________________
२९६
सानुवादं तत्त्वार्थाधिगमसूत्रम् २/५१
- સ્થિતિ – उत्कृष्टप्रदेशोदयविचारे सङ्ग्रहिण्यामियं गाथा, अर्थस्त्वस्याः → उत्कृष्टबन्धाद्धायामायुषो योगेनोत्कृष्टेन तिर्यगायुर्मनुष्यायुर्वा बद्ध्वा मृतः सन् भोगभूमिजेषु तिर्यक्षु मनुष्येषु च त्रिपल्योपमस्थितिषूत्पन्नः पश्चादाशु सर्वाल्पजीवितमन्तर्मुहूर्तं विहाय शेषमायुस्त्रिपल्योपमस्थितिकमपवर्तयन्त्यन्तर्मुहूर्तानमिति। यदा च तदपवर्तितं भवति तदा किलोत्कृष्टः प्रदेशोदयो भवतीति, न च शक्यमनेनाप्यभिप्रायेण भाष्यं गमयितुमतिविरोधात्, तस्मादवस्थितमिदमनपवर्तनीयानि द्विविधानि - सोपक्रमाणि निरुपक्रमाणि चेति, अपवर्तनीयानि तु नियतं सोपक्रमाणि । तुशब्दोऽवधारकः। सोपक्रमाण्येवापवर्तनीयान्यायूंषि भवन्ति सर्वदा, यतो न ह्यपवर्तनाध्यवसानादिकं निमित्तमन्तरेणात्मलाभं प्रतिपद्यते । तत्र केऽनपवायुषः
- હેમગિરા બંધ કાળમાં ઉત્કૃષ્ટ યોગથી આયુષ્યને બાંધીને ભોગભૂમિમાં શીધ્ર જ સર્વ અલ્પ આયુષ્યને છોડીને તે બંને (= તિર્યંચ અને મનુષ્યો)ના બાંધેલા આયુષ્યની અપવર્તના થાય છે.” (પંચસંગ્રહ પાંચમું બંધવિધિદ્વાર – ગાથા - ૧૧૬) ઉત્કૃષ્ટ પ્રદેશોના વિચારમાં સંગ્રહણીમાં આ ગાથા આપેલી છે. આનો ભાવાર્થ આ મુજબ છે -
આયુષ્યનાં ઉત્કૃષ્ટ બંધ કાળને વિશે ઉત્કૃષ્ટ (મન વગેરે) યોગથી તિર્યંચ અથવા મનુષ્ય આયુષ્ય બાંધીને મર્યો છતો ભોગભૂમિઓ (= દેવકુરુક્ષેત્રાદિ)માં ૩ પલ્યોપમની સ્થિતિવાળા તિર્યંચો અને મનુષ્યોમાં ઉત્પન્ન થયેલો જીવ ત્યાર પછી શીઘ અંતર્મુહૂર્ત પ્રમાણ સર્વથી અલ્પ એવી આયુ સ્થિતિને મૂકી શેષ અંતર્મુહૂર્ત ન્યૂન ૩ પલ્યોપમની સ્થિતિવાળા આયુષ્યની અપવર્તના કરે છે અને જ્યારે તે આયુષ્ય અપવર્તન પામેલ હોય છે. અર્થાત્ જ્યારે અપવર્તના કાળ હોય છે ત્યારે ખરેખર ઉત્કૃષ્ટ પ્રદેશોદય હોય છે.
સર ભાષ્ય અને કર્મગ્રંથના વિરોધનો સમન્વય ફક (આ શ્લોકમાં અસંખ્ય વર્ષના આયુષ્યવાળા જીવોની અપવર્તના જણાવી છે.) આ અભિપ્રાય અનુસારે પણ ભાષ્યને સંગત કરવું અશક્ય છે કારણકે બંનેની માન્યતામાં અત્યંત વિરોધ છે. (તે વિરોધનો સમન્વય આ છે કે ભાષ્યકારશ્રીએ અસંખ્ય વર્ષના આયુષ્યવાળાને અનપવર્ય આયુષ્યવાળા કહ્યા છે તે પર્યાપ્તાઓની અપેક્ષાએ, જ્યારે કર્મપ્રકૃતિકારે કંઈક અપવર્તના સ્વીકારી છે અપર્યાપ્તાની અપેક્ષાએ.) તેથી આ વાત નક્કી થઈ કે અનાવર્તનીય આયુષ્ય સોપક્રમ અને નિરુપમ એમ બે પ્રકારે હોય છે.
માવર્તિનીયાનિ તુ... ભાષ્યનો તુ' શબ્દ અવધારણ કરનારો છે, આથી અર્થ આ પ્રમાણે થયો કે અપવર્તનીય આયુષ્યો સર્વદા સોપકમ જ હોય છે કારણકે અપવર્તન એ અધ્યવસાન આદિ નિમિત્ત વિના આત્મલાભને (= અસ્તિત્વને) પામતી નથી અર્થાત્ હોતી નથી. ત્યાં (= તે આયુષ્યોમાં) અનપવર્યાયુષ્યવાળા અને અપવર્યાયુષ્યવાળા કોણ છે ? આ પ્રશ્નના ઉત્તરમાં એ બેમાંથી કોઈ ૨. “નામ” - પુ. (હું) ૫