________________
२०९
सानुवादस्वोपज्ञभाष्य-टीकालङ्कृतम्
– સ્થતિ यथापूर्वं मोहक्षयः पश्चाज्ज्ञानावरणक्षय इति।
तदेतत् सर्वमुपपत्तिजालमनैकान्तिकम्, अभिन्नकर्मस्वपि दर्शनात् ।
अन्यच्च ज्ञानावरणादिकर्माष्टकात् पृथक् कल्प्यमाने कार्मणे नवमकर्मप्रसङ्गः, कार्य-कारणवादाभ्युपगमे वा कर्म-कार्मणयोः स्यात् अन्यत्वं स्यात् अनन्यत्वमभ्युपेयमन्यथा वा त एव दीर्घायुषोऽवगच्छन्ति येऽत्रान्यत्वमेकान्तेनाभिनिविशन्त इति। वयं तु ब्रूमः→ कर्मभिर्निष्पन्नं कर्मसु भवं कर्मसु जातं कर्मैव वा कार्मणमिति न कश्चिद् दोषः प्रक्रियायामाहितनैपुणस्येति॥
* હેમગિરા તેમ કામણ શરીર નામકર્મનો બંધવિચ્છેદનો કાળ અને જ્ઞાનાવરણીયાદિ કર્મોના બંધવિચ્છેદનો કાળ પણ જુદો જુદો હોવાથી તે બંને પણ ભિન્ન જ છે. તે આ પ્રમાણે કે - કાર્મણ શરીર નામકર્મનો બંધ વિચ્છેદ નિવૃત્તિ (૮માના ૬ઠ્ઠા ભાગે) ગુણઠાણામાં થઈ જાય છે. જ્યારે જ્ઞાનાવરણાદિ કર્મોનો બંધવિચ્છેદ તો તેની (= કામણ શરીર નામકર્મની) સાથે, તેની પૂર્વે અને તેની પાછળ (પણ) થાય છે. જેમ પૂર્વે નવમાં ગુણઠાણે મોહનીય કર્મના બંધનો ક્ષય (= નાશ) થાય પશ્ચાત્ ૧૦માં ગુણઠાણે જ્ઞાનાવરણીય કર્મના બંધનો ક્ષય (= નાશ) થાય છે. (માટે તે બંને ભિન્ન છે)
ફોક કર્મથી કાર્પણ શરીર કથંચિત્ ભિન્ન - ઉત્તરપક્ષ : ઉત્તરપક્ષઃ કર્મ અને કાશ્મણ શરીર નામકર્મ રૂપ કામણ શરીરને એકાંતે ભિન્ન જણાવતી એવી ઉપર જણાવેલ સર્વ (૪) યુકિતઓનો સમૂહ અનેકાંતિક (વ્યભિચારી) છે કારણકે આ સર્વે યુક્તિઓ જ્ઞાનાવરણ આદિ ૮ કર્મના સમુદાયભૂત કર્મ અને કાશ્મણ શરીરના અભિન્ન પક્ષ વિશે પણ ઘટી જાય છે અને તેથી ૮ કર્મના સમુદાયભૂત કર્મ અને કાશ્મણ શરીર વચ્ચે અભેદ સિદ્ધ થાય છે અને કાશ્મણ શરીર અને કાર્મણ શરીર નામકર્મ વચ્ચે ભેદ સિદ્ધ થાય છે.
વળી બીજું એ કે કામણ શરીરને જો જ્ઞાનાવરણીય આદિ ૮ કમોંથી ભિન્ન (કાર્પણ શરીર નામકર્મ રૂપે) માનવામાં આવે તો કાર્મણ શરીર નામના નવમા કર્મનો પ્રસંગ આવે અથવા તો જો જ્ઞાનાવરણીય વગેરે ૮ કર્મને કાર્ય અને ૮ કર્મના સમુદાયભૂત એવું કામણ શરીર એ કારણ એમ કાર્ય-કારણવાદ સ્વીકારવો હોય તો પણ કથંચિત્ ભેદ અને કથંચિત્ અભેદ માનવો જોઈએ (જેમ વૃક્ષ અને બીજમાં માનીએ તેમ), અન્યથા (=જો આવું પણ ન હોય તો) જેઓ અહીં અન્યત્વ પક્ષે એકાંત વડે અભિનિવેશ (= કદાગ્રહ) કરે છે તે દીર્ધાયુષીઓ ! જ આનું રહસ્ય જાણે. વળી અમે (= ટીકાકાર) તો એમ કહીએ છીએ કે ‘કર્મોથી બનેલું, કર્મોને વિશે રહેલું, કર્મોને વિશે જન્મેલું અથવા કર્મ એ જ (જ્ઞાનાવરણાદિ કર્મોના સમુદાયભૂત) કાર્મણ શરીર છે.' એ પ્રમાણે કહેવામાં વ્યુત્પત્તિ પ્રક્રિયા વિશે પ્રાપ્ત નિપુણતાવાળા વિદ્વાનોને કાઈ દોષ નથી. ૨. નિવૃત્ત - . માં.