________________
૧૧ અત્યાર સુધીમાં નીચે મુજબના ગ્રંથ પ્રકાશિત થઈ ગયા છે. (૧) જીવવિચાર-દંડક કાયસ્થિતિ સ્તોત્રાભિધાન પ્રકરણ સટીક (૨) ન્યાય સંગ્રહ (૩) ધર્મ સંગ્રહ ભાગ ૧ સટીક (૪) ધમસંગ્રહ ભાગ ૩ સટીક - નીચેના ગ્રંથા ટુંક સમયમાં પ્રકાશિત થશે. (૧) જંબુદ્વીપ સંગ્રહણી સટીક . (૨) ધર્મ સંગ્રહ ભાગ–૨ સટીક (૩) સ્યાદ્વાદ મંજરી (અનુવાદ)
શ્રુત ભકિતના વિશાળ કાર્યમાં લાખો રૂપિયાની આવશ્યક્તા છે. આ પણ જ્ઞાનખાતાની સ્કમનો વ્યુતરક્ષાના આ મહામૂલા કાર્યમાં સદુપયોગ કરવે અત્યંત આવશ્યક છે જે આની આપણે ઉપેક્ષા કરીશું તે આપણું મહામૂલા શ્રતના વારસાને ગુમાવી દેવાનો આપણે માથે ભય ઉભું થશે માટે સહુ સંઘના અગ્રગણ્ય શ્રતરક્ષાનું મહત્વ સમજી પ્રાચીન આચાર્યોના શાસ્ત્રોનું લેખન પ્રકાશન કરવા દ્વારા જતન કરવા પ્રયત્નશીલ બને એજ શુભાભિલાષા.
પ્રસ્તુત પુસ્તકના પ્રકાશનમાં પ. પૂ. પન્યાસજી મ. શ્રીપદ્યવિજયજી ગણિવર્ય તેમજ પ. પૂ. પંન્યાસપ્રવર શ્રીસ્થૂલભદ્રવિજયજી ગણિવર્ય મહારાજ સાહેબની પ્રેરણાથી વિવિધ સ એ પિતાના જ્ઞાનદ્રવ્ય ની રકમ આપી છે તે સંઘને અમે આભાર માનીએ છીએ તેમજ આ પુસ્તક જીતુભાઈએ અમદાવાદના પિતાના જીગી પ્રિન્ટસ નામના પ્રેસમાં ઘણું ઝડપથી મુદ્રિત કર્યું તેથી તેમના અમે આભારી છીએ.
પ્રાન્ત આ થના સ્વાધ્યાય દ્વારા ભવ્ય આત્માઓ સભ્ય જ્ઞાનને વધુને વધુ પ્રાપ્ત કરી છેક કેવળજ્ઞાનની પ્રાપ્તિ સુધી પહોંચી અક્ષયપદને પ્રાપ્ત કરે એજ અભિલાષા સાથે મૃતભકિતને વધુ ને વધુ લાભ અમને મળે એવી શાસનદેવને પ્રાર્થના
લી. શ્રી જિનશાસન આરાધના તૂટ.