________________
- ગન્ધતિ -
सानुवादं तत्त्वार्थाधिगमसूत्रम् २/४९ तदुत्तरामुत्तरां व्यवस्थां' स्वावयवपर्याप्त्यपेक्षामुद्गच्छति = प्राप्नोति, न तदस्ति कालविवरं यत्रावस्थान्तरं न समासादयतीति, एवं च भाष्यकारो दर्शयति तत् वर्धते वयः परिणामेनोपचीयमानमूर्ति 'प्रतिवेलमाभाव्यते, जीर्यते इति जरामधिगच्छति = वयोहानिमाप्नोति, शीर्यत इति शिथिलसन्धिबन्धनमालम्बमानचर्ममण्डलमुपलक्ष्यते तदेव जातुचिदतः शीर्यत इत्युच्यते, परिणमतीति समन्ताज्जराभारविधुरमानमतिपरिपेलवग्रहणशक्तीन्द्रियग्रामं वलीवलयलेखाविचित्रमन्यदिवोपजायते, अतो मुहुर्मुहुरुद्गमनाद् उदारमेवौदारिकं स्वार्थे प्रत्ययविधानात् ।
२६४
नैवमन्यानीति यथेदमौदारिकमेवं विधानेक विशेषणविशिष्टं न तथा वैक्रियाहारक- तैजसकार्मणानि, नहि वैक्रियस्य जरसा विवृद्ध्या वा प्रतिक्षणं योगोऽस्त्यवस्थितत्वात् तथाऽऽहारकस्य, तैजस-कार्मणयोस्तु सुतरां न समस्त्यङ्गोपाङ्गाद्यनिर्वृत्तेः ।
હેમગિરા -
અહીં અવિભાજ્ય સ્વરૂપ વિશિષ્ટ કાળ એ સમય કહેવાય છે. આથી અર્થ આ પ્રમાણે થયો કે ઉપરોક્ત આહાર કર્યા બાદ સમયે સમયે પોતાના અવયવ અને પર્યાપ્તિની અપેક્ષાવાળી વિશિષ્ટ અવસ્થાને (ઔઠારિક શરીર) ઉત્પન્ન કરે છે અર્થાત્ પામે છે. એવો કોઈ તે વચલો સમય નથી કે જેમાં આ ઔઠારિક શરીર અવસ્થાન્તરને (= નવી નવી અવસ્થાને) પામતું ન હોય. અને આ પ્રમાણે થતી અવસ્થાઓને વર્ધત ઇત્યાદિ પડો દ્વારા ભાષ્યકારશ્રી દર્શાવે છે.
A. વધે છે જણાય છે.
=
તે ઔદારિક શરીર વયના પરિણામ વડે દરેક સમયે વધતા આકારવાળું
B. જીર્ણ થાય છે
= આ ઔદારિક શરીર ‘જરા’ને પામે છે અર્થાત્ વયની હાનિને પામે છે.
=
૮. શીર્ણ થાય છે જે ઔદારિક શરીર વૃદ્ધિને પામતું હતું તે જ ક્યારેક શિથિલ થઈ ગયેલા સાંધાના બંધનવાળું તેમજ લટકતી ચામડીના મંડલ (= સમૂહ)વાળું જણાય છે. આથી શીર્યતે (= શીર્ણ થાય છે,) એમ કહેવાય છે.
D. પરિણમે છે = પરિણમવું એટલે ચારે બાજુથી ‘જરા’ના ભારથી પીડાતું, અત્યંત મંદ ગ્રહણ શક્તિવાળી ઇન્દ્રિયોના સમૂહવાળું, કરચલીઓની ગોળ રેખાઓ વડે વિચિત્ર, જાણે અન્ય જ અર્થાત્ પૂર્વ કરતાં કાંઈક જુદું જ શરીર થાય છે. આ પ્રમાણે વારંવાર ઉદ્ગમન (= પરિવર્તન = પરિણમન) પામતું હોવાથી આ શરીર ઉદાર કહેવાય. ઉદાર એ જ ઔદારિક છે કારણ કે ઉદાર શબ્દને સ્વાર્થમાં ‘’ પ્રત્યય લાગ્યો છે. આ પ્રમાણે બીજા શરીરો નથી અર્થાત્ આવા પ્રકારના (જીર્ણતા, શીર્ણતા વગેરે) અનેક વિશેષણોથી વિશિષ્ટ જે રીતે ઔદારિક શરીર છે તે રીતે વૈક્રિય, આહારક, તૈજસ અને કાર્મણ શરીરો નથી હોતા.
?. °વસ્થા ીયપર્વાં॰ - મુ. (i.)। ૨. પ્રતિવનયમા° - રા./ રૂ. શ્વેતવણી - માં.