________________
६४
सानुवादं तत्त्वार्थाधिगमसूत्रम् २/९
સ્થિતિ - ज्ञान-दर्शनोपयोगासम्भवेऽपि जीवलक्षणव्याप्तिरन्यथा ह्यव्यापकं लक्षणं स्यात्, तेषां हि द्रव्येन्द्रियमनसामभावादुपयागोऽस्त्येकान्तनिर्विकल्पः, एवं च विग्रहगतिप्राप्तानां ज्ञान-दर्शनोपयोगासम्भवेऽपि तन्निमित्तं मतिज्ञानं नास्ति, ततश्च तत्पूर्वकं श्रुतमपि न सम्भवति, अतस्तेषां ज्ञानदर्शनोपयोगाभावाद'जीवत्वं स्यादिति।
तदेतत् सर्वमयुक्तमुक्तम्, स्वसिद्धान्तानवबोधात्, इह प्रवचने मत्यादीनि लब्धित उपयोगतश्च चिन्त्यन्ते, तत्र सम्यग्दृष्टेरविरतो जघन्यतरोऽन्तर्मुहूर्तपरिमाणकालः प्रकर्षतः षट्षष्टिसागरोपमाणि साधिकानि लब्धिमङ्गीकृत्याधीतः, उपयोगतोऽन्तर्मुहूर्तमेव जघन्योत्कर्षाभ्याम्, मिथ्यादृष्टेरनादिमत्यज्ञानादि कस्यचित्, कस्यचित् तु सादि भवति लब्धितः, उपयोगतस्तु तस्याप्यन्तर्मुहूर्तमवस्थानम्। तत्र यदेतदुच्यते , “द्रव्येन्द्रिय-मनसामभावान्मतिज्ञानं नास्ति तत्पूर्वकं श्रुतमपि नास्ति' तन्मिथ्या,
- હેમગિરા - અને દર્શનના ઉપયોગનો અસંભવ હોવા છતાં પણ જીવના લક્ષણની વ્યાપ્તિ છે અર્થાત્ અવ્યાપ્તિ થતી નથી. અન્યથા (= જો એકાંત નિર્વિકલ્પ સ્વરૂપ ત્રીજો ઉપયોગ ન સ્વીકારો તો) ખરેખર જીવનું લક્ષણ અવ્યાપક થાય કારણકે વિગ્રહગતિમાં રહેલા જીવોમાં દ્રવ્યેન્દ્રિય અને મનનો અભાવ હોવાથી એકાંત નિર્વિકલ્પ ઉપયોગ સંભવે છે (પણ જ્ઞાન-દર્શન ઉપયોગ નહીં). આ રીતે વિગ્રહગતિ પ્રાપ્ત જીવોને જ્ઞાન ઉપયોગ અને દર્શન ઉપયોગનો અસંભવ હોવાથી તે ઉપયોગ નિમિત્તે થતું મતિજ્ઞાન નથી. અને તેથી મતિજ્ઞાનપૂર્વક થનારું શ્રુતજ્ઞાન પણ ન સંભવે. આમ આ જ્ઞાન અને દર્શન ઉપયોગના અભાવે (તથા અમને સમ્મત નિર્વિકલ્પ ઉપયોગને પણ સ્વીકાર્યું ન હોવાથી તેના પણ અભાવે) તેઓમાં અજીવત્વ સિદ્ધ થઈ જશે.
એકાંત નિર્વિકલ્પ ઉપયોગ નથી ? ઉત્તર : તમે આ સઘળું ય અયુક્ત કહ્યું છે, કારણ કે સ્વ (= જૈન) સિદ્ધાંતનો તમને બોધ નથી. અહિં જિન પ્રવચનમાં મતિ આદિ જ્ઞાનોને લબ્ધિથી અને ઉપયોગથી (એમ બે રીતે) વિચારાય છે. ત્યાં લબ્ધિને આશ્રયીને સમ્યગ્દષ્ટિ જીવના મત્યાદિનો આંતરા વિનાનો અંતર્મુહૂર્ત પ્રમાણ કાળ જઘન્યતર (= નાનામાં નાનો) છે, ઉત્કૃષ્ટથી (આંતરા વિનાનો કાળ) સાધિક ૬૬ સાગરોપમ પ્રમાણ હોય છે. ઉપયોગની અપેક્ષાએ તો મત્યાદિ જ્ઞાનનો આંતરા વિનાનો કાળ જઘન્યથી કે ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત પ્રમાણ જ છે.
તે જ રીતે લબ્ધિની અપેક્ષાએ કોઈ (અનાદિ) મિથ્યાદષ્ટિને મતિ-અજ્ઞાન વગેરે અનાદિકાલીન હોય છે. વળી કોઈ (સાઠિ) મિથ્યાત્વીને મતિઅજ્ઞાન વગેરેની સાદિ હોય છે. ઉપયોગની અપેક્ષાએ તો તે (સાદિ અને અનાદિ) મિથ્યાત્વીને પણ મતિઅજ્ઞાન વગેરેની સ્થિતિ અંતર્મુહૂર્તની હોય છે. ૨. નવાતિ - પા ૨. જાન્ન મુ. (ઉં. મ.)T