________________
છાનું વર્ગીકરણ કરીને પ્રરૂપણ કરવામાં આવી છે. કયાંક કયાંક આ ગ્રંથમાં સુ. પર્યાપૃથ્વીકાય વગેરે ૧૪ જીવલેની પણ ૧૪ સમાસ તરીકે વિક્ષા કરીને પણ પ્રરૂપણ કરી છે. માટે “સમસ” શબ્દનો અર્થ “સંગ્રાહક તરીકે લઈએ તે પણ ગ્રંથનું નામ સાર્થક છે. [ જે કે આ ગ્રંથમાં અજીની પણ સંક્ષેપમાં કે ધર્માસ્તિકાય વગેરે રૂપ સમાસમાં પ્રરૂપણ છે. તેમ છતાં, જીવની પ્રરૂપણાની અપેક્ષાએ તે અતિ અલ્પ હેવાથી ગ્રંથ “જીવસમાસ' તરીકે પ્રસિદ્ધ છે.]
જીવની નિક્ષેપ (શાસ્ત્ર પ્રસિદ્ધ નામ-સ્થાપના વગેરે સંભવિત ભેદની વિચારણા) અને નિકિત (જીવ વગેરે શબ્દો કઈ રીતે બન્યા છે? તે વ્યુત્પત્તિ) દ્વારા પ્રરૂપણું કરીને આ ૧૪ સમાસે દ્વારા વિશેષ વિચારણા આ ગ્રંથમાં પ્રસ્તુત છે. તે વિચારણા કિ, કમ્સ વગેરે છે અને સત્પદ પ્રરૂપણુ-દ્રવ્યપ્રમાણુ વગેરે ૮ અનુગદ્વારમાં ઉતારી છે. વળી એમાંય વધુ સૂકમતાથી બોધ થાય એ માટે ગતિ-ઈન્દ્રિય-કાય વગેરે ૧૪ માર્ગણસ્થાને દ્વારા એ વિચારણાને સૂકમતર કરવામાં આવી છે. જેમકે વર્ગીકરણના ૧૪ વર્ગોમાંને પહેલે વર્ગ પ્રથમ મિથ્યાત્વગુણઠાણું. તે નરક ગતિમાં સત્-વિદ્યમાન હોય કે નહિં? હેય તે તેનું દ્રવ્યપ્રમાણ કેટલું હોય? ઈત્યાદિ વિચારણું છે. આ બધા પરથી ગ્રન્થકારે જેની કેટલી બધી જાણકારી આપણને ગ્રંથમાં આપી છે તે જણાય છે. તેમજ પ્રસ્તુત બાબતે અંગેના ઘણા મતાન્તરે પણ ગ્રંથમાંથી જાણવા મળે છે.
પ.પૂ. મુનિરાજ શ્રી અમિતયશ વિ. મ. સા. પ્રકરણાદિ ગ્રંથને તાત્પયાર્થ પકડવાની સારી કુશળતા ધરાવે છે. તેઓશ્રીએ આ ગ્રંથને વૃત્તિને અનુસરીને ભાવાનુવાદ કરવાને સ્તુત્ય પ્રયાસ કર્યો છે. અને એ દ્વારા સંસ્કૃત ભાષાના અનભિજ્ઞ કે મંદ બેધવાળા જીવો પર વિશેષ અનુગ્રહ કર્યો છે. જો કે આ ગ્રંથનું ગુજરાતી ભાષાંતર પૂર્વ સિનોર નિવાસી માસ્તર શ્રીયુત ચંદુલાલ નાનચદે કરેલું છે, જે સંવત ૧૯૫ માં પ્રતાકારે બહાર પડેલું છે તેમ છતાં એ ભાષાંતર વૃત્તિના ભાવાર્થવાળું નથી, જ્યારે આ ભાવાનુવાદ વૃત્તિના ભાવાર્થવાળું છે તેથી એ એક વિશેષતા છે. પૂજ્ય મુનિરાજશ્રીએ ગ્રંથકારને અને વૃત્તિકારને કેટલે અને કેવે ન્યાય આપ્યું છે તે તે સુજ્ઞ વાચકે સ્વયં વાંચવાથી જાણી શકશે.
પૂજ્ય મુનિરાજશ્રી બીજા પ્રકરણદિ ગ્રંથને પણ લેકગ્ય ભાષામાં અનુવાદ કરી ભવ્ય જીવે પર વિશેષ ઉપકાર કરતાં રહે એવી શુભેચ્છા.
આ પ્રસ્તાવનામાં મારાથી પરમ પવિત્ર શ્રી જિનાજ્ઞાથી(૧)વિરુદ્ધ જે કાંઈ લખાયું હેય તે બદલ મિચ્છામિ દુક્કડમ અને (૨) અનુરૂપ જે કાંઈ લખાયું હોય તેનાથી બંધાએલ પુણ્યપ્રાગ્લાર દ્વારા જગતના જેની વધુને વધુ જાણકારી મેળવી છની વધુને વધુ દયા પાળી પરમપદને પ્રાપ્ત કરે એવી શુભાભિલાષા
લિ. વર્ધમાનતનિધિ આ. ભ. શ્રી વિજયભુવનભાનુસૂરીશ્વરજી મહારાજાને ચરણકિંકર પ્રશિષ્ય મુનિ અભયશેખર વિજય.