________________
२०४
सानुवादं तत्त्वार्थाधिगमसूत्रम् २/३६
- Tલ્પતિ – उभयावधारणमेव नान्यतरावधारणमनवधारणं वा। प्रथमोपन्यासेन गर्भोऽवधार्यते, जराय्वादयोऽनवधृतास्तेऽनु पाश्चात्योपन्यासेऽवच्छिद्यन्ते गर्भ एव जरायवादीनामिति । गर्भो जराय्वादीन् न जहाति, जराय्वादयोऽपि गर्भं न त्यजन्तीति समुदायार्थः । एवमितरत्रापि योगद्वये वाच्यमवहितमानसेन।
किं पुनः कारणं येनान्तराले योनिसूत्रमधीतं, न जन्मसूत्रानन्तरमेव जन्मविभागः कुत इति ? उच्यते → जन्मनो योनेश्च यकत्तकद्वाऽन्तरमित्यस्यार्थस्य ज्ञापनाय जन्मसूत्रानन्तरमेव योनिसूत्रोपन्यास રૂતિ ૨/રૂદા
अत्राह → तेषु जन्मसु यथोक्तयोनीनां जीवानां कानि शरीराणि कियन्ति वा किंलक्षणानि वा भवन्तीति? । अत्रोच्यते → (औदारिक-वैक्रियेत्यादिसूत्रम्।)
- હેમગિરા - એકમાં જ અવધારણ કે અવધારણ નહિ થાય. ભાષ્યગત ‘જરાયુ આદિને જ ગર્ભ જન્મ હોય છે' એમ પ્રથમ અવધારણના ઉપન્યાસ વડે ‘ગર્ભ' જન્મનું અવધારણ (જરાયુ આદિમાં) કરાય છે. ત્યાર પછી નહિ અવધારણ કરાયેલા એવા જે “ના” આદિ જીવો છે તેઓનું અવધારણ ગર્ભમાં “ગર્ભજન્મ જ જરાય આદિનો હોય છે’ એમ પછીના અવધારણ ઉપન્યાસ દ્વારા કરાય છે, ઉભય અવધારણનો સમુદાયાથે આ રીતે છે – ગર્ભ જન્મ જરાયુ આદિ જીવોને છોડતો નથી તથા જરાયુ આદિ જીવો પણ ગર્ભજન્મને છોડતાં નથી.
આ જ પદ્ધતિથી બીજા પણ બે ૨/૩૫ અને ૨/૩૬ સૂત્રમાં તેના અર્થને મનમાં ધારણ કરવા પૂર્વક ઉભય તરફી અવધારણ કહેવું અર્થાત્ દેવ-નારકને ઉપપાત જન્મ જ હોય, ઉપપાત જન્મ દેવ-નારકને જ હોય. (સૂ. ૩/૩૫) જરાયુ આદિ તથા દેવ-નારક સિવાયના શેષ જીવો સંમૂર્ણિમ શેષ જીવો જ હોય (સૂ. ૩/૩૬)
ફક સૂત્ર રચનામાં અક્રમનું પ્રયોજન ફક પ્રશ્ન : શું કારણ હતું કે જેથી અધવચ્ચે યોનિ સંબંધી (૨/૩૩મું) સૂત્ર કહેવાયું? પણ જન્મ સૂત્ર (૨/૩૨મું) કહ્યા બાદ તરત જ જન્મ-વિભાગને દર્શાવનારા (૨/૩૪, ૩૫, ૩૬) સૂત્રો શાથી ન કહેવાયા?
ઉત્તરઃ ‘જન્મનું અને યોનિનું અંતર યત્કિંચિત્ છે” અર્થાત્ ખાસ કાંઈ નથી. એ અર્થનો બોધ કરાવવા માટે જન્મ-સૂત્ર બાદ તરત જ યોનિ-સૂત્રને મૂકવામાં આવ્યું છે. ૨/૩૬
૨/૩૭ સૂત્રની અવતરણિકા : પ્રશ્ન : તે નિર્દિષ્ટ જન્મોને વિશે યથોક્ત યોનિવાળા જીવોને ક્યા, કેટલા અને ક્યા લક્ષણવાળા શરીરો હોય છે?
ઉત્તરઃ અહીં (= પ્રશ્નને વિશે) ઉત્તર રૂપે ૨/૩૭ સૂત્ર કહેવાય છે.