ્રજ્ઞપ્તિ (ભગવતિ) વગેરે આગમીકે માને છે અન્ય પ્રતેિમાં મન રે સા એ પ્રમાણેના વચનથી છોડાતું પૂર્વભવનું શીર પહેલા સમયે જ અસારરૂપ છે એમ માની છોડી દે છે. માટે પહેલે જ સમયે અનાહારક થાય છે. અહિં ક્રિયા (પ્રારભ) કાળ અને નિષ્ઠા (પૂર્ણ) કાળના અભેદવાદિ નિશ્ચયમતને આશ્રય કરવાથી થાય છે. તત્વાર્થ ટીકાકાર વગેરેના મતે પહેલા સમયે આ જીવ અનાહારી થતું નથી, કારણકે અહિં જીવ પૂર્વના શરીરને છેડી રહ્યો છે, પણ છોડયું નથી, માટે વાસ્તવિક પણે આ સમય પૂર્વભવને છેલ્લો સમય જ છે, પણ પરભવને પ્રથમ સમય નથી, કારણ કે પૂર્વનું શરીર હજુ વિદ્યમાન છે. પૂર્વનું શરીર વિદ્યમાન હોય ત્યારે “જેને આહાર નથી તે અનાહારક” એમ કહેવું અશક્ય છે. આ પ્રમાણે જીવ અનાહારક નથી થતો, આ - મત ક્રિયા કાળ અને નિષ્ઠાકાળના ભેદવાદી વ્યવહાર નયના આધારે છે. આ બન્ને મતે અહિં કથંચિત પ્રમાણ છે, કારણ કે જિનમત ઉંભય નયરૂપ છે. બીજા સમયે તે ઉત્પત્તિ સ્થાનને પ્રાપ્ત કરતે હોવાથી આહારક જ છે એમાં અહિં કઈ જાતને વિવાદ નથી. જ્યારે મરણસ્થાનથી ઉત્પત્તિસ્થાન જે વક્રતર હેય તે જેમ ઈશાનખૂણાના ઉપરના ભાગેથી નિઋત્ય ખૂણાના નીચેના પ્રદેશ ઉત્પન્ન થાય ત્યારે પહેલા સમયે વાયવ્ય ખૂણાના ઉપરના ભાગે જાય છે. તે પછી બીજા સમયે વળાંકથી (વિગ્રહથી) નૈઋત્ય ખૂણાના નીચેના ભાગરૂપ ઉત્પત્તિ સ્થાનને પામે છે. આ પ્રમાણે છે વળાંવાળી ત્રણ સમયની વિગ્રહગતિને વિચાર કર્યો. આ ત્રણ સમયે આ જ પ્રકારે હોય છે, એમ ન માનવું, પરંતુ ઉમર કહ્યા પ્રમાણે બીજી રીતે પણ સારી રીતે (બુદ્ધિ પૂર્વક) વિચારવું. આ ફક્ત દ્રશ્ચંત માત્ર છે આગળ કહેલા અને પછી કહેવાનાર દાંતમાં પણ જાણવું. અહિં પ્રણ પહેલા કહેલ યુકિત પ્રમાણે નિશ્ચયનયને મત છે. વ્યવહાર તયે તે અવાળ કહેવા મુક્તિ પ્રમાણે મધના એક જ વિગ્રહ સમયે અનાહારી હોય છે પણ પહેલા અને છેલ્લા સમયે હોતા નથી. આ પ્રમાણે સર્વ જીવોને બીજા ભવને સ્વીકારતી વખતે એક સમય વાળ ઋજુગતિ અને મેં સમય તથા ત્રણ સમયવાળી વિગ્રહ ગતિ એમ ત્રણ પ્રકારની ગતિ હોય છે. ફક્ત એકેન્દ્રિયોને ઉપર કહેલ ત્રણ ગતિ ઉપરાંત ચોથી ગતિ ત્ર વળાંક વળી જે હોય છે તેની વિચારણા કરે છે. - અહિં ત્રસનાડી બહાર વિદિશામાંઅધોકમાં રહેલ જે નિગેન્દ્ર વગેરેમાંથી કોઈક જીવ ઊર્વકમાં ત્રસ નાડી બહાર દિશામાં ઉત્પન્ન થાય, તે એક સમયમાં વિદિશામાંથી દિશામાં આવે છે. બીજા સમયે સાડીમાં પ્રવેશે છે. ત્રીજી સમયે ઉર્વલેકમાં જાય છે,
SR No.005751
Book TitleJivsamas
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year1986
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy