________________
२७३
सानुवादस्वोपज्ञभाष्य-टीकालङ्कृतम्
-- गन्धहस्ति → विक्रियायां भवमित्यादिना भाष्येण, एतच्च सुज्ञानमेवातः कदाचिद् वैक्रियं वैक्रयिकं चेति॥
आहारकमाह्रियत इत्यादि भाष्यम् । गृह्यते प्रतिविशिष्टप्रयोजनप्रसाधनाय कार्यपरिसमाप्तेश्च पुनर्मुच्यते याचितोपकरणवत् संशयव्यवच्छेदार्थावग्रहणर्द्धिदर्शनादि च कार्यम्, आह्रियते आहार्यमित्यनेन शब्दद्वयेन विशिष्टकारकसाध्यमाहारकशब्दं दर्शयति। “कृत्यल्युटो बहुलम्', (पाणिनी - ३/३/११३), तच्चाहारकमन्तर्मुहूर्तस्थिति, एतावता च कालेनाभिलषितप्रयोजनपरिसमाप्तिस्तस्याहर्तुरुपजायते, परिनिष्ठितप्रयोजनश्च पुनर्विमुञ्चति नोत्तरकालमपि तां लब्धिमुपजीवति, अतोऽन्तर्मुहूर्तस्थितिः आत्मलाभो यस्य तदन्तर्मुहर्तस्थितिः।
नैवं शेषाणीति । व्यतिरेकमन्यतः प्रतिपादयति → शेषाण्यौदारिकादीनि तत्प्रसाध्यप्रयोजननिवर्तनाय नालं नापि नियमत एव तावत्या स्थित्या योगः प्रमाणेन वेति॥
-- હેમગિરા
ફક આહારક શરીરનું સ્વરૂપ ફોટા ‘નાદરમાઠ્ઠિય' ઇત્યાદિ ભાષ્ય – અમુક ચોક્કસ પ્રકારનાં પ્રયોજનને પુરું પાડવા માટે જે ગ્રહણ કરાય તેમજ કાર્ય પૂર્ણ થતાં જે યાચીને લાવેલ ઉપકરણની જેમ ફરી તજી દેવાય છે તે આહારક શરીર છે. પ્રસ્તુતમાં (૧) સંશયનું નિરાકરણ (૨) અર્થનું ગ્રહણ તથા (૩) સમવસરણની ઋદ્ધિનાં દર્શને આદિ આહારક શરીરના પ્રયોજન જાણવા. જે આહરણ (= ગ્રહણ) કરાય તે આહારક. વિશિષ્ટ કારકથી (= વ્યુત્પત્તિથી) સાધ્ય એવા આહારક શબ્દને કૃત્યલ્યુટો બહુલ (૩/૩/૧૧૩) એ વ્યાકરણ સૂત્રથી ‘માહિતે માદાર્થમ્ એવા આ બે શબ્દ દ્વારા જણાવે છે.
વળી તે આહારક શરીર અંતર્મુહૂર્તની સ્થિતિવાળું છે. કેમકે તે આહર્તા (= આહારક શરીરને બનાવનાર) જીવના ઈષ્ટ પ્રયોજનની સમાપ્તિ આટલા સમયમાં થઈ જાય છે અને તેથી પૂર્ણ થયેલ પ્રયોજનવાળો આ શરીરનો તે ત્યાગ કરી દે છે પણ ઉત્તરકાળમાં પણ તે આહારક લબ્ધિનો આશ્રય કરતો નથી. આ પ્રમાણે અંતર્મુહૂર્તની સ્થિતિવાળો આત્મલાભ (= સ્વરૂપ પ્રાપ્તિ) છે જેને તે અંતર્મુહૂર્તની સ્થિતિવાળું આહારક શરીર છે.
વં શેષ' (=‘શેષ શરીરો એવા નથી') એવું આ ભાષ્ય અન્ય ઔદારિકાદિ શરીરથી આહારક શરીરને ભિન્ન રૂપે પ્રતિપાદન કરે છે કે – શેષ ઔદારિકાદિ શરીરો તે આહારક શરીરથી સાધ્ય કાર્યોને કરવા માટે સમર્થ નથી હોતા તથા નિયમાં જ તેટલી અંતર્મુહૂર્ત સ્થિતિ સાથે અથવા (એક હાથ જેટલા) પ્રમાણ = માપ સાથે (તે શેષ શરીરોનો) યોગ નથી અર્થાત્ શેષ શરીરોની સ્થિતિ અને પ્રમાણ વધારે પણ હોય છે. ૨. ન્યુરો વહુનમ્ - મુ. (ઉં. માં.) વ્યાવરપુરા તુ ચંપુટો વહુનમ'