________________
૨૨૦
सानुवादं तत्त्वार्थाधिगमसूत्रम् २/४०
• સ્થિતિ - सप्तम्याशङ्काव्यावृत्त्यर्थम्, द्वित्वमन्यथाऽपि सम्भवतीति प्रतिविशिष्टद्वयप्रदर्शनार्थमाह → तैजसकार्मणे इति। पूर्वस्मात् पूर्वतः वीप्सया व्याप्तिमादर्शयति, प्रदेशार्थतयेति अनन्ताणुस्कन्धार्थत्वेनानन्तगुणे भवतः एतदेव स्फुटीकरोति → आहारकात् तैजसं प्रदेशतोऽनन्तगुणम्, आहारकशरीरयोग्यस्कन्धोऽनन्ताणुकोऽन्यैरनन्तपरमाणुप्रचितस्कन्धैरनन्तैर्गुणितस्तैजसशरीरग्रहणयोग्यो भवति। 'प्रदेशत इति प्रदेशैरनन्ताणुकैरनन्तैः, अनन्तगुणमिति च फलमेव निर्दिष्टमाचार्येण, अनन्तो गुणबहुत्वं यस्य तदनन्तगुणम्, अस्माच्च फलनिर्देशात् ज्ञायतेऽननन्तैः स्कन्धैर्गुणितं सदनन्तगुणं भवति, अन्यथा प्रदेशैरनन्तैरिति दुर्लभं स्यात् । एवमसङ्ख्येयगुणमपि वाच्यम्, तथा तैजसात् कार्मणमनन्तगुणमिति तैजसशरीरयोग्यः स्कन्धोऽन्यैरनन्तैरनन्ताणुकैः स्कन्धैर्गुणितः कार्मणशरीरयोग्यो भवति॥
- હેમગિરા – પ્રમાણે દ્વિવચન પ્રયોગ કર્યો હોવા છતાં પણ જે “’ શબ્દનું ગ્રહણ છે તે સપ્તમી વિભક્તિની આશંકાની બાદબાકી કરવા માટે છે. ('રે' પ્રયોગ સપ્તમી વિભક્તિના અર્થમાં પણ થાય છે. પરંતુ અહીં પ્રસ્તુતમાં પ્રથમા વિભક્તિ દ્વિવચનનો અર્થ ઈષ્ટ છે.) દ્વિત્વ એ બીજી રીતે પણ સંભવે છે, એથી અમુક ચોકકસ પ્રકારના વિશિષ્ટ દ્વિત્વને દેખાડવા માટે “નિ-ર્મો' એ પ્રમાણે કહ્યું છે.
‘પૂર્વથી પૂર્વથી એમ વીસા વડે (= બે વાર લખીને) વ્યાપ્તિ જણાવે છે – (તેજસ અને કાશ્મણ એ પ્રત્યેક પોત-પોતાના પૂર્વ શરીર કરતાં અનંતગણ સમજવા.) પ્રવેશાર્થતયા... એટલે પ્રદેશની અપેક્ષાએ = અનંત અણુવાળા સ્કંધની અપેક્ષાએ આ બે શરીરો અનંતગણા હોય છે.
આ જ વાતને સ્પષ્ટ કરે છે કે મહારાત્... આહારક શરીર કરતાં તૈજસ શરીર, પ્રદેશો વડે અનંતગણું છે અર્થાત્ આહારક શરીરને યોગ્ય એવો અનંત અણુક સ્કંધ બીજા અનંત પરમાણુ વડે બનેલ એવા અનંત સ્કંધોથી ગુણાયેલ તૈજસ શરીરને ગ્રહણ યોગ્ય થાય છે. ભાષ્યના પ્રશત’ પદનો અર્થ “અનંતાણુવાળા અનંત પ્રદેશો (= સ્કંધો) વડે’ એમ કરવો તથા ‘મનન્તકુમ્' એવું પદ કહેવા દ્વારા આચાર્યશ્રીએ ફળનો જ નિર્દેશ કર્યો છે. તે આ મુજબ કે અનંતગણું બહુત્વ છે જેનું તે અનંતગણું કહેવાય છે અને આ ફળના નિર્દેશથી એ જણાય છે કે જ્યારે અનંતા સ્કંધો વડે ( અનંત પ્રદેશો વડે) ગુણાયેલું હોય ત્યારે અનંતગણું થાય છે. અન્યથા જો (પરમાણુ સ્વરૂ૫) અનંત પ્રદેશોથી ગણવામાં આવે તો યથોક્ત (તૈજસ પ્રાયોગ્ય) અનંતગણું બહુત્વ દુર્લભ થઈ જાય. આ પ્રમાણે (૨/૩૯ સૂત્રમાં કહેવાયેલ) અસંખ્યયગણું પણ કહેવું તથા તૈજસ કરતાં કામણ અનંતગણું છે અર્થાત્ તૈજસ શરીરને યોગ્ય સ્કંધ અનંત અણુવાળા અન્ય અનંત સ્કંધો વડે ગુણાયેલો કાર્મણ શરીરને યોગ્ય થાય છે. ૨. પ્રવેશ પ્રતિ - મુ. (. જ.) ૨. નૈનન્તા) - Y. UI. (ઉં. જ.)