________________
નામે તિસ્થસ્સ... પ્રકાશકીય નિવેદન...
વર્ધમાન તપેનિધિ પૂજ્યપાદ આચાર્યદેવશ્રીમદ્ વિજય ભુવનભાનુ સૂરીશ્વરજી મહારાજના પ્રશિષ્ય પૃ. ૫. શ્રી હેમચંદ્ર વિજયજી ગણિવર શ્રીની શુભ પ્રેરણાથી તીર્થપ્રભાવક પૂ. આચાર્યદેવ શ્રી વિજય વિક્રમ સૂરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન પૂ.પં. શ્રી સ્થૂલભદ્ર વિજયજી ગણિવશ્રીના શિષ્યરત્ન પૂ. મુનિરાજ મા અમિતયશ વિજયજી મહારાજે અત્યંત પરિશ્રમપૂર્વક કરેલ શ્રી જીવસમાસ ગ્રંથના મૂળ તથા ટીકાનુવાદને પ્રસિદ્ધ કરતા અમે અત્યંત આનંદ અનુભવીએ છીએ.
આપણું પૂર્વાચાર્ય ભગવતેએ આપણને જે મહાન સાહિત્યની ભેટ આપી છે તેનું અધ્યયન, અધ્યાપન, પરિશીલન અને રક્ષા કરવાની મહાન જવાબદારી શ્રીસંઘના મસ્તકે છે. પૂ. ગુરુદે આ કાર્યમાં તનતોડ મહેનત ! પરિશ્રમ ઉઠાવી રહ્યા છે. પૂ. અમિતયશ વિજયજી મહારાજે ગુરૂકુળ વાસમાં રહેતા રહેતા પિતાના પૂજનીય ગુરૂદેવેની ઉપાસના કરતા કરતા સમ્યગુરાન કેવું સુંદર મેળવ્યું છે એ આ મહાન ગ્રંથનો અનુવાદ જેતા આપણને સહેજે સમજાઈ જાય તેમ છે. પૂજ્યશ્રીની આવી મહાન વ્યુત સાધનાની અમે ભૂરી ભૂરી અનુદના કરીએ છીએ, અને શ્રુતભક્તિ કરવા દ્વારા સ્વ-પર કલ્યાણમાં પૂજ્ય શ્રીની શકિતને વધુને વધુ ઉપયોગ થાય તેવી શાસનદેવને પ્રાર્થના કરીએ છીએ.
આ અતિ પ્રાચીન ગ્રંથના કર્તા કેણુ છે તે જાણી શકાયું નથી પરંતુ આ ગ્રંથના ટીકાકાર વિશેષાવશ્યક ભાષ્ય આદિ ગ્રંથના ટીકાકાર પૂ. મલધારી શ્રી હેમચંદ્ર સૂ. મ. છે. જે આ ગ્રંથનું મૂલ્યાંકન કરવા માટેનું મહાન સાધન છે. - આ ગ્રંથ વિષે પ્રસ્તાવના' ના નામે પૂ. અભયશેખર વિ. મહારાજે તથા ગ્રંથકાર અને ટીકાકાર આદિ વિષે “જીવસમાસ : એક પરિચય’ના નામ પૂ. મહાબોધિ વિ. મહારાજે વિસ્તૃત વિવેચન લખેલ છે તેની વિશેષ છણાવટ કરવાનું અમારું સામર્થ્ય પણ નથી. તે માટે બંને પૂજ્યશ્રીના લેખો જેવા વાંચકોને અમારી ભલામણ છે.
શ્રી જિનશાસન આરાધનાની દ્રસ્ટની સ્થાપના સાત ક્ષેત્રની ભકિત કરવા માટે - થયેલ છે. જીર્ણોદ્ધાર, જિનમંદિરના નિર્માણ, નૂતન ધર્મ સ્થાનના નિર્માણ, પૂની
ભક્તિ, વૈયાવચ્ચ, દીક્ષાથી બહુમાન, મુમુક્ષુ પાઠશાળા વગેરે અનેક વિધ પ્રવૃત્તિઓની સાથે ટ્રસ્ટ દ્વારા શ્રુત ભક્તિનું કાર્ય પણ સારી રીતે થઈ રહ્યું છે.
હાલમાં ૩૦ થી ૩૫ લહીયાએ શાસ્ત્ર લેખનનું કાર્ય કરી રહ્યા છે. લાખ શ્લેક . પ્રમાણે લગભગ છથી વધુ ગ્રંથ આજ સુધીમાં લખાઈ ગયા છે. શાસ્ત્ર લેખન સાથે
પ્રાચીન શાસ્ત્ર પ્રકાશનનું કાર્ય પણ ટ્રસ્ટ તરફથી ચાલું જ છે.