________________
• ભૂમિકા છે
તવાથધિગમ સૂત્ર પૂજ્યપાદ સૂક્ષ્મપ્રજ્ઞાના સ્વામી આચાર્યદેવ શ્રી અભયશેખરસૂરીશ્વરજી મ. સા. અને પૂજ્યપાદ શાસન પ્રભાવક, વિદ્યાદાતા આચાર્યદેવ શ્રી કલ્યાણબોધિસૂરીશ્વરજી મ. સા.
તેઓશ્રી દ્વારા શાસનના અનેક કાર્યોમાં તેમજ પોતાના ચાલતા શ્રુત સંશોધન આદિ કાર્યોમાં વ્યસ્ત હોવાથી સંપૂર્ણ ભાષાંતર તપાસી આપવું શક્ય નહોતું, તેમ છતાં જેઓશ્રીએ શ્રુત પ્રત્યેની ભક્તિ અને મારા પ્રત્યેની લાગણીથી તે તે ક્લિષ્ટ પદાર્થોમાં ખૂબજ સુંદર સ્પષ્ટ શાસ્ત્રાનુસારી સમાધાનો દર્શાવ્યા. શાસ્ત્રીય દષ્ટિએ સંદિગ્ધ સ્થાનો તપાસી આપવાનું ભગીરથ કાર્ય કરી આપી ખૂબ જ ઉપકાર કર્યો છે. એ રીતે અનુવાદની ઉપાદેયતામાં જબરદસ્ત વધારો કર્યો છે. શાસ્ત્રીય પદાર્થો ઉપરનું તેઓશ્રીનું અપ્રતિમ પ્રભુત્વ જોઈ હૈયામાં હર્ષ ઉછળવા લાગ્યો.
છે પરોપીય સતાં વિમૂતય: પૂજ્યપાદ સિદ્ધિસૂરિ બાપજી મ. સા.ના પ્રાચીન સાહિત્ય સંશોધક આચાર્યદેવ શ્રી મુનિચંદ્રસૂરીશ્વરજી મ. સા.ની આજ્ઞા-સૂચના અનુસાર એમના સમુદાયના વૈયાવચ્ચી, વિદૂષી, નિઃસ્પૃહી સાધ્વી ભગવંતે (કયાંય પોતાનું નામ નહીં આપવાની શરત સાથે) આખુંય સટીક ભાષાંતર સૂક્ષ્મતાથી તપાસી, મૂલ્યવાન સૂચના, સુધારા-વધારા કરી આપી જે સહાયક ભાવ દર્શાવ્યો તે કદી ભૂલાય તેમ નથી.
# સંહતિ સાથ61 + મારા નિમ્નલિખિત સહવર્તી, અંતેવાસી, વિદ્યાશિષ્ય એવા સાધુઓએ મહાન કાર્યને પોતાના સ્વાધ્યાયનો જ એક અંગ બનાવી આ આખુંય ભાષાંતર, સંપાદન, સંશોધન કાર્યમાં મહત્ત્વનો સિંહફાળો આપ્યો છે. તેમજ સમુદાયવર્તી સાધ્વીજી ભગવંતોનો સહયોગ આ કાર્યનું ચાલક બળ છે.
આટલી વિશાળ ઉડી ટીકાનું ભાષાંતર કરવામાં છદ્મસ્થતા આદિ દોષોના કારણે ભૂલો થવાની શક્યતા રહે જ. એ જો કોઈ સારી રીતે અક્ષરશઃ તપાસીને ન આપે તો એ છપાવવું શકય ન બને. પણ આ સાધુ-સાધ્વીજી ભગવંતોએ ધીરજતાપૂર્વક સૂક્ષ્મદષ્ટિથી તપાસી આપી ખૂબ સહ્યોગ આપી ઉપકાર કર્યો છે. એમણે પણ ભાષાંતરમાં જયાં જયાં ક્ષતિઓ જણાઈ તે મને જણાવી, એ ક્ષતિઓ દૂર કરવામાં મદદ કરી છે.
___ संघे शक्ति कलौ युगे સંશોધન - સંપાદન કાર્યમાં સહયોગી મહાત્માઓના શુભ નામો : ૧) મુનિરાજ શ્રી યુપ્રવિજયજી મ. સા., ૨) મુનિરાજ શ્રી નિર્મોહપ્રવિજયજી મ. સા., ૩) મુનિરાજ શ્રી દીક્ષિપ્રવિજયજી મ. સા., ૪) મુનિરાજ શ્રી અભ્યદયપ્રભવિજયજી મ. સા., ૫) મુનિરાજશ્રી અર્પણપ્રવિજયજી મ. સા., ૬) મુનિરાજશ્રી સમર્પણપ્રવિજયજી મ. સા., ૭) મુનિરાજશ્રી સૌમ્યપ્રજવિજયજી મ. સા., ૮) મુનિરાજશ્રી ધપ્રવિજયજી મ. સા., ૯) મુનિરાજશ્રી