________________
→ ગન્ધહસ્તિ ક
सानुवादं तत्त्वार्थाधिगमसूत्रम् २/८ संवेद्यत्वमवश्यमभ्युपगन्तव्यम्, उत्तरकालं तदनुस्मरणोपपत्तेः, अनुस्मरणं हीदं स्वयमनुभूतस्यार्थस्य दृष्टं नान्यथा, तस्माज्ज्ञात्वा योऽनुस्मरत्युत्तरकालं स एक आत्माऽन्वयी प्रतिपत्तव्यः ।
न खलु ज्ञान-स्मृती भिन्नपदार्थाधारे क्वचिद् दृष्टे, तस्मादस्त्येक आत्मेति, तथा परत्र हिताहितप्राप्तिपरिहारविषयां क्रियां दृष्ट्वा बुद्धिपूर्वकत्वानुमानं स्वदेह इव, ताश्च बुद्धयः प्रमाणं जीव इत्येकोऽर्थ રૂતિ। યથારૢ → *"" 'आया भंते! नाणे अण्णाणे ? गोयमा ! आया सिय नाणे सिय अण्णाणे, णाणे पुण नियमा आयो” (भगवत्यां)। बुद्धिरूपस्य चात्मनोऽनुमानगम्यत्वमवसेयम्, स्वदेहे च क्रिया बुद्धिपूर्वा स्वानुभवसिद्धा, तत्क्रियाजनिते च सुखदुःखे रूपाद्यर्थज्ञानानि चानुभवसिद्धत्वात् प्रत्यक्ष• હેમગિરા -
५४
કારણકે (સ્વસંવેદ્ય માનીએ તો જ એકવાર વસ્તુનો ઉપયોગ = બોધ થયા બાદ) ઉત્તરકાળમાં તેનું અનુસ્મરણ (= પછીથી થતું સ્મરણ) ઉત્પન્ન થાય છે.
* જ્ઞાન (અનુભવ) અને સ્મૃતિની સમાનાધિકરણતા ♦
આ અનુસ્મરણ આત્માએ સ્વયં અનુભવેલા પદાર્થનું જ થાય છે અન્યથા નહીં અર્થાત્ અનનુભૂત વસ્તુનું સ્મરણ ન સંભવે તેથી જે વ્યક્તિ પહેલા જાણીને ઉત્તરકાળમાં તે વસ્તુનું સ્મરણ કરે છે. તે (અનુભવી અને સ્મર્તા રૂપે) એક જ અન્વયીઆત્મા જાણવો છે. કારણ કે જ્ઞાન (અનુભવ) અને સ્મૃતિ એ ભિન્ન પદાર્થના આધારવાળા ક્યાંય દેખાયા નથી અર્થાત્ એક જ બાબતનો અનુભવ કોઈ એક વ્યક્તિને થાય અને તેનું સ્મરણ કોઈ બીજી વ્યક્તિને થાય, એવું જોવા મળતું નથી, તેથી (આ બંનેનો આધારભૂત) એક આત્મા છે.
♦ અનુમાન વડે પોતાના અને બીજાના શરીરમાં રહેલ આત્માની સિદ્ધિ “
તેમજ પોતાના શરીરની જેમ પરત્ર (= બીજાના શરીરમાં), હિતને પ્રાપ્ત કરવાના અને અહિતનો પરિહાર કરવાના વિષયવાળી ક્રિયાને જોઈને, બુદ્ધિપૂર્વકતાનું અનુમાન કરવામાં આવે છે અર્થાત્ સામી વ્યક્તિના શરીરમાં બુદ્ધિ છે એવું અનુમાન થાય છે અને તે બુદ્ધિ, પ્રમાણ અને જીવ આ ત્રણે શબ્દો એક અર્થ રૂપ પર્યાયવાચી છે. (આથી આમ બીજાના શરીરમાં પણ આત્માની સિદ્ધિ થઈ ગઈ.) જેમ કે શ્રી ભગવતી સૂત્રમાં શાસ્ત્રકાર મહર્ષિ કહે છે કે
=
પ્રશ્ન : હે ભગવાન ! આત્મા જ્ઞાનરૂપ છે કે અજ્ઞાનરૂપ છે ?
ઉત્તર : હે ગૌતમ ! આત્મા અપેક્ષાએ જ્ઞાનરૂપ છે, અપેક્ષાએ અજ્ઞાનરૂપ છે, પરંતુ જ્ઞાન એ નિયમા આત્મા હોય છે.
આ પ્રમાણે બુદ્ધિરૂપ (= જ્ઞાનરૂપ) આત્મા અનુમાન પ્રમાણથી સિદ્ધ થાય છે એ જાણવું.
* સામા મલ્ન્ત ! જ્ઞાનં અજ્ઞાનં ? ગૌતમ ! સ્વાત્ જ્ઞાનં સ્વાત્ ઞજ્ઞાન, જ્ઞાનં પુનર્નિયમાવામા।