________________
सानुवादस्वोपज्ञभाष्य - टीकालङ्कृतम्
गन्धहस्त
सान्निपातिकोऽपि लाघवैषिणा पृथक् नोपात्तः, मिश्रग्रहणादेव प्रतिलब्धः, यत एषामेवौपशमिकादीनां द्विकादिसंयोगेन सान्निपातिको निष्पद्यते षड्विंशतिविकल्पः, तत्रैकादश विरोधित्वादसम्भवतस्त्यक्ता विकल्पाः, पञ्चदशोपात्ताः प्रशमरतौ सम्भविनः, “षष्ठश्च सान्निपातिक इत्यन्यः पञ्चदशभेदः' (પ્રશમ. પ્ર. ૨૧૭) કૃતિ વચનાત્।
""
ते 'चामी विकल्पाः पञ्चदश
औदयिक क्षायोपशमिक-पारिणामिकास्त्रयोऽपि युगपदेकस्मिन् निपतन्ति जन्तौ, नारक - तिर्यङ् - मनुष्य- देवगतिभेदेन चैते चत्वारो विकल्पाः, तथौदयिकौपशमिकक्षायोपशमिक-पारिणामिकाः क्वचिदकृतत्रिपुञ्जोपशमसम्यक्त्वसद्भावाद् गतिभेदेनैव चत्वारो विकल्पाः, पुनरौदयिक-क्षायिक-क्षायोपशमिक-पारिणामिकाः क्वचित् क्षायिकसद्भावात् श्रेणिकादिवद् गतिभेदतः
હેમગિરા
તેના પછી પારિણામિક ભાવ કહ્યો કારણ કે એ મહાવિષયવાળો છે તથા પૂર્વ ભાવો કરતાંઅત્યંત જુદા પ્રકારનો છે. આમ ક્રમ ભેદનું કારણ કહ્યા પછી હવે સંખ્યા ભેદનું (= ૬ને બદલે પાંચ કેમ ? તેનું) કારણ બતાડતાં કહે છે કે ઃ
♦ સંખ્યાભેદનું પ્રયોજન છે
લાઘવ કરવાના ઇચ્છુક એવા આ સૂત્રકારશ્રી દ્વારા સાંનિપાતિક ભાવ (ભાવ રૂપ જ હોવા છતાં) પણ જુદો નથી જણાવાયો, પણ સૂત્રમાં રહેલ ‘‘મિશ્ર’’ પઠના ગ્રહણથી જ ગ્રહણ કરાયો છે. કારણકે આ જ ઔપરામિકાદિ ભાવોના બે આદિ સંયોગથી ૨૬ વિકલ્પવાળો સાંનિપાતિક ભાવ બને છે. ત્યાં (= ૨૬ વિકલ્પોમાં) ૧૧ વિકલ્પો વિરોધી હોવાથી, સંભવી શકતા નથી માટે તેઓનો ત્યાગ કરાયો છે. (અને શેષ અવિરોધી, સંભવિત એવા ૧૫ ગ્રહણ કરાયા છે.
બીજી રીતે કર્મગ્રંથ, અનુયોગ દ્વાર વગેરે ગ્રંથોના મતે વિચારતાં ૨૬ ભાંગામાંથી જીવને વિશે ૨૦ અસંભવિત છે અને શેષ ૬ સંભવિત છે, તેના ગતિને આશ્રયીને ૧૫ વિકલ્પો થાય છે.) સંભવતા એવા તે ૧૫ ભાંગાઓ ‘પાંચથી અન્ય એવો કો સાંનિપાતિક ભાવ ૧૫ ભેદવાળો છે’ એવા વચન દ્વારા પ્રશમરતિ પ્રકરણ (સ. ૧૯૭)માં ગ્રહણ કરાયા છે અને તે ૧૫ વિકલ્પો આ પ્રમાણે જાણવા →
♦ સંભવિત ૧૫ વિકલ્પોની ઓળખ છે
‘ઔદયિક, ક્ષાયોપશમિક અને પારિણામિક’ આ ત્રણેય ભાવો એક સાથે એક જીવમાં હોય છે. આ સાંનિપાતિક ભાવના નારક, તિર્યંચ, મનુષ્ય અને દેવગતિની અપેક્ષાએ ૪ વિકલ્પો બને છે. તથા જ્યારે ૩ પુંજ કર્યા વગર કોઈ જીવ ઉપશમ સમકિત પામે છે, ત્યારે ‘ઔયિક, ઔપશમિક, ક્ષાયોપામિક અને પારિણામિક' એમ સાંનિપાતિક ભાવ થાય છે અને તેના ૪ ?. તે = વિજ॰ - મુ. (હં. માં.)।