________________
सानुवादस्वोपज्ञभाष्य - टीकालङ्कृतम्
- ગન્ધતિ -
यः पुनरतिमहान्तं धातुक्षोभमाश्रित्यापथ्यनिदानासेवनादिना समजनि व्याधिरतिदीर्घकालकलापापादितजरठिमासमुपगूढनिरवशेषाङ्गोपाङ्गसङ्घातः कुष्ठ-क्षयादिः, स खलु भेषजप्रकारमनेकमुपचीयमानमनुदिनमप्यवगणय्य सञ्जातबलः क्षिप्रमाक्षिपति तं रोगिणमकाण्ड एव, न खलु प्रयत्नपरमेण धन्वन्तरिणाऽपि शक्यः समुच्छेत्तुम् । एवं हि तीव्रपरिणामप्रयोगबीजजनितशक्ति तदायुरात्तमतीतजन्मनि न शक्यमन्तराल एवावच्छेत्तुमित्यनपवर्तनीयमुच्यते ।
→ હેમગિરા અને અનપવર્તનીય રૂપે) જન્માંતરમાં (= પૂર્વ ભવમાં) જ બાંધે છે
२९१
* સાધ્ય વ્યાધિ જેવુ અપવર્તનીય આયુષ્ય .
(વ્યાધિનું દૃષ્ટાંત આ મુજબ કે -) ધાતુની વિષમતામાં કારણ રૂપ એવા અલ્પ અપથ્યના સેવનથી જે વ્યાધિ ઉત્પન્ન થયેલો હોય તે ઉપેક્ષા પામવાથી પ્રાપ્ત થયેલી અત્યંત વૃદ્ધિવાળો ધીમે ધીમે શરીરનો મૂળથી ઘાત કરે છે પરંતુ જલ્દીથી જ ઘાત કરતો નથી વળી હોંશિયાર અને શ્રેષ્ઠ વૈદ્યથી ઉપદિષ્ટ તે વ્યાધિની વિરોધી ક્રિયાના સમૂહના આસેવન દ્વારા જલ્દીથી (તે વ્યાધિ) નાશ પામે (આયુ અક્ષત રહે છે).
તેવી જ રીતે જે આયુષ્ય મંદ (આત્મ) પરિણામવાળા પ્રયોગ રૂપ કારણના અભ્યાસથી આ જીવે અતીત જન્મમાં બાંધ્યું હોય (શીઘ્ર ક્ષય થનાર) તે આયુષ્યને હણાયેલા ક્લેશવાળા અર્થાત્ સર્વજ્ઞ પરમાત્મા અપવર્તનીય = અપવર્તનને યોગ્ય કહે છે.
* અસાધ્ય વ્યાધિ જેવું અનપવર્તનીય આયુષ્ય .
વળી અપથ્ય (= અહિતકર) એવા કારણોના સેવન આદિ દ્વારા (થયેલ), અતિમોટા ધાતુ-ક્ષોભના કારણે જે કોઢ, ક્ષય (= ટી.બી. રોગ) વગેરે વ્યાધિ ઉત્પન્ન થયેલ છે તથા અતિ દીર્ઘકાળ સુધી શરીરમાં રહેવાના કારણે શરીરના સકલ અંગોપાંગનો સમૂહ દુર્બળતાથી ઘેરાઈ ગયો છે, તે વ્યાધિ ખરેખર રોજ રોજ લેવાતાં ઔષધોને અવગણીને બળવાન બનેલો અકાળે જ તે રોગી ઉપર જલ્દીથી આક્રમણ કરે છે અર્થાત્ તે રોગી મરણ પામે છે.
ઉત્કૃષ્ટ પ્રયત્નવાળા ધન્વન્તરી વૈઘથી પણ (આ વ્યાધિ) દૂર કરવો શક્ય નથી હોતો. એવી જ રીતે તીવ્ર પરિણામવાળા પ્રયોગ રૂપ કારણ/ખીજથી ઉત્પન્ન થયેલ શક્તિવાળા તથા અતીત જન્મમાં બાંધેલા એવા તે આયુષ્યનો અવધિપૂર્ણ થયા વિના વચ્ચે જ વિનાશ કરવો શક્ય નથી. આ આયુષ્ય અનેપવર્તનીય કહેવાય છે.
* અપવર્તનાને સમજવા વિવિધ દષ્ટાંતો
આયુષ્યના કાળમાં સમાપ્તિ કે અકાળમાં સમાપ્તિ વિશે થતાં અનેક દષ્ટાંત સંભવે છે ? વધીય॰ માં. હું.। ૨. વિતમઃ - તું. માં।