________________
सानुवादं तत्त्वार्थाधिगमसूत्रम् २/४१
• गन्धहस्ति अयं चान्यो विशेषोऽन्यशरीरेभ्यस्तयोर्यदुत ('अप्रतिघाते' इति सूत्रम्।) एते द्वे शरीरे इत्यादि भाष्यम् । एते अनन्तरसूत्रप्रस्तुते प्रत्यक्षासन्ने, द्विशब्दोपादानमत्र प्रथमाबहुवचनाशङ्काव्यावृत्त्यर्थम् । विशरणधर्मत्वाच्छरीरे, द्वित्वं विशेषप्रतिपत्त्यर्थम् तैजस-कार्मणे । जीवाजीवाधारक्षेत्रं = लोकस्तस्यान्तः = अवसायस्तस्माल्लोकान्तादन्यत्र लोकान्ते हि प्रतिहन्येते ते, गतिस्थितिहेतुधर्माधर्मद्रव्यद्वयाभावात्, तदुपग्रहाद्धि जीवानां पुद्गलानां च गतिरुपजायते जलचराणामिव जलद्रव्यापेक्षा' इति, अन्यत्र तु सर्वस्मिन् लोके न तयोः प्रतिघातः क्वचन विद्यते, मूर्तत्वेऽपि हि तयोरतिसूक्ष्मत्वात् सर्ववर्त्मसु गतेः प्रतीघातासम्भवः सदाचारमुनिवत्, ते अपि न किञ्चित् प्रतिहतस्नेहगिरिહેમગિરા -
જ ભેદ છે. તેમ પ્રસ્તુતમાં પણ સમજવું. માટે તું વિપરીત અર્થબોધ ન કર. ૨/૪૦॥
૨/૪૧ સૂત્રની અવતરણિકા : તે બે શરીરોમાં અન્ય શરીરો કરતાં બીજું જે આ વિશેષ છે, તે અપ્રતિષતે (૨/૪૧) સૂત્રમાં કહેવાય છે.
२२२
•
‘અપ્રતિપાત્તે’ એ ૨/૪૧ સૂત્ર છે અને તેનો ‘તે કે શરીરે’ ઇત્યાદિ ભાષ્ય છે. ‘તે’ સર્વનામ પૂર્વસૂત્રથી પ્રસ્તુત એવા પ્રત્યક્ષ અને આસત્ર (= અત્યંત સમીપમાં) રહેલા એવા તૈજસ અને કાર્યણનું સૂચક છે. અહીં (= ભાષ્યમાં) ‘à’ શબ્દનું ગ્રહણ (‘તે' પ્રયોગ વિશે સંભવિત) પ્રથમા વિભક્તિ બહુવચન અંગેની આશંકાના નિવારણ માટે છે. તેમજ ‘શરીરે’ એ પદથી એ જણાવવું છે કે - તે બંને નાશ થવાના સ્વભાવવાળા હોવાથી શરીર કહેવાય છે. અહીં બે શરીર તરીકે અન્ય પણ શરીર સંભવી શકે આથી વિશેષ (= તૈજસ અને કાર્મણ) શરીરને ગ્રહણ કરવા માટે ‘તૈનસ-વ્હાર્મને' પદ લખેલ છે.
તૈજસ -કાર્યણનું અપ્રતિઘાતિપણું
જીવ-અજીવનું આધાર એવું ક્ષેત્ર તે લોક. તેનો અંત = અવસાય (= છેડો) તે લોકાંત, તે લોકાંતથી (= લોકાંતને છોડીને) અન્યત્ર ક્યાંય આ બે તૈજસ અને કાર્યણ શરીરનો પ્રતિઘાત થતો નથી. કહેવાનો આશય એ છે કે લોકાંતમાં એ બે શરીરો હણાય છે, અર્થાત્ ત્યાં અટકી જાય છે, આગળ અલોકમાં જઈ શકતા નથી કારણકે લોકાંત બાદ ગતિમાં હેતુભૂત ધર્માસ્તિકાય અને સ્થિતિમાં હેતુભૂત અધર્માસ્તિકાય આ બે દ્રવ્યોનો અભાવ છે. જેમ જળચર પ્રાણીઓને જળદ્રવ્યની અપેક્ષાવાળી ગતિ હોય છે. તેમ ધર્માસ્તિકાયના ઉપગ્રહ થકી જીવ અને પુદ્ગલોની ગતિ હોય છે. અન્યત્ર તો સર્વ લોકમાં તે બે તૈજસ અને કાર્મણ શરીરોનો ક્યાંય પ્રતિઘાત થતો નથી અર્થાત્ તે બંનેનું મૂર્તપણું હોવા છતાં પણ અતિસૂક્ષ્મપણું હોવાને લીધે સમ્યક્ આચારવાળા મુનિની જેમ સર્વ માર્ગમાં (તે બંનેની) ગતિના પ્રતિઘાતનો અસંભવ છે. તે બે શરીરો પણ . જ્યાપેક્ષે, અન્યત્ર - मु. / व्यापेक्षेत्यन्यत्र - 7 (માં. હૂં.)